Trending News
સ્થાનિક સમાચાર

બાલિકા પંચાયતના સભ્યો સાથે નેતૃત્વ સંવાદ કાર્યક્રમ યોજાયો

06 August



ભુજ : રાજયની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૧ ઓગષ્ટ થી ૮ ઓગષ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ” ની ઉજવણી કરવામાં આવે છે, જેમા ૫ ઓગસ્ટ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીના ભાગ રુપે મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ સેતુ અભિયાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લાના કોડકી, કુનરિયા ઝિકડી, અંગિયા બાલિકા પંચાયતના સરપંચ તથા સભ્યો સાથે નેતૃત્વ અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
બાલિકા પંચાયતની કિશોરીઓ સરકારની વિવિધ કાર્યરીતીથી પરિચિત થાય તથા તેના અમલીકરણ બાબતે પ્રત્યક્ષ સમજ ઉભી થાય તે હેતુસર બાલિકા પંચાયતની દિકરીઓને જિલ્લા કલેક્ટરની કચેરી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, અને શી ટીમની મુલાકાત કરાવવામાં આવી હતી. કલેકટરની કચેરી ખાતેની વિવિધ શાખાઓ જેવી કે રજીસ્ટ્રી, મહેકમ, મેજિસ્ટ્રેટ, ચુંટણી, મધ્યાહન ભોજન અને પુરવઠો વગેરે ખાતે થતી કામગીરી અંગેની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ દ્વારા દિકરીઓને આવકારી તથા વહિવટી તંત્રની કામગીરી અંગે સમજુતી આપી દિકરીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત થવા પ્રોત્સાહન આપેલ હતુ. મહેકમ શાખાના સિમાબેન સોલંકી દ્વારા સમગ્ર કચેરી સાથે સંકલનની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે દિકરીઓને વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરુપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, સ્વાવલંબન યોજના તથા ધરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫, કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ ૨૦૧૩, વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્‌ડ સ્પોર્ટ સેન્ટર, ડિસ્ટ્રીક હબ ફોર વિમેન એમ્પવામેન્ટ વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત શી ટીમની મુલાકાત કરી તેઓની કામગીરી અંગેની માહિતી એએસઆઇ શીતલબેન રાઠોડ દ્વારા માહિતી આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે તથા સેતુ અભિયાન સંસ્થાના ધવલભાઈ ચાડ, રાજેશભાઈ દેસાઈ, વનીતાબેન દબાસીયા દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 
-------

Comments

COMMENT / REPLY FROM