સુરતમાં પોત પ્રકાશનાર આ તકસાધુએ કચ્છમાં પણ કઈકના ફુલેકા ફેરવ્યાં? : હવે વધુ ઘટસ્ફોટ થાય તો નવી નવાઈ નહીં
કચ્છના કયા બની બેઠેલા મોટાભાઈ નો આ તકસાધુ હતો પ્રતિનિધી?
અધિકારીના નકલી દસ્તાવેજ બનાવવાના કેસમાં જેલમાં ધકેલાયેલા શખ્સે કચ્છમાં પણ કઈક ખેડુતો-ધરતપુત્રો તથા ધાર્મિક સંસ્થાઓને પણ આંબાઆબલી દેખાડી જમીન રોકાણોના નામે શીશામાં ઉતારી છેતર્યા હોવાની છે ચર્ચા : અબડાસા-લખપતની છેવાડાની કંપનીઓમાં પણ સેવા બજાવવાના સમયે પણ ભોપાળાઓ આચર્યા હોવાની છે ચકચાર : દ્ગઇૈંના પૈસા પણ આ તકસાધુએ જમીન રોકાણના નામે ડુબાળ્યા અથવા તો ચાંઉ કરી ગયો હોવાની સેવાય છે આશંકા
અમુક કલેકટરના સમયકાળમાં આ તકસાધુ કચ્છની કલેકટર કચેરીમાં જ પડયો પાથર્ય રહેતો હતો, સવારના દાંતણ-માંજણથી લઈ અને રાત્રીના વાળુ પણ ત્યાં જ વાળતો હતો, તેટલો ફાટીને ગયો હતો ફુલેકે, હવે એ સમયકાળની કચ્છ સલગ્ન ફાઈલો ખુલશે તો આ તકસાધુના કઈક કૌભાંડોનો થશે પર્દાફાશ : તકસાધુ સાથે સંકળાયેલી ટોકળીના ચહેરાઓ પણ થઈ શકે છે બેનકાબ : કયા કયા ઝભ્ભાલેંગાધારીઓએ આ તકસાધુને છાવર્યો, તેઓના પણ નામો આવી શકે છે બહાર
સુરતમાં ફરીયાદી આગળ અવ્યા છે તેમની હિંમતને સલામ, હવે કચ્છમાં પણ કઈક ભોગગ્રસ્તોને મળશે પ્રેરણા : આ તકસાધુની સામે હવે કચ્છના ભોગગ્રસ્તો પણ ખુલીને આવી શકે છે બહાર : અને કચ્છમાં જ આ તકસાધુના કરોડોના કૌભાંડો બહાર આવવાની સેવાય છે વકી
ગાંધીધામ : કચ્છમાં જમીન પ્રકરણોની ફરીયાદો તો સમયાંતરે સામે આવતી જ રહેતી હોય છે પરંતુ અહી પાછલા અમુક સમયમાં કેટલાક બની બેઠેલા વચેટીયાઓ અને ફાઈલ ફોલ્ડરીયાઓ કલેકટર કચેરીમાં જ પડથાપાથર્યા રહી અને અમુક અધિકારીઓને લાગુ પડી રાજકીય ઓથ સાથે આડધડ સરકારી નીતીનીયમોને નેવે મુકી અને બોગસ દસ્તાવેજોના આધારે કરોડોના જમીન કાભાંડો આચરતા પણ અટકાતા નથી. દરમ્યાન જ આવા એક કચ્છી કૌભાંડીનું તુત-તરકટ ગુજરાત બહાર ખુલવા પામી ગયુ છે અને તેમા ધરપકડ પણ થવા પામી ગઈ છે. ત્યારે કચ્છમાં પણ તેના પડઘાઓ પડી રહ્યા છે. જાણકારો હવે કહી રહ્યા છે કે, સુરતમાં પોત પ્રકાશનાર તકસાધુએ કચ્છમાં પણ કઈકના ફુલેકાંઓ ફેરવી નાખ્યા હોવાની વાત સામે આવી રહી છે. હવે કચ્છમાં પણ આ તકસાધુ જમીન કૌભાંડીગા વચેટીયા દલા તરવાડી સમાન શખ્સના અનેકગણા કૌભાંડો ધીરે ધીરે બહાર આવે તો નવી નવાઈ નહી કહેવાય.
