Trending News
સ્થાનિક સમાચાર

૪થા હપ્તાની ચૂકવણી વખતે જિલ્લાકક્ષાની ટીમ કેમ ન મોકલી ? : કલેકટરશ્રીએ ત્રિનેત્ર ખોલ્યું : સબંધિત સરકારીબાબુમાં સોપો

07 August

લખપત સીએમ ગૌમાતા સબસીડી કૌભાંડમાં નવા ભડાકા થશ




સબંધિત બે પાંજરાપોળને ચુકવાયેલી સબસીડીની તમામ વિગતો પશુપાલન અધિકારીથી મેળવી મને જણાવો, અને ડે.ડાયરેકટર પશુપાલન વિભાગને રૂબરૂમાં ખુલાસા માટે મોકલો : કલેકટર શ્રી આનંદ પટેલે ડીડીઓ શ્રી ઉત્સવ ગૌતમને સ્પષ્ટ સુચના આપતો ફોન ઘુમાવતા પશુપાલન વિભાગના જવાબદારોમાં મચી ગઈ છે દોડધામ



નોધનીય છે કે, કચ્છના જિલ્લા પશુપાલન વિભાગના અધિકારીઓ તથા જિલ્લા વિકાસ અધિકારી સહીતનાઓને ઉંઘતા જ રાખી રાજય કક્ષાની ત્રણ અધિકારીઓની ટુકડીએ આ સબંધિત બે પાંજરાપોળની લઈ લીધી છે સરપ્રાઇજ તપાસ, જેનો નેગેટીવ રીપોર્ટ પણ ઉચ્ચકક્ષાએ થઈ ગયો છે રજુ



ગાંધીધામ : ગુજરાતના મુખ્યપ્રધાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગૌમાતા પોષણ યોજના અંતર્ગત પશુઓ દીઠ સબસીડી આપવાની યોજનાની જાહેરાત કરાઈ હતી જે પશુપાલકો માટે મહત્પવૂર્ણ મદદગાર પુરવાર થવા પામતી હોય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં સબંધિત વિભાગના અધિકારીઓ અને કેટલાક ભેજાબાજ ભ્રષ્ટાચારીઓ મળી અને પશુઓ ઢોરવાળામાં રખાતા ન હોવા ઉપરાંત પણ લાખોની સબસીડી ચાંઉ કરી જવામાં આવી હોય અથવા તો સરકારી નીતીનિયમોને નેવે મુકી અને સબસીડીનો ગેરલાભ લીધો હોવાની વાતો સપાટી પર આવવા પામી રહી છે. કચ્છમાં લખપતમાં બે ઢોરવાળામાં આવી ઘટના સામે આવવા પામી હતી. આ બન્ને ઢોરવાળાઓમાં અગાઉ જિલ્લા કક્ષાની સમીતીએ નેગેટીવી રીપોર્ટ રજુ કર્યો હોવા છતા પણ તાલુકાક્ષાની ટીમ બનાવી અને તે બાદ એપ્રીલ માસમાં આ ઢોરવાળાઓને રપ લાખ જેટલી રકમનો ચોથો હપ્તો સબસીડીનો ચુકવાઈ ગયો છે. જયારે કે સ્થળ પર ઢોર ન હોવા, માળખાગત સુવિધાઓનો મોટો અભાવ સહિતની બાબતોની ફરીયાદો સામે આવી ચુકી હતી. આ બધાયને નજરઅંદાજ કરી અને એક યા બીજીરીતે આ સબસીડીની રકમ અપાઈ હોવાની વાત સામે આવી હતી. આ મામલે જિલ્લા પશુપાલન વીભાગ તથા ડીડીઓશ્રીનું સતત ધ્યાન દોર્યા છતા પણ કોઈ જ કાર્યવાહી ન થવા પામતા અંતે રાજય કક્ષાની ટુકડી પશુપાલન વિભાગની અહી ત્રાટકી અને સરપ્રાઇજ તવાઈ વહેલી સવારો બોલાવતા પશુઓ ન મળવા, માળખાગત સુવિધાઓ પણ ન હોવા સહિતના કઈક ખુલાસાઓ તેમની મુલાકાતમા થવા પામી ગયા અને તેઓ તબક્કેથી પણ એક નેગેટીવ અહેવાલ સરકાર તબક્કે રજુ થઈ ગયો છે એટલે કે તેઓના અહેવાલમાં 
પણ ઢોરવાળાઓની માન્યતા રદ થવી, રકમ 
પરત લેવી અને અન્ય પગલાઓ લેવા સહિતની ભલામણો કરતો અહેવાલ રજુ થઈ જવા પામ્યો છે. દરમ્યાન જ હવે આ કિસ્સામાં કચ્છના કડક અને તટસ્થ તથા લોકાભીમુખ વહીવટ પ્રણાલી ચલાવનારા કલેકટર શ્રી ડો. આનંદ પટેલે પણ સમગ્ર પરકરણની ગંભીરતાને જોતા તેઓએ પણ જિલ્લા વિકાસ અધિકારી તથા ડે.ડાયરેકટર પશુપાલન વિભાગનાઓના કડક પુછાણા લઈ લીધા હોવાનુ સામે આવી રહ્યું છે. ગત રોજ તેઓએ ડીડીઓને ફોનથી સુચનાઓ આપી હોવાનુ માલમુ પડયુ છે અને ક્હયુ છે કે, આ બન્ને ઢોરવાડાઓને ચુકવાયેલી સહાયની તમામ વિગતો તમે સમજી લ્યો અને પશુપાલન વિભાગના જવાબદારને રૂબરૂમાં મારી પાસે ખુલાસો કરવા માટે મોકલાવો. આ પ્રકારના આદેશ બાદ પશુપાલન વિભાગના જવાબાદરોમાં રીતસરની દોડધામ જ મચી જવા પામી છે. કારણ કે અહી સ્પષ્ટ જ પુછાયુ છે કે ચોથો હપ્તો લાખોની રકમનો ચુકવાયો ત્યારે તાલુકા કક્ષાએથી ટીમે આપેલા અહેવાલને જ કેમ માન્ય રાખી લીધો? જયારે કે આ કેસમાં અગાઉ જિલ્લા કક્ષાની સમીતીએ નેગેટીવ રીપોર્ટ આપ્યો હતો તો કેમ જિલ્લા કક્ષાની ટીમ ન મોકલાઈ? તે બાબતે પણ કડક પુછાણાઓ કરવામા આવ્યા હોવાનુ મનાય છે. હવે કઈ રીતે કલેકટરશ્રી સમક્ષ ગોળ-ગોળ જવાબો રજુ કરવા, અગાઉ નકારાત્મક અહેવાલની અનદેખી કરાઈ છે તે વાત કલેકટરશ્રીના ગળે કેમ ઉતારવાની મોટી મથામણ આંતરીક રીતે ચાલતી હોવાનુ સામે આવયુ છે. આ સંદર્ભે જિલલા વિકાસ અધિકારીશ્રીની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતા તેઓ મીટીંગમાં રોકાયેલા હોવાથી વાત કરવાનુ ટાળ્યુ હતુ અને ક્હયુ કે પશુપાલન વિભાગના ડેપ્યુટી ડાયરેકટર જ આ બાબતે કંઈ વધારે પ્રકાશ પાડી શકશે. તો પશુપાલન વિભાગના ડે.ડાયરેકટર શ્રી નાથાણીનો ફોનની ઘંટડીઓ જ રણકતી રહી હોવાથી તમેનો મત જાણી શકાયો નથી.


...........

Comments

COMMENT / REPLY FROM