Trending News
સ્થાનિક સમાચાર

કંડલા-ગાંધીધામ સંકુલમાં કાર્ગોપટ્ટાના વેરશીનો વકરતો આતંક : ભંગાર-ચોખા-ઘઉં-સોયાની ધુમ ચોરી : ખાખી કેમ અંધારામાં..!

07 August




કંડલા બંદર પર આવતી વિવીધ ચીજવસ્તુઓની હેર-ફેર દરમ્યાન ખુલ્લેઆમ કિમંતી વસ્તુઓની ચોરીને અપાઈ રહ્યો છે અંજામ : બી ડીવીઝન વિસ્તાર-કંડલા પટ્ટામાં આ વેરશી-સુનીલને કોણ છાવરી રહ્યા છે? રોડ-રસ્તાઓ પર ખુલ્લેઆમ વાહનોમાથી નાના વાહનોમાં ભંગારની આ તત્વો કરી રહ્યા છે તસ્કરી? વેપારીઓ થઈ ગયા છે ત્રાહીમામ : કોની મીઠીનજર હેઠળ સુનીલ-વેરશી ફાટીને ગયા છે ફુલેકે? પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધીકારીઓ કરશે તપાસ?


ડીએસપીશ્રી તપાસ કરાવે કે, કાર્ગોમાંથી અવનવા ડોન બની રહ્યા છે તે કોની મહેરબાનીથી બની રહ્યા છે?



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં કાર્યરત કંડલા બંદર પર દેશ વિદેશમાથી અનેકવીધ કીમતી ચીજવસ્તુઓની આયાત નિકાસ કરવામા આવતી હોય છે. અહી આવતી વસ્તુઓના પરિવહન અને હેરફેર વખતે તેમા ચોરી-લુંટ થવાની ફરીયાદો પણ પોલીસ ચોપડે છુટ્ટીછવાઈ નોધાતી રહેતી હોય છે. એ પછી ભંગાર હોય, ઘંઉ, ચોખા કે સોયા જકેમ ન હોય..? આવી વિવિધ કોમોડીટીઓની રસ્તામાં પરીવહન દરમયાન, કોઈ હોટેલો કે ઢાબામાં વાહન પાર્ક કર્યા વખતે ચોરી-તફડંચી કે લુંટ જ ચલાવતી ચોકકસ ટોળકીઓ કાર્યરત રહેલી હોય તેવી ઘટનાઓ બનતી રહેતી હોય છે અને ફરીયાદ થાય તેમા પોલીસ પગલા પણ લે છે.
 તે દરમ્યાન જ આ જ પ્રકારની ચોરીને અંજામ આપનાર વધુ એક શખ્સ કંડલા-ગાંધીધામ પટ્ટામાં સક્રીય થયેલો હોવાની ચર્ચા સામે આવી રહી છે. કહેવાય છે કે, ગાંધીધામ અને કંડલાના વિસ્તારમાં ખુલ્લેઆમ ગાડઅીમાોથી ભંગાર બારોબાર આ શખ્સ ઉતારી રહ્યો છે. કાર્ગો વિસ્તારના વેરશી તરીકે આ શખ્સ પંકાયેલો હોવાની વાત પણ સપાટી પર આવી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે કંડલા-ગાંધીધામ બી ડીવીઝન વિસ્તારમાં ખુલ્લેઆમ ગાડીઓમાથી ભંગાર ઉતારી બારોબાર વેપલો કરનાર આ વેરશી છે કોણ? રોડ પર .ભેલી ભંગારની રેકડીવાળાઓને પણ તે ખુલ્લેઆમ કહેતો ફરી રહ્યો છે કે મને માલ ઉતારી લેવા દયો, તમે ચિંતા ન કરો, તમારો કોઈ વાળ પણ વાંકે નહી કરી શકે..! કહેવાય છે કે માત્ર ભંગાર જ નહી પણ સોયા, ચોખા, ઘંઉ સહિતની કોમોડીટી-ચીજવસ્તુઓમાં પણ આ જ રીતે તે ખુલ્લેઆમ તસ્કરીઓ કરી રહ્ય છે. વેરશી જેવા તસ્કરને હું બેઠો છુ, મારૂ પોલીસ મથકમાં મોટુ સેટીંગ છે, તુ બીનધાસ્ત ચોરીઓ કરતો રહે, આવુ કહેનારો કાર્ગો પટ્ટાનો સુનીલ નામનો શખ્સ કોણ છે? અહી સવાલ એવો પણ થવા પામી રહ્ય છે કે, સુનીલ અને વેરશી પર કોના ચાર હાથ છે કે આવા છાકટા બની ગયા છે? તેમને કોઈનો ડર જ સતાવતો નથી? કારણ કે સોયા, ચોખા, ભંગાર કે ઘંઉ જેવી વસ્તુઓની ચોરી થવા પામતી હોય અને તે પણ ખુલ્લેઆમ થતી હોય તો  ખાખીધારીઓને તો તેની જાણ હોય જ? કયા પલળેલા ખાખીધારીઓની મીઠીનજરથી આ વેરશી-સુનીલ બેફામ બની ગયા છે અને અહીના ટ્રાન્સપોર્ટસ તથા વેપારીઓ માટે પણ માથાના દુખાવારૂપ બની ગયા છે. આ રીતે માર્ગમાં ચોરીઓ વેરશી-સુનીલ ટોળકી કરી રહી હોવાથી વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર વચ્ચે પણ મોટા ડખ્ખા થવા પામી જતા હોય છે. વેળાસર જ આ બાબતે પૂર્વ્‌ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વિચારવુ પડશે.

.............



