Trending News
સ્થાનિક સમાચાર

સાંસદ વિનોદ ચાવડા દ્વારા બીએસેઅફ જવાનોની સાથે રક્ષાબંધનની કરાશે ઉજવણી

06 August


ભુજ : ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનને ભાઇ - બહેનના સબંધને સૌથી સુંદર, પવિત્ર અને ભાવનાત્મક પ્રતિક માનવમાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડા સંગઠાત્મક સાથીઓ, મિત્રો, સ્વજનો સાથે રાપર તાલુકાનાં કુડા બીએસએફ પોસ્ટ ઉપર બીએસએફ જવાનોની સાથે રક્ષાબંધન ત્યોહારની ઉજવણી કરશે. 
સાંસદ વિનોદભાઇએ જણાવ્યુ હતું કે, ભારત તહેવારોનો દેશ છે. ભાઇ - બહેનના અમર પ્રેમના પ્રતિક રક્ષાબંધનના બહેનો ભાઇની કલાઈ પર રાખડી બાંધીને આશિષ આપે છે. ભાઇ બહેનની રક્ષા અને સુખ - દુઃખમાં સહભાગી બનવાનું વચન આપે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા તથા પથદર્શનથી તેઓ પણ તેમના સાથી ભાઇ - બહેનો સાથે છેલ્લા દશ વર્ષથી વતનથી દુર બીહામણા રણ પ્રદેશ, દરિયા કિનારા અને જંગલોમાં બોર્ડર ઉપર આપણી અને આપણા માં ભોમની રક્ષા કરતાં વિર જવાનો સાથે પારિવારિક ભાવનાથી જોડાઇ રક્ષાબંધન ત્યોહાર ની ઉજવણી કરે છે. રક્ષાબંધનના આગલા દિવસે તારીખ ૮/૮ને શુક્રવારે લોદ્રાણી બીએસએફ પોષ્ટ કુડા ૮૪ બટાલીયન તથા ૦ પોઇન્ટ ઉપર ફરજ બજાવતા વિર જવાનો સાથે રક્ષાબંધન ત્યોહાર અને સહભોજન નું આયોજન કરેલ છે. આ ઉત્સવમાં ધારાસભ્યો, જિલ્લા - તાલુકા પંચાયત ના પદાધિકારીઓ, આસપાસના ગ્રામજનો, સાથી મિત્રો, સંગઠાત્મક સાથી મિત્રો, કુડા પોષ્ટ અને ફોરવર્ડ બીઆપી સાથે મનોરંજન અને સંગીત કાર્યક્રમ પણ આયોજીત કરવામાં આવેલ છે. 
------

Comments

COMMENT / REPLY FROM