જાણકારો કહે છે કે, કચ્છમાં અબડાસા અને લખપત જેવા વીસ્તારોમાં નામચીન કંપનીઓમાં ફરજ બજાવતી વખતે જ આમ તો આ તકસાધુ ચકચારી બનતો જ રહેતો હતો. પરંતુ કેટલાક આઈએએસ અધિકારીના સમયમાં તો તે કચ્છની કલેકટર કચેરીમાં જ સવાર-સાંજ પડયોપાથર્યો રહેતો હતો અને જમીનને લગતા કૌભાંડોને જ અંજામ આપતો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે તેણે નખત્રાણા સહિતના વિસ્તારના ખેડુતો ઉપરાંતના કઈકના નાણા જમીન કૌભાંડોમાં ફસાવી દીધા અથવા તો ખુદ ચાંઉ જ કરી ગયો છે. અધિકારીઓ અને રાજકીય ઓથ તળે મજબુત બની ગયેલ આ તકસાધુની સામે ખુલ્લીને બહાર આવવામાં કચ્છના ભોગગ્રસ્તો સહેજ ભય અનુભવતા હતા પરંતુ હવે ગુજરાત બહાર જે રીતે ફરીયાદ થઈ અને તેમાં ધરપકડ પણ થવા પામી ગઈ છે તે જોતા કચ્છમાં પણ આ તકસાધુના જે કોઈ ભોગગ્રસ્તો હશે તેઓને પણ બળ મળવા પામી ગયુ છે અને તેઓ પણ હવે ખુલ્લીને બહાર આવશે તેવી સ્થિતી સર્જાઈ રહી છે. અને જો એમ થયુ તો કચ્છમાથી આ તકસાધુના કરોડોના જમીન ઘોટાળાઓ ખુલવા પામશે. એટલુ જ નહી પણ વહીવટીતંત્રમાં ખોટા જમીન કૌભાંડો, દસ્તાવેજોમાં બનાવવામાં આ તકસાધુના મદદગારો તથા તેને રાજકીય ઓથ આપનારા અમુક ઝભ્ભાલેંગાવાળાઓ સુધી પણ તપાસના રેલા ટુંકા ભવિષયમાં જ લંબાવવા પામી શકે તેમ પણ જાણકારો મની રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, આ તકસાધુએ એનઆરઆઈ લોકોના પણ પૈસા જમીન કૌભાંડોમાં ધાર્મિક સંસ્થાઓના માધ્યમથી ડુબાડી દીધા કે ખુદ ઓળવી ગયો છે અને તેનો આંક પણ ઘણો
મોટો થઈ શકે તેમ છે. ધાર્મિક સંસ્થાના મોભીઓને વિશ્વાસમાં લઈ અને એનઆરઆઈથી કચ્છમાં જમીનોમાં રોકાણ કરાવી અને તે નાણા પણ ફસાવી દીધા હોવાની ચકચાર પણ ઉઠવા પામી રહ્યુ છે. જાણકારો કહી રહ્યા છે કે, આ તકસાધુ કચ્છના એક બની બેઠેલા મોટાભાઈનો પણ પ્રતિનિધી હતો?
તેના જોરે જ પ્રાથમિક રીતે આ તકસાધુએ જોર અજમાયીશ શરૂ કરી હોવાનુ ચર્ચાય છે. ત્યારે હવે જાણકારોમા સવાલ થઈ રહ્ય છે કે, કચ્છના કયા બની બેઠલા મોટાભાઈનો આ તકસાધુ પ્રતિનિધી હતો?
...........
તકસાધુના તરકટો ખુલતા કચ્છના વહીવટી તથા રાજકીય આલમમાં કઈકના શ્વાસ અદ્ધર થયાં
આ તકસાધુના કેટલાક અધિકારીઓ- અમુક રાજકારણીઓ સાથે રહ્યા હતા ગાઢ સબંધ
ભુજ : સુરતના જમીન પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા ભુજ તાલુકાના માધાપર ગામના હરેશ સાધુએ કચ્છમાં સાંઘી, અલ્ટ્રાટેક જેવા ઉદ્યોગ જૂથોમાં નોકરી કરી હતી. આ દરમ્યાન કચ્છમાં વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને સત્તાપક્ષના મોટાગજાના રાજકારણીઓ સાથે પણ ગાઢ સબંધો બનાવ્યા હતા. સતાપક્ષના જાહેર કાર્યક્રમોમાં પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે તેઓ જોવા મળતા હતા. સાથે જ જિલ્લા સેવા સદનથી માંડી નાના - મોટા સરકારી દફતરોમાં પણ અધિકારીઓ - કર્મચારીઓ સાથે ખાસ ધરોબો કેળવ્યો હતો. ભુજના એક ધાર્મિક સ્થળના નાણાંની હેરફેર મામલે તેમનું નામ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. સુરતના જમીન કેસમાં તેમની સંડોવણી સામે આવતા કચ્છના વહિવટી વર્તુળ અને રાજકીય ક્ષેત્રમાં પુનઃ ચર્ચાઓનો દોર આરંભાયો છે.
..........
હાલો ને.. હંસલા હવે મોતીડાં નહી જડે.!
આ તકસાધુ ભુજ સમીપેના ગામમાં રંગરલીયા મનાવતા વંડી ઠેકતા પણ
ઝડપાઈ ચૂકયો હોવાની છે ચર્ચા
મધરાતે જાગૃત લોકોએ આ તકસાધુને મેથીપાક
ચખાડયો સેવાતી પણ છે ચચાઁ
ગાંધીધામ : જમીનના કૌભાંડોમાં ચકચારી એવો તકસાધુ શોખીન મિજાજ હોવાનુ પણ જાણકારો કહી રહ્યા છે. અમુક તત્વો કહી રહ્યા છે કે, આ તકસાધુ અમુક વરસો પહેલા ભુજ સમીપેના એક ગામમાં ભદ્રવર્ગની મહીલા સાથે રંગરલીયા મનાવતા પણ ઝડપાઈજવા પામ્યો હતો અને તે વખતે વંડી ઠેકીને ભાગવાનો પણ વારો તેને આવી જવા પામ્યો હતો. આ કિસ્સો પણ તકસાધુનો ખુબજ ચકચારમાં રહેલો હતો. અને તે વખતે હાલોને હંસલા હવે મોતીડા નહી જડે, તેમ અંગુર ખટ્ટે હેની સ્થિતી પણ આ તકસાધુની બની જવા પામી હોવાનુ ચર્ચાય છે.
..............

Comments