Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં લમ્પી વાયરસ સામે પશુપાલન વિભાગની લીંપાપોત્તી : ઝોનલ ડે.ડાયરેકટર-લાયઝનીંગ અધિકારી જિલ્લામાં ઉતર્યા

08 August

ડીડીઓ શ્રી ઉત્સવ ગૌતમ પશુપાલનતંત્રના કેમ નથી આમળતા કાન?



રાજયભરમાં લમ્પીના વાયરસના એકટિવ કેસમાં કચ્છ મોખરે હોવાની ગુપ્ત માહીતીઓથી આંતરીક રીતે મચી દોડધામ : કચ્છ-પાટણ-બનાસકાંઠાના પશુપાલન વિભાગના સંયુકત નાયબ પશુપાલન અધિકારી શ્રી બ્રહ્મક્ષત્રીયએ ગઈકાલથી કચ્છમાં નાખ્યો પડાવ : બે દીવસ પહેલાથી કચ્છના લાયઝનીંગ અધિકારી શ્રી એસ એસ પટેલ પણ લમ્પી મુદ્દે કચ્છ આવી પહોંચ્યા : સ્થાનિક તંત્રની સાથે પરામર્શ યોજી રોગચાળાને કાબુલમાં લેવા આપી રહ્યા છે માર્ગદર્શન

ખાટલે મોટી ખોટ : અગાઉના પ્રમાણમાં કચ્છમાં પશુપાલન ક્ષેત્રે સરકારે માળખાકીય અને મહેકમ વધારી આપ્યુ છતા પણ કામગીરી કેમ સુસ્ત? કોની લાપરવાહી? સ્ટાફથી કામ ન લેવુ, કે આગોતરુ આયોજન ન થવા પાછળ કોણ છે બેજવાબદાર? બનાસકાંઠામાં કચ્છથી ડબલથી વધુ પશુની સંખ્યા છે છતા રસીકરણ થઈ ગયુ,તો કચ્છમાં કેમ ન કરી શકાયુ? રસી કચ્છમાં ન હોય તો સરકાર તબક્કે કેમ દરખાસ્ત ન મુકાઈ? કચ્છ તો અબોલ જીવો માટે દાનવીરતાનુ ઉદાહરણ છે, પશુપાલન અધિકારીએ ટહેલ નાખી હોત તો પણ રસીની રકમ દાનથી પણ એકત્રિત થઈ શકી હોત..? કયાક ને કયાંક પશુપાલન તંત્ર-અધિકારીની દેખાય છે ઈચ્છાશકિતનો અભાવ, અને બેદરકારી..?


કચ્છની કમનશીબી તો જુઓ? રાજયમાં પશુની સંખ્યામાં બીજા નંબરે આવે છે અને અહી મહેકમ-રસીઓ સહીતના મામલે વર્તાય છે અછત! સ્ટાફ-ડોકટરનો મોટો વર્તાઈ રહ્યો છે અભાવ? જેના લીધે બિમારીને નિયંત્રિત કરવુ અઘરુ બને છે અને રોગચાળો વકરી જાય છે, આ સ્થિતીમાં કચ્છમાથી એક માત્ર અબડાસાના ધારાસભ્ય બુમબરાડા કરે છે, સરકારનુ ધ્યાન દોરતા જોવાય છે, અન્ય કોઈ ચિંતા કરતા હોય તેવુ જોવાતુ નથી..!



