લોદ્રાણી શાળાના બાળકોને રક્ષાબંધન નિમિત્તે ગણવેશની ભેટ
રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે કચ્છના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવાની પ્રેરણાથી યોજાયેલ સાંસદ રક્ષા મહોત્સવમાં એકતાનગર (લોદ્રાણી) પ્રાથમિક શાળાના બાળકો હાજર રહ્યા હતા. શાળાની છાત્રાઓએ કુડાના બીએસએફ કેમ્પ ખાતે જવાનોને રાખડી બાંધી હતી. આ પ્રસંગે અંગદનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ (દાદા)એ શાળાના તમામ બાળકોને રક્ષાબંધનની ભેટ સ્વરૂપે ગણવેશ આપવાની જાહેરાત કરી હતી. શાળા પરિવારે શ્રી દેશમુખનો આભાર વ્યક્ત કર્યો હતો.
----

Comments