વેરશી-સુનીલને પોલીસ હાથ ન લગાડે તેની 
જવાબદારી લેનાર ખબરી ટાઈગર કોણ?



ગાંધીધામ : વેરશી અને સુનીલ દ્વારા રસ્તાઓ પર ખુલ્લેઆમ ભંગાર સહિતની ચોરાઉ વસ્તુઓની ગેરકાયદેર લે-વેંચ થાય છે. જાણકારો કહી રહ્યા છે કે, રસ્તાઓ પર જયારે આ બન્ને ચોરાઉ માલ ગાડીઓમાથી ઉતારતા હોય ત્યારે પોલીસ વાળા તેમને હાથ પણ ન લગાડે કે પુછા પણ ન કરે તે માટેની જવાબદાર ટાઈગર નામનો શખ્સ લઈ રહયો હોવાનુ ચર્ચાય છે. આ ટાઈગર એકતરફ પોલીસનો ખબરી બની બેઠો છે, તો બીજીતરફ ખુદ ચોરાઉ ચીજવસ્તુઓના નેટવર્ક પણ ફેલાવતો ફરી રહ્યો છે.. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે આ ટાઈગર છે કોણ? જેને પોલીસ પણ આટઆટલી છાવરી રહી છ? એ ઉપરાંત અમુક પોલીસવાળાઓ ટાઈગરની કેમ આટલી શેહશરમ રાખી રહ્યા છે? કહેવાય છે કે, પોલીસને બાતમીઓ આપી અને આ ટાઈગર રેઈડ કરાવે, પછી તોડ પણ એ જ કરાવે, એટલે અમુક ભ્રષ્ટ પોલીસને માટે સોનાની અંડા દેતી મુરગી સમાન બની બેઠો છે. ત્યારે જાણકારો કહે છે કે સુનીલ-વેરશી-ટાઈગર જેવાઓને કયા કયા પોલીસવાળાઓનો ટેકોછે? કયા ખાખીધારીઓના તેમના પર ચાર હાથ છે? એમ પણ કહેવાય છે કે ટાઈગરના મોબાઈલ નંબર ચેક કરવમા આવે તો કઈક ડી સ્ટાફવાળાઓના નંબરો અને તેમની સાથે થયેલા વહીવટના ખુલાસાઓ થવા પામી શકે છે. કેટકેટલી ગાડીઓની કયાં કયાથી ચોરી કરાઈ અને તે માલ કયા કયા વેચવામાં આવ્યો છે તેનો પણ ખુલાસો થવા પામી જાય.

.............


વેરશી-ટાઈગર-કાંતીના ભંગારના વાડાઓ કયા
ભ્રષ્ટ ખાખીધારીઓના ૪ હાથથી ધમધમે છે..?



કાંતી રેલવેમાં આવતા કન્ટેઈનરોમાં માલ લેવાના નામે ભંગાર ચોરીને અંજામ આપતો હોવાની છે ચર્ચા : ટાઈગર કાર્ગો મોટરની આસપાસના ભાગમાં ધાર્મિક સેવાઓના નામે જમીનો દબાવી મોટો વાડો ખોલી બેઠો હોવાની છે ચર્ચા : ગાયોના નામે જગ્યા દબાવી છે પરંતુ તેમાં ચીજવસ્તુઓ ચોરાઉ જ સંગ્રહ કરવામાં આવતી હોવાની છે ચર્ચા : જો કાંતી રંગે હાથ પકડાય તો રેલવેમાં ચાલતા ભંગાર કૌભાંડની પણ વાતો ઘણી આવે બહાર



ગાંધીધામ : જાણકારો કહી રહ્યા છે કે, વેરશી સુનીલ ટાઈગરના ઈશારે જે ભંગાર ચોરીઓ કરી રહ્યા છે તે બધો જ માલ વેચે કોને છે? તે પણ તપાસ થવી જોઈએ. ગાંધીધામમાં આ રીત ભંગારની ચોરાઉ મુદામા ખરીદનારાઓની સામે પણ કેમ કાર્યવાહી કરવામા નથી આવતી? આ ઉપરાંત વેરશી-ટાઈગર કે કાંતી જેાવઓના ભંગારના વાડાઓ પર જો રેડ પાડવામા આવે તો કઈક નવા જુની વિગતો સામે આવી શકે તેમ છે. જાણકારો કહી રહ્યા છે કે વેરશી-ટાઈગર-કાંતીના ભંગારના વાડા કયા ભ્રષ્ટ ખાખીધારીઓની રહેમનજરથી ધમધમી રહ્યા છે? એ પણ તપાસ કરવી જોઈએ. આવભાઈ હરખા આપણે બેઉ સરખા થઈ અને ભંગારીયાઓ અને ખાખીના અમુક ભ્રષ્ટમાથી કયા તત્વોની ભાગબટાઈથી આ બધુ ચાલી રહ્યુ છે? કહેવાય છે કે કાંતી રેલવેમાં કન્ટેઈનરોમાં આવતી પટ્ટીઓના નામે મોટાપાયે ભંગાર ઉસેડી આવે છે. જો આ પટ્ટીઓ બહાર નીકળે તે વખતે જ રેલવે પોલીસ કે અન્ય એજન્સી ત્રાટકે તો પટ્ટીઓ ઉપરાંત પણ નીચે અન્ય ભંગારનો મુદામાલ પણ હેરફેર થતો પકડાઈ જાય તમ હોવાનુ ચર્ચાય છે. જો આ કાંતી રંગે હાથ પકડાય તો રેલવેમાં ચાલતાભંગાર ચોરીના પણ કોભાંડનો ખુલાસો થઈ શકે તેમ જાણકારો કહી રહ્યા છે. 

.........

Comments

COMMENT / REPLY FROM