અંતે પૂર્વ કચ્છના પ્લાયવુડવાળાઓ પર રાજયસ્તરની ટુકડી ત્રાટકી : યુરિયા કૌભાંડકારીઓમાં નાશભાગ મચી
યુરીયા ખાતરનું આયોજનબદ્ધ ષડયંત્ર આચરનારાઓમાં ફેલાયો ફફડાટ
સરકાર દ્વારા યુરીયાની વ્યવસ્થાઓ પછી પણ સર્જાતી અછતથી કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા યુરીયાની કાળા બજારી કરનારાઓ-સંગ્રહખોરો પર તવાઈ બોલાવાઈ : રાજયભરમાં વિવિધ સ્થળોએ યુરીયા ખાતરના ગેરવપરાશને લઈને છાનબીન આદરાઈ
રેઝિન પ્લાન્ટવાળાઓમાં જો તટસ્થ છાનબીન કરવામા આવશે તો કઈક મોટા યુરીયા કૌભાંડનો પર્દાફાશ થશે
કચ્છમાં આજે વહેલી સવારથી અલગ અલગ સ્થળોએ કૃષી વિભાગની રાજય કક્ષાના ઉચ્ચ અધિકારીઓની ટેુકડીના ધામા : ભચાઉના ચોપડવા, પડાણા, ચીરઈ સહિતના પટ્ટામાં અનેક ટીમોએ વહેલી સવારથી જ આદરી તપાસ : બંધ ફેકટરીઓ ખોલાવી, સ્ટોક ક્રોસ વેરીફાઈ કર્યા, સરપ્રાઇજ બેગ્સ ઓપન કરાવી, યુરીયાના સેમ્પલો લીધા, બેગ સિલ કરાવાઈ
ગાંધીધામ : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ગુજરાતની ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા ખેડુતોને ખાતર મળી રહે તે માટેના પુરતા પ્રયાસો કર્યા છતા પણ સતત તેની અછત જ વર્તાતી રહેતી હોવાની સ્થિતી ઉભી થવા પામી રહી છે. દરમ્યાન કચ્છમાં પણ મોટા પ્રમાણમાં યુરીયા ખાતરની અછત તથા કાળા બજારીની સમાંતર સ્થિતીની ઘટનાઓ પણ સમયાંતરે બહાર આવતી જ રહેતી હોય છે. દરમ્યાન જ જાણવા મળતી વધુ વિગતો અનુસાર હવે કેન્દ્ર સરકાર કક્ષાએથી જ યુરીયા ખાતરનો ગેરકાયદસર સંગ્રહ કરનારા, ગેરવપરાશ કરનારાઓ તથા કાળા બજારી કરનારાની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવાના આદેશો વછુટી જતા ગુજરાત સરકારના કૃષી વિભાગ પણ એકશનમાં આવી જવા પામ્યુ હોય તેવી રીતે આજ રોજ વહેલી સવારથી જ યુરીયા ખાતરની કાળા બજારીને લઈને તપાસ ટુકડીઓ મોટાપ્રમાણમાં કચ્છમાં ત્રાટકી હોવાના અહેવાલો સામે આવવા પામ્યા છે.
આ અંગે મળતી વધુ વિગતો અનુસાર કચ્છમાં ખાસ કરીને પૂર્વ કચ્છ વિસ્તારમાં આવેલી પ્લાયવુડ ઈન્ડીસટ્રીઝમાં અમુક બની બેઠલા પ્લાયવાડાઓ મોટા પ્રમાણમાં યુરીયા ખાતરનો વપરાશ ગેરકાયદેસર રીતે કરી રહ્યા છે. તેઓને ગ્લુ બનાવવા માટે યુરીયા ખાતરની મોટી આવશ્યકતાો રહેતી હોય છે. આ પ્લાયવુડવાળા જો ઈન્ડીસટ્રીયલ ગ્લુનો તેમાં ઉપયોગ કરે તો ખુબજ મોંઘુ પડી જતુ હોય છે જયારે સબસીડીવાળુ યુરીયા ખાતર તેઓને પાણીના ભાવે કાળાબજારીમાં મળી જતુ હોવાથી ખુબ જ મોટા પ્રમાણમાં આ ખાતરનો ગેરકાયેસર વપરાશ અહી કરવામા આવી રહ્યો હોવાનુ ચર્ચાતુ રહ્યુ છે જેના પગલે આજ રોજ સવારે આઠ વાગ્યાથી જ ભચાઉના ચોપડવા, લુણવા, ચીરઈ સહિતના વિસ્તારોમાં આવેલી અમુક પ્લાયની ફેકટરીમાં રાજય સરકાર દ્વારા રચિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓની અલગ અલગટીમોએ વિવિધ પ્લાયવાળાઓ પાસે પડાવ જ નાખી દીધો છે અને તેના પગલે યુરીયા ખાતરની કાળા બજારી કરનારાઓમાં રીતસરનો ફફડાટ જ વ્યાપી જવા પામ્ય છે. જાણકારો કહી રહ્યા છે કે, આ અધિકારીઓની ટુકડીએ પ્લાયવુડવાળાઓ પાસે પહોચી અને તેમની આખી ફેકટરીની તપાસ કરી રહ્યા છે, તેમાં રેન્ડમલી બેગ્સ ખોલવી તેમાથી સેમ્પલ લઈ રહ્યા છે જેમાથી સેમ્પલ લીધા હોય તે બેગ સીલ કરી રહ્યા છે, આ સેમ્પલો લેબમાં મોકલવામા આવશે અને જો સબસીડીવાળુ ખાતર હશે તો તે પ્લાયવાળાઓની સામે પણ સરકાર તબક્કેથી કડક કાર્યવાહી હાથ ધરવામા આવશે તેવી વકી પણ સામે આવવા પામી ગઈ છે.