ગાંધીધામ : ગુજરતમાં ફરીથી લમ્પી વાયરસે દેખા દીધી છે અને તે કચ્છમાં પણ વીવિધ તાલુકાઓમાં જોવા મળી અવ્યો છે. અહીના પશુઓમાં લમ્પી વાયરસ ધીરે ધીરે વધી ચૂકયો છે અને તેને નિયંત્રિત કરવામાં અથવા તો પછી તેને વકરતો અટકાવવામાં જિલ્લાનુ પશુપાલન વિભાગ કયાંક ને કયાંક ઉણું ઉતર્યુ હોય અથવા તો નિષ્કાળજી કે લાપરવાહી દાખવી હોય તેવી રીતે લમ્પી વાયરસને વકરતો કચ્છમાં અટકાવવા માટે રાજય સરકાર સતર્ક બની અને બે ટોંચના અધીકારીઓને બે દીવસ કચ્છમાં ઉતારવાની ફરજ પડી ચુકી છે. 
આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કચ્છ-પાટણ-બનાસકોંઠાના પશુપાલન વિભાગના સંયુકત નાયબ નિયામક શ્રી બ્રહ્મક્ષત્રીય કે જેઓએ અગાઉ પાંચથી છ વર્ષ કચ્છમાં જિલ્લા પશુપાલન અધિકારી પદે સેવા બજાવેલી છે તેઓને કચ્છમોકલી અને લમ્પી વાયરસનો સાચો ચિત્તાર મેળવી કાર્યવાહી કરાવવાના નિર્દેશો આપ્યા હોવાનુ માલુમ પડી રહ્યું છે. શ્રી બ્રહ્મક્ષત્રીય ગઈકાલથી જ કચ્છમાં આવી ગયા છે અને તેઓએ જિલ્લાના પશુપાલન વિભાગ પાસેથી બધી જ માહીતીઓ અંકે કરી અને રસીકરણની કામગીરી વધારવા સહિતના મામલે જરૂરી માર્ગદર્શન આપ્યુ હોવાનુ માલુમ પડી રહ્યું છે. તો વળી કચ્છના પશુપાલન વિભાગના લાયઝનીંગ અધિકારી શ્રી એસ એસ 
પટેલને પણ રાજય સરકારે બે દીવસી પહેલાથી જ કચ્છ મોકલી આપ્યા છે.  આ અધિકારીઓને કચ્છમાં ઉતારવાની ફરજ પડી હોવાથી કયાંક ને કયાંક જિલ્લા પશુપાલન તંત્રની નિષ્કાળજી અથવા તો લમ્પી સામેની લાીંપોપોત્તી ખુલીને સામે આવવા પામી રહી છે. બીજતીરફ આ બાબતે શ્રી બ્રહ્મક્ષત્રીયનો સંપર્ક સાધતા તેઓએ કહ્યુ હતુ કે, રસીકરણમાં થોડુંક કયાંક વિલંબ થયો છે, પરંતુ હવે સ્થિતી જિલ્લામાં ટોટલી નિયંત્રિત છે. ૧ ઓગષ્ટથી આઠ ઓગષ્ટ સુધીમાં રસીકરણને વેગવાન બનાવાયુ છે અને હવે પછી મોટાભાગના વિસ્તારોને કવર કરી લેવાની સુચનાઓ આપી દીધી છે. માંડવી-મુંદરા-ગળપાદર સહિતના વિસ્તારોની તેઓએ જાત મુલાકાત પણ લીધી છે. કયાંય સ્થિતી ચિંતાજનન ન હોવાનુ શ્રી બ્રહ્મક્ષત્રીયએ જણાવ્યુ હતુ.


..............


એલએસડી રસીકરણમાં કચ્છ પશુપાલન તંત્ર કેમ ઉંઘતુ રહ્યું?
પશુપાલન તંત્રના લાપરવાહોના કેમ ન લેવાય ઉધડા? 


બનાસકાંઠામાં રપ લાખ પશુઓની સામે નવ લાખનું રસીકરણ કરી લેવાયુ  જયારે કચ્છમાં તો બનાસકાંઠાથી અડઘોઅડધ એટલે કે માત્ર ૧૧ લાખ પશુઓની છે સંખ્યા ઉપરાંત પણ રસીકરણ માત્ર અને માત્ર ૭પ હજારને જ કરાયુ?



ગાંધીધામ : લમ્પી વાયરસ કચ્છમાં ધીમા કદમે ભારે ફેલાઈ જવા પામયો હોવાની સ્થિતી સામે આવી રહી છે. ત્યારે જિલ્લાનુ પશુપાલન તંત્ર જાણે કે ઉંઘતુ જ રહી ગયુ હાયે તેવી સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. રસીકરણના મામલે જો આંકડાઓ ચકાસણી કરવામા આવશે તો કચ્છમાં પશુપાલન વિભાગ દ્વારા આગોતરી રીતે જે રસીકરણ થવુ જોઈએ તે થયુ નથી તેમ સ્પષ્ટ થઈ શકશે. ત્યારે ખરેખર કેમ આવુ થયુ છે? બનાસકાંઠામાં જિલ્લામાં અતયાર સુધીમાં એલએસડી રસીકરણમાં કુલ્લ રપ લાખ પશુઓની સંખ્યામાંથી ૯ લાખનું રસીકરણ થવા પામી ગયુ છે જયારે કચ્છમાં આ આંક હજુ ૭પ હજારને પહોચ્યો છે. કેમ આવી ઉદાશીનતા દાખવાઈ છે? તે મામલે પશુપાલન વિભાગનો ઉધડો કેમ હજુ સુધી લેવામા નથી આવતો?



......................


ઘોડા છુટયા બાદ તબેલાને તાણાનો તાલ.!

કચ્છમાં ફરીથી લમ્પી વાયરસે કહેર વર્તાવાનુ શરૂ કરી દીધુ છે તે બાદ જાણે કે હવે ઘોડા છુટી ગયા પછી તબેલાને તાણા મારવામાં આવતા હોય તેમ રાજયમાં અન્ય જિલ્લાઓના પ્રમાણમાં કચ્છમાં લમ્પી વાયરસ વધી ગયો બાદમાં હવે સેમ્પલ કલેકશનની કામગીરી થવા પામી રહી છે જેની સામે પણ સવાલો ઉભા થવા પામી રહ્યા છે. પશુઓના રસીકરણનું કામ હાથ ધરવામા આવ્યુ છે. હવે રોગ વકરી ગયો તે બાદ વેકસીન કેટલી કામ કરશે તે પણ અહી સવાલ થવા પામી રહ્યો છે? 


 

Comments

COMMENT / REPLY FROM