કચ્છમાં ખેડૂતોને ૧૦ કલાક વીજ પુરવઠો અપાશે
ભારતીય કિસાન સંઘ દ્વારા કરાયેલ રજૂઆત અન્વયે રાજ્ય સરકારનો સકારાત્મક નિર્ણય
ભુજ : કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક બચાવવા માટે ભારતીય કિસાન સંઘ કરછ જિલ્લા અને ગુજરાત પ્રદેશ દ્વારા ઉર્જા મંત્રીને લેખિતમાં રજૂઆત કરતા ખેતીવાડીમાં ૮ કલાક પાવર આપવામાં આવે છે તે વધારીને હવે ૧૦ કલાક પાવર આપવામાં આવશે. સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાં ૧૦ કલાક પાવર આપવાની જાહેરાત કરી હતી તેમાં કચ્છ જિલ્લો બાકાત રહી ગયો હતો તે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાની ટીમ ગાંધીનગર હોવાથી તાત્કાલિક ઉર્જા મંત્રીને ત્યાં રજૂઆત કરેલ અને આ રજૂઆતને તાત્કાલિક ધ્યાને લેતા ઉર્જા મંત્રીએ ૧૦ કલાક પાવર આપવાની મંજૂરી આપી દીધેલ છૅ જેની અમલવારી તારીખ ૯ જુલાઈ અને રવિવારના થશે
આ ઉપરાંત ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઈને ગાંધીનગર ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, કૃૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને વિવિધ વિભાગોના સચિવો જિલ્લા પ્રમુખ કરમણભાઈ ગાગલ સાથે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રાંતના પ્રમુખ જગમાલભાઇ આર્ય, મહામંત્રી આર.કે. પટેલ, રાષ્ટ્રીય મંત્રી બી.કે. પટેલ, જિલ્લા ઉપપ્રમુખ પરસોતમભાઈ પોકાર, જિલ્લા ઉપપ્રમુખ ભચાભાઇ માતા, જિલ્લા ઉપપ્રમુખ રામજીભાઈ છાંગા, જિલ્લા જળ આયામના પ્રમુખ ભીમજીભાઇ કેરાસીયા, જિલ્લા સહ કોષાધ્યક્ષ પ્રેમજીભાઈ લીંબાણી સાથે રહ્યા હતા તેમાં કચ્છ જિલ્લાના નર્મદાના વધારાના એક મિલિયન એકર ફીટ પાણી માટે વાઢીયા કેનાલ અને દુધઈ સબ બ્રાંચ કેનાલની કામગીરી ચાલુ છે તેમાં ગતિ વધારવા, ફેસ વનમાં નોરધન પાઇપલાઇન અને સરધન પાઇપલાઇનમાં જે કામમાં ધીમી ગતિ છે તેમાં ગતિ વધારવા અને નર્મદાના વધારાના પાણી માટે ફેસ ટુમાં પણ જિલ્લા અને પ્રદેશની વારંવાર રજૂઆત થતા વહીવટી મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે અને ખેતીવાડીમાં સ્કાય યોજનામાં કૌશલ કંપનીની નબળી કામગીરીને કારણે ખેડૂતોને પાવર ઉત્પાદન ઓછો થતા ખેડૂતો ઉપર મોટો બોજ પડી રહ્યો છે એ વિષયને ધ્યાનમાં લઈને ઊર્જા મંત્રી, કૌશલ કંપનીના અધિકારીઓ અને પીજીવીસીએલના અધિકારીઓ ગેટકોના અધિકારી જોડે બેઠક યોજી હતી, તેમા ઉર્જા મંત્રીએ ૩૦ સપ્ટેમ્બર સુધી આ કામગીરી થઈ જવી જોઈએ એવું અધિકારીઓને કહ્યું હતું એવું જિલ્લા પ્રચાર પ્રમુખ રામજીભાઈ છાંગાની યાદીમાં જણાવાયું હતું
-----

Comments