..............
ભચાઉ પટ્ટાનો પ્રકાશ-સંદીપ યુરીયાના
કાળા બજારીના મુખ્ય સુત્રધારો હોવાની છે ચર્ચા
પ્રકાશની સામે યુરીયાની કાળા બજારીના પાછલા છ-આઠ માસમાં જ થઈ ચૂકયા છે ચારથી વધુ કેસો : સંદીપ પણ હાલમાં જ આવી ચૂકયો છે ચકચારમાં : અંજાર પાસે પણ ઝડપાયેલા યુરીયા ખાતરના પ્રકરણમાં મંડળીઓવાળાઓની પણ ભુમિકાઓ
ન ચકાસી? કઈ મંડળીમાંથી તે ખાતર નીકળ્યુ હતુ? કેમ તેની સામે ધાક બેસાડતી કાર્યવાહી ન કરાઈ? : હાલમા આ મંડળીના સંચાલક કોણ છે? જે-તે વખતે મંડળી રદ કરવાનુ નાટક કરાવી ફરીથી એના એ જ સંચાલકો પડદા પાછળથી
કામ નથી કરતા ને? : જાણકારોના સવાલો
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં યુરીયાની કાળા બજારી સતત થવા પામી રહી હોવાની ઘટનાઓ બનતી જ રહેતી હોય છે. પરંતુ થવા પાત્ર કાર્યવાહી ન થવાથી આવા કાળા બજારીઓને જોર આવી જતુ હોય છે. હાલમાં પણ રાજય કક્ષાની ટીમો ત્રાટકી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, પૂર્વ કચ્છમાં પ્લાયવુડવાળા અમુક તત્વોને યુરીયાની કાળબજારી પ્રકાશ અને સંદીપ જેવા શખ્સો મોટા પ્રમાણમાં કરાવી રહ્યા છે. આ બન્ને શખ્સો યુરીયાની કાળ બજારીમાં પોલીસ ચોપડે પણ ચડી ચુકયા છે.
.........................
જીએસટી તંત્ર પણ પ્લાયવાળાઓ સામે કેમ ન આદરે આવી જ સામુહીક તવાઈ ઝુંબેશ?
ગાંધીધામ : કૃષી વિભાગ દ્વારા યુરીયા ખાતરનો ગેરવપરાશ કરનારા પ્લાયવુડવાળાઓની ક્રોસ તપાસ ઝુંબેશરૂપ સ્થિતીમાં શરૂ કરવામા આવી છે ત્યારે ખરેખર તો અહી જીએસટી એકમે પણ ત્રાટકવું જોઈએ. કારણ કે યુરીયા ગેરકાયદેસર વપરાતા હોય તો તેમાં જીએસટી ચોરી પણ સીધેસીધી થવા પામી જ રહી હોવાની પણ સ્થિતી સામે આવે જ છે. જીએસટીએ પણ પૂર્વ્ કચ્છમાં પ્લાયવુડવાળાઓમાં ઝૂંબેશ બોલાવી અને સરપ્રાઇઝ તવાઈ આદરવી જ ઘટે.
....................
કચ્છઉદયના સિલસિલાવાર અહેવાલનો દિલ્હી દરબારમાં પડઘો
કચ્છમાં ખાસ કરીને પૂર્વ વિસ્તરામાં આવેલી અમુક પ્લાયની ફેકટરીઓમાં મોટા પાયે યુરીયાની કાળા બજારી કરવામ આવતી હોવાના આંખ ઉઘાડનારા અહેવાલો કચ્છઉદય દ્વારા વખતો વખત રજુ કરવામા આવ્યા હતા. સ્થાનિકે તેની ગંભીરતાથી નોધ ન લેવામા આવતા હવે અંતે કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકારને નિદેર્શો અપાતા મોટુ અભિયાન હાથ ધરવામા આવ્યુ છે અને પ્લાયવુડવાળાઓ પાસે આજે સવારથી જ મોટી છાનબીન હાથ ધરવામા આવી રહી છે.

Comments