જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા ૪૦ ગ્રામ પંચાયતમાં ડોર ટુ ડોર કલેક્શન માટેની ઇ-રીક્ષાને લીલી ઝંડી
ભુજ : જિલ્લા પંચાયત ભુજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ દ્વારા ૪૦ ગ્રામ પંચાયતમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઇ-રિક્ષાને લીલી ઝંડી આપવામાં આવી હતી. ગ્રામ્યકક્ષાએ કચરાનું કલેકશન યોગ્ય રીતે થઇ શકે, ગામડાઓ સ્વચ્છ બને તે માટે ગ્રામ પંચાયતને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા ઈ-રિક્ષાની ફાળવણી કરવામાં આવી હતી. ગામોમાં કચરાનું કલેક્શન થઈ શકે અને કચરો ડમ્પિંગ સાઈટ ઉપર પહોંચે અને ગામોની સ્વચ્છતામાં વધારો થાય તે માટે ઇ - રિક્ષા આપવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નીકુંજ પરીખ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના મદદનીશ પ્રાયોજન અધિકારી મહેશ ચાવડા તેમજ વિવિધ ગ્રામ પંચાયતના સરપંચશ્રો અને તલાટીઓ હાજર રહ્યા હતા.
--

Comments