વાગડમાં છરી બતાવી હુમલો કરવાના બે ગંભીર બનાવો સામે આવ્યા
કંથકોટમાં ઊભા પાક પર ટ્રેક્ટર ચલાવી નુકસાન કરાયું
ભચાઉ : વાગડ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઈ હોય તેમ છરી બતાવી હુમલો કરવાના બે બનાવો અને કંથકોટમાં ઊભા પાક પર ટ્રેક્ટર ચલાવી દેવામાં આવ્યું હતું.
આ બાબતે મળતી વિગતો મુજબ ભચાઉના બટીયા વિસ્તારમાં રહેતા અહેમદ હુશેન જલાલશા શેખે જણાવ્યું કે, આરોપીઓએ ફરિયાદીને છરી બતાવી ધોકો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાં પ્રવેશ કરી પિતાને મોતની ધમકી આપી હતી. જેથી પરીવાર હેબતાઈ ગયો હતો. આ અંગે રઝિયાબેન કાસમશા જલાલશા શેખ, જાફરશા કાસમશા શેખ, રઝિયાબેનનો ભાઈ પપાડો, ભાખરશા કાસમશા શેખ, રસુલ ભાખરશા શેખ, કાસમશા ભાખરશા શેખ, શબીર કાસમશા શેખ અને એક અજાણ્યા ઈસમ સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.જ્યારે રાપરના સમાવાસમાં મોબાઈલ જોવા બાબતે થયેલા ઝઘડામાં ઠપકો આપવા જતા હુમલો કરાયો હતો. ફરિયાદી રામજીભાઈ ભુરાભાઈ કોલીના જણાવ્યા પ્રમાણે આરોપી સુરેશ રામજીભાઈ કોલી, અજય સુરેશભાઈ કોલી અને દીપા હરીભાઈ કોલીએ હુમલો કર્યો હતો. આરોપીઓએ જીવતીબેન કોલીને લોખંડનો પાઈપ મારી ઈજાઓ પહોંચાડવા સાથે ધકબુસટનો માર મારતા રાપર પોલીસે ગુનો દાખલ કર્યો છે. તો ભચાઉ તાલુકાના કંથકોટ ગામે સીમ વિસ્તારમાં ખેતરમાં નુકસાન કરવામાં આવ્યું હતું. હમીરભાઈ કારાભાઈ મણકાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપી કરશન હરીભાઈ મણવર, વનરાજ દેસર સિયારીયા, બબા પાંચા આહિર, શંકર ગોવિંદ કોલી, મહેશ અને એક અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો. આરોપીઓ પૈકી કરશને ગયા વર્ષે આ જમીન વાવી હતી અને આ વખતે આ જમીન માલિક દ્વારા વાવવા માટે આપવામાં આવી ન હોઈ તેનું મનદુઃખ રાખી જમીનમાં પ્રવેશ કરી ગુવાર, એરંડા અને જુવારના ઊભા પાકને ખેડી ૮૬,ર૦૦નું નુકસાન કરતા સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કરવામાં
આવ્યો હતો.
...........

Comments