ભુજન મા આશાપુરા વિદ્યા સંકુલમાં રાખડી સ્ટોલ યોજાયો
ભુજ : શહેરના મા આશાપુરા વિદ્યા સંકુલમાં લાયન્સ ક્લબ ઓફ ભુજ કચ્છ સાઈટ ફર્સ્ટ (કિડ્સ ડીસએબિલીટી સેન્ટર) દ્વારા મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે રાખડી સ્ટોલ રાખવામાં આવ્યો હતો. અલ્પાબેન પાંધી, દિવ્યાબેન ગરવા અને શિવમ ભાનુશાલી દ્વારા રાખડીઓનું તદ્દન વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવ્યું હતું. આ રાખડી સ્ટોલનો હેતુ શાળાના બાળકોમાં કરુણા, સેવા ભાવના, દયા, મમતા, લાગણી, પરોપકાર જેવા ગુણોનો વિકાસ થાય એ હતો. રાખડીમાં અવનવી વેરાયટી હતી. ગુજરાતી અને અંગ્રેજી પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગના ઘણા વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા પણ રાખડી ખરીદવામાં આવી હતી. ટ્રસ્ટીગણમાં હકુમતસિંહ જાડેજા, પુષ્પદાન ગઢવી, રાજેન્દ્રસિંહ તથા એડમીન હેડ રશ્મિનભાઈ દ્વારા પણ આ પ્રવૃત્તિની સરાહના કરાઇ હતી.
-----

Comments