નિરોણાની છાત્રોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રક્ષાસૂત્ર સાથે સંકળાયેલ સંદેશ મોકલ્યો
ભુજ : નખત્રાણા તાલુકાના નિરોણા ગામની સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ કરી છે. આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરીની ભાવનાત્મક પ્રેરણાથી અને શિક્ષિકા ભૂમિબેન વોરાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રક્ષાસૂત્ર સાથે સંકળાયેલ સંદેશ મોકલ્યો છે. રક્ષા બંધનના પરંપરાગત અર્થને વિસ્તારીને રાષ્ટ્ર રક્ષા સાથે પણ જોડ્યો છે. વિધાર્થીઓએ તેમના હસ્તલિખિત સંદેશમાં જણાવ્યું છે કે, રક્ષા સૂત્ર માત્ર તંતુ નથી, તે ભારતમાતા પ્રત્યેનો અમારી શ્રદ્ધા, નમન અને રાષ્ટ્ર રક્ષાનો સંકલ્પ છે.
----

Comments