Trending News
સ્થાનિક સમાચાર

અંજારના કુખ્યાત બુટલેગર રસિક આણી ટોળકીના ૧૧ સામે ગુજસીટોક તળે ગુનો દાખલ થતા ખળભળાટી

07 August

ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાનો ઐતિહાસીક સપાટો







ગીર સોમનાથમાં વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાયદાનો ગાળિયો કસવામાં આવ્યો છે. ગીર સોમનાથ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રોહીબિશનના ૧૧૧ જેટલા ગુના આચરનાર ૧૧ શખ્સોની ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી સાત શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે.આ ગેંગનો મુખ્ય લીડર અને નામચીન બુટલેગર સહિતના ત્રણ આરોપી હાલ જેલ હવાલે છે જ્યારે એક આરોપી ફરાર હોવાથી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઊના સહિતના તાલુકામાં ગુનેગારો ઘણાં વર્ષોથી સંગઠિત ગેંગ બનાવી વિદેશી દારૂનો આયાત, સંગ્રહ અને વેચાણ માટે હેરાફેરી કરી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો રાખી ગુના આચરતા હતા. એલસીબીના 
પીઆઈ એમ.વી.પટેલ અને પીએસઆઈ એ.સી.સિંધવ અને ટીમે ગુપ્ત રાહે ઈ-ગુજકોપ દ્વારા મેળવી હતી. જેમાં મુખ્ય ગેંગ લીડર રસિક જીણા બાંભણીયા (રહે, અંજાર) હરિયાણા, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગોવા, દીવ, દમણમાંથી દારૂ મંગાવી મોટો આર્થિક ફાયદો લેતો હતો. તે અને તેની ગેંગના માણસો ગેરકાયદે કમાયેલા નાણાંમાંથી કોઈપણ પ્રકારનો ટેક્સ ન ભરી દેશના અર્થતંત્રને નુકસાન 
પહોંચાડતા હોવાથી કાળા નાણાંમાં વધારો થયો છે, જેથી રસિક અને તેની ટોળકી મળી ૧૧ ઈસમો સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ (ગુજસીટીક) હેઠળ ગુનો દાખલ કાર્યવાહી હાથ ધરી છે.
ગેંગ લીડર રસિક જીણા બાંભણીયા, જાવીદ ઉર્ફે જોન હબીબ શેખ (રહે.નાલિયા માંડવી) અને ભગુ ઉકા જાદવ (રહે. ઉમેજ)ને અગાઉ પકડી લેવાયા હોવાથી હાલ જેલમાં છે. જયારે નીતિન ઉર્ફે એનટી તુલશી મેર (રહે. ખાણ), ધર્મેન્દ્ર જેઠાલાલ બારૈયા (રહે.ઘોઘલા), રાકેશ ભીમા વાઘેલા (રહે.રોહિશા-જાફરાબાદ), દોલુ કરણા રાઠોડ (રહે. સનખડા), દિપક ઉકા જાદવ (રહે. ઉમેજ), અરવિંદ બાબુ રામોલિયા (રહે. જશાધાર-તાલાલા) અને લાલા બાલુ કામળીયા (રહે. જશાધાર)ને હસ્તગત કરાયા છે. જ્યારેસનખડાનો યોગેશ કરણા રાઠોડ ફરાર છે. 
આ ગુનામાં ઊના ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી આગળની તપાસ કરી રહ્યા છે. નામચીન બુટલેગર રસિક સામે જ ૨૫ જેટલા ગુના નોંધાયા છે.




.......

Comments

COMMENT / REPLY FROM