Trending News
સ્થાનિક સમાચાર

સરહદના સંત્રીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા

08 August


ભુજ : રક્ષા બંધનના આગલા દિવસે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના જવાનો સંગ રાપર તાલુકાનાં લોધ્રાણી બીએસએફ પોષ્ટ કુડા ૮૪ બટાલીયન કોસ્ટલ એરિયામાં ભાજપા મંડલ, વિદ્યાર્થિનીઓ, વિવિધ સંસ્થાની બહેનો અને રાપર વિસ્તારની બહેનો સાથે જઇ રક્ષા બંધન ત્યોહારની ઉજવણી કરી હતી.
ભારત તહેવારોનો દેશ છે. આપણે ધાર્મિક, સામાજીક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં પણ ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક રક્ષા બંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધીને આશિષ આપે છે અને ભાઈ બહેનના સુખ - દુઃખમાં સહભાગી થવાનું વચન આપે છે તેમ જણાવતા સાંસદ વિનોદભાઇએ જણાવ્યું હતું કે, આ પવિત્ર દિવસને બળેવ તરીકે પણ ઓળખાય છે. પવિત્ર દિને બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો દરિયા દેવની પૂજા કરે છે. આપણી અને આપણા માં ભોમની રક્ષા કરતાં સરહદના સંત્રીઓ પણ કોઈ બહેનના ભાઇ છે. રક્ષા બંધનના વતનથી દુર, બિહામણા રણ પ્રદેશ, દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દીલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોક પ્રતિનિધિઓ, સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર ચેક પોસ્ટ પર જઇ તેમના ખમીર, સેવા અને સુરક્ષાને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષા સુત્ર બાંધી તેમને આશિષ પાઠવમાં આવે છે.
લોધ્રાણી બીએસએફ ૮૪ બટાલિયન જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી તેમજ ઝીરો પોઇન્ટ પર ફરજ બજાવતા દરેક જવાનાને મીઠાઇનું બોક્ષ અને સાલ વડે સન્માન કરવામાં આવેલ તથા સહભોજન લીધું હતું. 
આ પ્રસંગે સીઓ ૮૪ બટાલિયન બીએસએફ અનિલ કુમાર યાદવ, અક્ષય શર્માએ આવકાર આપી બટાલિયન જવાનોનો પરિચય આપ્યો હતો. સાંસદ વિનોદભાઇ ચાવડાએ વીર જવાનોને બિરદાવ્યા હતા.  આ પ્રસંગેે જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, અંગદાનના પ્રણેણા દિલીપભાઇ દેશમુખ, રવિભાઈ ત્રવાડી, મોહનભાઇ ચાવડા, વિરમભાઇ આહીર, કિશોરભાઇ મહેશ્વરી, મયૂરસિંહ જાડેજા, અલ્પેશભાઈ પટેલ, હિતેશભાઈ ગોસ્વામી, કૌશીકભાઈ બગડા, દીપકભાઈ ડાંગર, ચાંદ ઠક્કર, વાડીલાલ સાવલા, નશાભાઈ દૈયા, જયદીપસિંહ જાડેજા, ડોલરરાય ગોર, કેશુભાઇ વાઘેલા, કાનજીભાઇ ગોહિલ, દિલિપ ધેડા, રામજીભાઇ મેરિયા, વિનોદભાઇ થાનકી, શક્તિસિંહ ઝાલા, વિવિધ સરપંચો, કેશરબેન બગડા, મનીષાબેન વેલાણી, હસ્મીતાબેન ગોર, આશિકાબેન ભટ્ટ, બબીબેન સોલંકી, બિન્દીબેન ભાટી, વીરીબેન સોલંકી, રાબડીયા ઉર્વીબેન, માહી ભાટી, રાબડીયા પાર્વતીબેન, નિતાબેન પટેલ, શર્મિલાબેન પટેલ, દીપાલીબેન શુકલા, નિશાબેન અંતાણી વિગેરે હાજર રહ્યા હતા. બહેનોએ રાખડી બાંધી સરહદના સંત્રીઓને આશિષ પાઠવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રામજીભાઇ મેરીયા (ચોબારી)એ કર્યું હતું. કલાકારોએ શૌર્ય ગીત તથા રક્ષાબંધનના ગીતો ગાયા હતા. બહેનો સાથે બીએસેએફમાં સરહદે ફરજ બજાવતી બહેનોએ ગરબા રમી સાંસ્કૃતિક ઓપ આપ્યો હતો. 
-----

Comments

COMMENT / REPLY FROM