Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છના સૌથી મોટો યુરીયા ખાતર ચોર પ્રકાશ-સંદીપ આવ્યા સાણસામાં : થોકબંધ ટીમો ફેકટરી પર ત્રાટકી..!

08 August

અબ આયા ઉંટ પહાડ કે નીચે.!



પ્રથમ દીવસે રાજય સરકારની ઉચ્ચસ્તરીય ટીમ ભચાઉના ચોપડવા-ચીરઈ પટ્ટામાં હતી, ગત રોજ અજાપર-વરસમેડીમાં આવેલી પ્લાયનું ફેકટરીઓમાં ધડાધડ આદરી તપાસ : 
પ્રકાશની ફેકટરી ચડી ઝપ્ટે : યુરીયાની બેગ્સ ખોલાવડાવી, સેમ્લો લીધા, બેગ સિઝ કરાઈ તો સંદીપે પણ વરસામેડી રોડ પર વસાવેલી નવી સવી ફેકટરીમાં પણ ટીમોના ઉતર્યા ધાડા : પ્રકાશ-સંદીપ સહિત કઈક યુરીયા ખાતર ચોરી કરનારાઓમાં ફેલાયો ફફડાટ


ગાંધીધામમાં ઠેર-ઠેર આ પ્રકારની કંપનીના લાગેલા છે મોટા મોટા સાઈનબોર્ડ, અને તે કહેતો ફરે છે કે, મારૂ કાંઈ નથી, હું તો કાંઈ કરતો જ નથી..!


પ્રકાશ-સંદીપ થોડા સમય પહેલા જ યુરીયા ખાતર ચોરીમાં પોલીસ ચોપડે સત્તાવાર રીતે ચડી ચૂકયા છે, આ પહેલા પણ પ્રકાશની સામે તો અલગ અલગ પોલીસ મથકોમાં પણ નોધાયેલી છે ચોરીની ફરીયાદો : આ પ્રકાશે તાજેતરમાં જ બે માસ પહેલા જ પ્લાયવુડની એક ફેકટરીનો સાત કરોડમાં સોદા કર્યો છે, પ્રકાશની સાતથી વધુ ફેકટીઓ ધમધમી રહી છે, તેને પોતા માટે જ કરોડોના યુરીયાની પડે છે જરૂર



ગાંધીધામ : એકતરફ ખેડુતોને સબસીડીવાળુ યુરીયા ખાતર મળતુ નથી, અછત બોલાઈ રહી છે અને બીજીતરફ આ જ સસ્તુ સબસીડી વાળુ સરકારી ખાતર પ્લાયવુડ જેવી ફેકટરીઓમાં બિનધાસ્ત થેલીઓની થેલીઓ આડેધડ વપરાઈ રહી હોવાની ઘટનાઓ-ચર્ચાઓ સતત સામે આવવા પામી રહી હતી. તે દરમયાન જ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કૃષી વિભાગ આ બાબતે ગંભીરતા સમજી અને યુરીયા ખાતરના ખેતી ઉપરાંતના વપરાશને લઈને ચકાસણીઓ કરવા ગત રોજથી જ થોકબંધ ટીમોને ઠેર ઠેર ઉતારી દીધી છે અને તેમાથી ૧૦૦થી વધુ અધિકારીઓનો કાફલો પૂર્વ કચ્છમાં પણ ગઈકાલેથી ઉતરી પડયો છે. ગઈકાલે ભચાઉના ચોપડવા, પડાણા, ચીરઈ વીસ્તારમાં આ ટીમોએ પ્લાયવાળાઓની તપાસ આદરી હતી તો જાણવા મળતી વિગતો અનુસાર તેના બીજા દીવસે એટલે કે તા. ૭મી ઓગષ્ટના રોજ આ ટીમોએ અંજારના અજાપરથી વરસામેડી સુધીના પટ્ટામાં પડાવ નાખ્યો છે અને તેમાં સૌથી મોટી વાત આ વિસ્તારમાં સૌથી મોટા યુરીયા ખાતર ચોર એવા પ્રકાશ અને સંદીપની ફકટરીઓને ઘેરવામા આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે. કહવાય છે કે, પ્રકાશની અજાપર -વરસામેડી રોડ પર આવેલી ફેકટરીમાં ખેતીવાડીના આ ઉચ્ચ કક્ષાના અધીકારીઓની ટીમો ધડાધડ પહોચી હતી અને ત્યા આખાય પ્લાન્ટની સાઈટ મુલાકાત, યુરીયાની બેગ્સ ખોલાવી અને તેમાથી સેેમ્પલીંગ ડ્રો કરાવ્યા છે, બેગો પણ સીલ કરાવી હોવાનુ મનાય છે, સેમ્પલનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામ આવી શકે છે. જાણકારો કહી રહ્યા છે કે, જો આ પ્રકાર અને સંદીપને માત્ર સાણસામાં લઈ લીધા તો પણ યુરીયા ખાતરનું કરોડાનું કૌભાંડ કચ્છમાં પ્લાયવુડની ફેકટરીઓમાંથી ઝડપાવવા પમાી શકે તેમ છે. કારણ કે આ પ્રકાશની સામે તો પાછલા ટુંકાગાળામાં જ અલગ અલગ પોલીસ મથકોમાં ફરીયાદો થવા પામી ચુકી છે તો વળી આ પ્રકાશ સંદીપની સાથે ભચાઉ ખાતર ચોરી પ્રકરણમાં પણ પોલીસના હથ્થે ચડી જેલની હવા ખાઈ ચુકયો હોવાનુ મનાય છે. પ્રકાશે તાજેતરમાં જ બે માસ પહેલા જ એક મોટી પ્લાયવુડની વધુ એક ફેકટરીનો સાત કરોડમાં સોદો કર્યો હોવાનુ મનાય છે. વિચાર તો કરો, આ પ્રકાશ કેટલો ફાટીને ફુલેકે ગયો હશે? જાણકારો કહી રહ્યા છે કે આ પ્રકારના જ અલગ અલગ સાત જેટલા ફેકટરી-પ્લાન્ટ ધમધમી રહ્યા છે અને તેને પોતા માટે જ મહીને દહાડે લાખો નહી કરોડોના યુરીયા ખાતરની જરૂર પડતી હોય છે. એટલે તે પોતાની ફેકટરી માટે તથા અન્ય લાગુ પડતી ફેકટરીઓમાં પણ યુરીયા ખાતર સબસીડીવાળુ સસ્તુ સપ્લાય કરાવતો હોવાનુ ચર્ચાય છે. 

Comments

COMMENT / REPLY FROM