Trending News
સ્થાનિક સમાચાર

સામખિયાળી હાઈવે પર એેલ્યુમિનિયમનો ર૬,૮૩૦ કિલો ભંગાર પકડાયો 

07 August



ઘાટારાની હોટલ પાસે કરાઈ કાર્યવાહી : ૬૪ લાખનો મુદ્દામાલ લાકડિયા પોલીસે કબજે કરી બે શખ્સોની કરી અટકાયત 



ભુજ : સામખિયાળી - મોરબી નેશનલ હાઈવે પર ઘાટારાની હોટલ પાસે કન્ટેઈનર અને બોલેરોમાં લઈ જવાતા શંકાસ્પદ ભંગારને કબજે કરી  લાકડિયા પોલીસ દ્વારા બે શખ્સની અટક કરવામાં આવી હતી. 
આ બાબતે મળતી વિગતો મુજબ પોલીસે રાજસ્થાનના ખેતારામ બાબુરામ ચૌધરી અને મૂળ વલસાડના હાલે હોટલ પર રહેતા રિયાઝ ઈલિયાસ મનીહારની અટક કરવામાં આવી છે. બોલેરો પીકઅપ નં.જીજે૩૯ - ટી - ૭૦પ૪ માથી એલ્યુમિનિયમનો ૩૦ હજારનો ૧૬૪ કિલો ભંગાર કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે કન્ટેઈનર ટ્રક નં.જીજે૧ર -બીવી - ૧૪૧૮ માંથી ર૬,૬૬૬ કિલો એલ્યુમીનિયમ ભંગાર કિંમત રૂા.૪૮,૭૯,૮૭૮ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે ૧પ લાખના વાહનો, પક્કડ, ડિસમીસ, ગેસ મળી કુલ ૬૪,૧૦,૧૯૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે લાકડિયા પોલીસ દ્વારા વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. 


....

Comments

COMMENT / REPLY FROM