Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ કોર્ટમાં ૧૩૦૦ કરોડના GST ના બોગસ બિલિંગ કાંડ મુદ્દે  બે ફોજદારી ફરિયાદોથી ખળભળાટી

06 August



મેસર્સ આદમ સ્મિથ કોમોડિટીઝ પ્રા. લિ. દ્વારા  ૨૯૦ કરોડ તથા મેસર્સ વર્સુર ઇમ્પેક્સ પ્રા. લિ.૧૦૮૬ કરોડના નકલી બિલિંગ કૌભાંડમાં કાર્યવાહી : ડીજીજીઆઈ વતી સ્પે.પબ્લીક પ્રોસિકયુટર અરૂણકુમાર ટંડનની અભ્યાસપૂર્વકની મહેનત ફળી

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં જીએસટી-બોગસ બીલીંગ પ્રકરણ મામલે ધાક બેસાડતી કાર્યવાહી થવા પામી છે. આ મામલે પ્રાપ્ત વધુ વિગતો અનુસાર જીએસટી વિભાગ દ્વારા ગાંધીધામ કોર્ટમાં બે ફોજદારી ફરિયાદો દાખલ કરવામાં આવી છે.મેસર્સ આદમ સ્મિથ કોમોડિટીઝ પ્રા. લિ. દ્વારા  ૨૯૦ કરોડના નકલી બિલ ઇશ્યુ કરવામાં આવ્યા હતા, જેમાં ૧૭ કરોડની GST  ટેક્સ ક્રેડિટનો સમાવેશ થાય છે અને નકલી બિલિંગ કૌભાંડનો મુખ્ય આરોપી આશિષ મદન પકડાયો હતો. બીજી ફરિયાદ મેસર્સ વર્સુર ઇમ્પેક્સ પ્રા. લિ. ના વરુણ ટંડન વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી, જેમાં  ૧૦૮૬ કરોડના નકલી બિલિંગ અને ? ૫૬ કરોડની GST  ટેક્સ ક્રેડિટનો સમાવેશ થાય છે. આરોપી વરુણ ટંડનની ધરપકડ કરવામાં આવી હતી. બંને ફરિયાદો CGST  એક્ટની કલમ ૧૩૨(૧)(b) અને ૧૩૨(૧)(c) હેઠળ દાખલ કરવામાં આવી છે કારણ કે એવું બહાર આવ્યું છે કે બંને ગુનેગારોએ માલના પુરવઠા વિના બિલ ઇશ્યુ કરીને અને ઉચ્ચ વોલ્યુમ ટ્રાન્ઝેક્શન હોવા છતાં કોઈ ટેક્સ ચૂકવવામાં આવ્યો ન હોવા છતાં સમાન મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો હતો. જીએસટી વિભાગ અને ડીજીજીઆઈ વતી 
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અરુણકુમાર ટંડન-એડવોકેટ હાજર રહ્યા હતા.

 

Comments

COMMENT / REPLY FROM