વિનાશક ભૂકંપ પહેલાં સાપના વર્તનમાં અનિયમિતતા વૈજ્ઞાનિકો માટે કોયડારૂપ
કચ્છ ઉપરાંત ચીન, નેપાળ અને રશિયામાં વિનાશકારી ભૂકંપ પહેલા સાપ નીકળવાના વધ્યા હતા બનાવો : વૈજ્ઞાનિકોના તારણ અનુસાર ભૂકંપ પહેલાં પૃથ્વીના પોપડામાં સુક્ષ્મ સ્પંદનો, ઈલેક્ટ્રોમેગ્નેટીક ફેરફાર અને ગેસ ઉત્સર્જન અનુભવી શકે છે સાપ
ભુજ : તાજેતરમાં રશિયાના દ્રીપકલ્પમાં ૮.૮ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. સમગ્ર વિશ્વએ મહાવિનાશક ભૂકંપે વેરેલા વિનાશને નિહાળ્યો છે, પરંતુ કેટલાક જીવોએ તેને કોઈપણ માનવ કે સાધનોએ અનુભવ્યા પેહલા જ તેનો અણસાર મેળવી લીધો હતો.
જમીનના પેટાળમાં રહેતા છૂપાયેૃલા સાપ ભૂકંપ સાથે વિશેષ સંબંધ ધરાવે છે. વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોટી ભૂકંપની ઘટનાઓ પૂર્વે સાપ વિચિત્ર વર્તન દર્શાવે છે. કેટલાક કિસ્સાઓમાં મહા ભૂકંપ ત્રાટકે તેના કલાકો પૂર્વે જ તેમના દરમાંથી ભાગી જાય છે. વૈજ્ઞાનિક અભ્યાસમાં તારણ મળ્યું છે કે, સાપના ભૂગર્ભિય રહેઠાણ તેમને ભૂસ્તરીય અશાંતિના પ્રારંભિક શોધક પણ બનાવી શકે છે. સાપ ભૂગર્ભમાં રહે છે, સાપો ૩૦ સેન્ટીમીટરથી એક મીટર ઉંડા ખાડાઓ કે દરમાં દટાયેલા રહે છે. કેટલીક પ્રજાતિઓ જેવી કે કિંગકોબ્રા અને રેટલ સ્નેક શિયાળાન ઋતુમાં જમીનની સપાટથી ૩ મીટર વધુ નીચે ઉંડા જાય છે.
આ ભૂગર્ભ આશ્રયસ્થાનોને હાઈબરનાક્યુલા તરીકે ઓળખવામાં આવે છે. જે તેમને ઠંડી અને શિકારીઓથી રક્ષણ પૂરૂં પાડે છે. વૈજ્ઞાનિકો માને છે કે ભૂકંપ આવે તે પહેલાં સાપ પૃથ્વીના પોપડામાં સુક્ષ્મ સ્પંદનો, ઈલેક્ટ્રોમેગ્નેટીક ફેરફાર અને ગેસ ઉત્સર્જન શોધી શકે છે. આ સંકેતો એટલા સુક્ષ્મ હોય છે કે માનવીઓ તેને સમજી શકતા નથી, પરંતુ જમીનની ગતિવિધિ અને તાપમાન સાથે સુસંગતતા ધરાવતા સાપ તેને ઓળખી ભાગી જાય છે. ભૂકંપ આવે તેના દિવસો કે કલાકો પહેલાં સાપ ખાડામાંથી નીકળી અનિયમિત વર્તન દર્શાવે છે. કચ્છમાં વર્ષ ર૦૦૧માં આવેલા ભૂકંપ પહેલાં ગુજરાતમાં સ્થાનિક લોકોએ ખૂલ્લામાં અસામાન્ય રીતે મોટી સંખ્યામાં સાપ જોયા હતા. કેટલાકને ત્યાર પછી રાહત શિબિરો અને કામચલાઉ આશ્રયસ્થાનમાં પણ જોવા મળ્યા હતા. આ રીતે ૧૯ર૦માં ચીનના હૈયુઆન, ૧૯૭૬માં તાંગશાન, વર્ષ ર૦૦૪માં હિંદ મહાસાગરમાં સુનામી પછી આવેલ ભૂકંપ, મે ર૦૦૬માં ઈન્ડોનેશિયાના ભૂકંપ વખતે સમાન પેટર્ન જોવા મળી હતી.વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર પ્રાણીઓ ખાસ કરીને સરિસૃપ વર્ગના પ્રાણીઓ પર્યાવરણમાં થતા ફેરફાર પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. જોકે, ક્ષમતાનો ઉપયોગ કુદરતી પ્રારંભિક ચેતવણી તરીકે થઈ શકે છે, પરંતુ સાપના વર્તનને વિશ્વસનીય આગાહી મોડેલમાં ફેરવવું અશક્ય છે.
.............

Comments