અબડાસામાં ગેરકાયદે કોલસાના ભઠ્ઠા પર વન વિભાગનો સપાટો
નલિયા : પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારમાં ગેરકાયદેસર કોલસા પાડવાનો કારોબાર ધમધમી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. દરમ્યાન જ કચ્છ પશ્ચિમ વન વિભાગની ટીમે અબડાસા તાલુકામાં ગેરકાયદેસર કોલસાની ભઠ્ઠી ઝડપી પાડતા કોલસાનો કાળો કારોબાર કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ પશ્ચિમ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળના નલિયા દક્ષિણ રેન્જના પીંગલેશ્વરથી સિંધોડી મોટી રોડની પશ્ચિમ બાજુએ સિંધોડી નાની ગામની સરકારી પડતર જમીનમાં પરવાનગી વગર ગાંડા બાવળના લાકડામાંથી કોલસા બનાવવા માટેની પાકી ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી હતી. ગેરકયાદેસર ભઠ્ઠી બનાવનાર આરોપી પ્રકાર રામજી કોલી (રહે. રાપર ગઢવાળી, તા. અબડાસા) વિરૂદ્ધ ભારતીય વન અધિનિયમ ૧૯ર૭ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જુલાઈ માસથી ૧પમી ઓક્ટોબર સુધી ચોમાસાની ઋતુ દરમ્યાન કોલસા બનાવવા માટે વન વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવતી નથી તેમ છતાં આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાને આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષકની યાદીમાં જણાવાયું છે.
---

Comments