Trending News
સ્થાનિક સમાચાર

રાજયની કેબીનેટ બેઠકમાં ખેડુતોના હિત માટે સીએમની મોટી ટકોર

06 August

સાંભળી લે ઉર્જા-સિંચાઈ મંત્રી..! ખેડુતોનો પાક બગડવો ન જોઈએ


૧૦ ટકાથી ઓછા વરસાદ વાળાી વિસ્તારમાં આગામી ૧પ દીવસ સુધી ૧૦ કલાક સુધી વીજળી આપો


રાજયના મંત્રીઓને આગામી ૧પમી ઓગષ્ટ માટે જિલ્લાઓની ફાળવણી મામલે પણ થયા ચર્ચા-પરામર્શ



ગાંધીધામ : આજ રોજ રાજયના મુખ્યપ્રધાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજય સરકારની કેબીનેટ બેઠક યોજવામા આવી હતી. રાજયના મંત્રીમંડળની સાથે સીએમ દ્રારા ગુજરાતના સાંપ્રત વિષયોને લઈને જરૂરી ચર્ચા વિચારણાઓ કરી હતી. દરમ્યાન જ જાણવા મળતી વિગતો અનુસાર આજ રોજ ગુજરાતની કેબીનેટ બેઠકમાં રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ દ્વરા ખેડુતલક્ષી મોટો નિર્ણય લીધો હોવાનુ માલુમ પડી રહ્યું છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર સીએમ દ્વારા આજ રોજ કહેવાયુ છે કે, રાજયના ખેડુતોનો પાક ન બગડે તેની અપણે ચિંતા કરવાની છે.તેઓએ આજની બેકઠમા ઉર્જા અને સિંચાઈ મંત્રીને સ્પષ્ટ સુચના આપી અને કહ્યુ છેકે જે જિલ્લમાં ૧૦ ટકાથી ઓછો વરસાદ છે ત્યાં આગામી ૧પ દીવસ માટે ૧૦ કલાક વિજળી આપવાનુ ચાલુ કરો. આ ઉપરાંત સિંચાઈ માટેનુ જરૂરીયાત મુજબનુ પાણી આપવાની પણ સુચના આપી છે. સિંચાઈ માટે જેટલા પાણીની જયા જરૂરીયાત છે તે જિલ્લાઓમાં મળતુ થાય તેવી વ્યવસ્થાઓ ગાઠવવાના આદેશ પણ સીએમ દ્વારા આપવામા આવ્યા છે. 
 આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસો દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં દરેક નાગરિકને જરૂરિયાત મુજબનું રોજિંદુ પીવાનું 
પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવા તેમજ રાજ્યમાં ખાતરની ઉપલબ્ધિ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવતા ખાતર ના જથ્થા અંગે અને ખાતરની કાળાબજારી ને અટકાવા સહિતના મુદ્દાઓ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. અને આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા વિચારણા કરીને કાર્યક્રમોને ઘડી કાઢવામાં આવનાર છે. 



................


કચ્છઉદયના અહેવાલને રાજય સરકારનું સમર્થન


નર્મદા ડેમના દરીયામાં વહી જતા પાણીને વિવિધ જિલ્લાઓમાં જળસંચયની વ્યવસ્થા કરો : સીએમની સિંચાઈ મંત્રીને સ્પષ્ટ સુચના

સીએમશ્રીએ મંત્રાલયને ટકોર કરી છે, કચ્છનું રાજકીય જગત અને પા.પુ.તંત્ર હવે તો મોઢામાથી મગ કાઢે અને ટપ્પર સહિતના ડેમો ભરવાની દરખાસ્ત વેળાસર જ મોકલી આપે



સરદાર સરોવર ડેમ છલકી રહ્યો છે, વધારાનું દરીયામાં વહી જતુ પાણી કચ્છના ટપ્પર જેવા વિવિધ ખાલી ડેમો ભરવાની દીશામાં કચ્છઉદય દ્વારા તા.૪/૮/રપના પાના ન. ૩ પર આંખ ઉઘાડતો અહેવાલ રજુ કર્યો હતો. અને આજ રોજ સીએમ દ્વારા સિંચાઈ વીભાગને ટકોર કરી અને કહયુ છે કે, દરીયામાં વહી જતા ડેમના પાણીને કેવી રીતે વિવિધ જિલ્લાઆોમાં જળસંચય કરી શકાય છે તેની વ્યવસ્થાઓ ગોઠવવા સ્પષ્ટ સુચનો આપ્યા હોવાથી કચ્છઉદયના અહેવાલને રાજય સરકાર સમર્થન આપ્યુ છે.

 

Comments

COMMENT / REPLY FROM