Trending News
સ્થાનિક સમાચાર

ભીમાસરનો યુવક છ ચોરાઉ બાઈક સાથે પકડાયો 

08 August


’
ભચાઉ : વાગડ વિસ્તારમાં બાઈક ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે ભચાઉ પોલીસે રાપરના ભીમાસર ગામના યુવકને પકડી છ ચોરાઉ બાઈક કબજે કરી હતી. બાતમીના આધારે પોલીસે ભીમાસરમાં રહેતા જયંતીભાઈ પ્રભુભાઈ કોલીની અટકાયત કરી હતી. તેની પાસેથી લાખ રૂપિયાની અલગ અલગ છ બાઈક કબજે કરવામાં આવી હતી. સામખિયાળી, ભચાઉ અને રાપર પોલીસમાં નોંધાયેલા ત્રણ બનાવોનો ભેદ ઉકેલાયો છે. આરોપી જયંતીએ ભચાઉના ખારોઈ ગામે તેના સસરાના મકાન પાછળ વાડામાં ચોરાઉ બાઈક રાખી હતી. ભચાઉ પીઆઈ એ.એ.જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે. 

Comments

COMMENT / REPLY FROM