રાપરના પ્રાથમિક શિક્ષકના પરિવારને અકસ્માત સહાયનો ચેક અપાયો
રાપર : પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા સ્વ. જયંતીભાઈ ઠાકોરના પરિવારને અકસ્માત સહાય પેટે રૂપિયા ૩૮ લાખનો ચેક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઈ વસરા, રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતભાઈ પરમાર, તથા મેનેજર એક્સિસ બેંક, બ્રાન્ચ મેનેજર જીતેન જીવનાની, ઓપરેશન હેડ બિપિનભાઈ મહેતા, ક્લસ્ટર હેડ અજય અગ્રવાલના હસ્તે અર્પણ કરાયો હતો. આ વેળાએ ભચાઉ શિક્ષક સંઘના પ્રમુખ શામજીભાઈ આહિર, ખજાનચી જીતેન્દ્રભાઈ બારોટ, મહામંત્રી મહાદેવભાઈ કાગ, ખજાનચી વિપુલભાઈ પટેલ, સુરેશગીરી ગોસ્વામી, રોહિતભાઈ ચૌધરી, મેહુલભાઈ પટેલ, હિતેશભાઈ ચૌહાણ, હસમુખલાલ ઠકકર, વિજયભાઈ જાની, પ્રકાશભાઈ પટેલ, રોહનભાઇ સોલંકી વગેરે સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
----

Comments