ભુજ એપીએમસીના ચેરમેન પદે શંભુભાઈ જરૂની બિનહરીફ વરણી
વાઈસ ચેરમેન તરીકે મહેશભાઈ ઠક્કરના નામની કરાઈ ઘોષણા : સાંસદ, ધારાસભ્ય સહિતનાએ શુભેચ્છા પાઠવી
ભુજ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બીજી ટર્મ માટે ચેરમેનની ચુંટણી અધિકારી ડો. બી.એન. પટેલ (જીલ્લા રજીસ્ટાર) મોરબીના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. બેઠકમાં ચેરમેનની ઉમેદવારી નોધાવવા માટે શંભુભાઈ લખુભાઈ ઝરૂના નામની દરખાસ્ત હઠુભા ભાણજી જાડેજા તરફથી આવેલ હતી. જેને ભીમજીભાઈ જોધાણીએ ટેકો આપેલ હતો. અન્ય કોઈ દરખાસ્ત ન આવતા શંભુભાઈ ઝરૂને એ.પી.એમ.સીના ચેરમેન તરીકે બિનહરીફ ચુટાયેલા જાહેર કરવામાં આવેલ હતા.
આ પ્રસંગે ભુજ બજાર સમિતિના સભ્યો શામજીભાઈ આહીર, હરીલાલ કોવાડીયા, માવજીભાઈ વરચંદ, સત્યરાજસિંહ જાડેજા, વૈભવભાઈ ગઢવી, મુકેશભાઈ પટેલ, સનાવાલા સમા, અજીતભાઈ ઠક્કર, નવીનભાઈ ગણાત્રા, રાજેશકુમાર ઠક્કર, મહેશભાઈ ઠક્કર, અશોકભાઈ પટેલ, જીલ્લા રજીસ્ટ્રાર મેઘા અગરવાલ, જીલ્લા ખેતીવાડી અધિકારી કે.ઓ. વાઘેલા, હાજર રહ્યા હતા.
આ ચુંટણી પ્રકિયા અગાઉ ભાજપ તરફથી મેન્ડેટ કવર ભીમજીભાઇ તથા રાહુલભાઈ ગોર લાવેલ હતા. બિનહરીફ વરાયેલા પ્રમુખ શંભુભાઈ ઝરૂને સાંસદ તથા મહામંત્રી પ્રદેશ ભાજપ વિનોદભાઈ ચાવડા, જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, સરહદ ડેરીના ચેરમેન અને સહકારી અગ્રણી વલમજીભાઇ હુંબલ, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, જીલ્લા પંચાયત સભ્ય હરિભાઈ જાટીયા, કેડીસીસીના ડાયરેક્ટર મનુભા જાડેજા, હિતેશભાઈ ખંડોલ, જીલ્લા ખરીદ વેચાણ સંઘના વાઈસ ચેરમેન દેવજીભાઇ ચાવડા, એપીએમસીના પૂર્વ વાઈસ ચેરમેન જીગ્નેશભાઈ શાહ, દાદુભા ચૌહાણ, જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કર, દીપક ડાંગર વગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી. વિશેષમાં વાઈસ ચેરમેનની ચુંટણી પ્રકિયા આગામી સમયમાં થવાની છે. પરંતુ તેના નામની પક્ષ તરફથી ઘોષણા મહેશભાઈ ઠક્કરના નામની કરવામાં આવી હતી. તેને પણ સૌએ વધાવી લીધેલ હતી.
--

Comments