ભુજપુરમાં ઈચ્છાપૂર્તિ ગણેશ મંદિરમાં ૧૦૧ પાર્થિવ શિવલિંગની પૂજા અર્ચના કરાઇ
ભુજપુર : ઈચ્છાપૂર્તિ ગણેશ મંદિરમાં ૧૦૧ પાર્થિવ શિવલિંગ બનાવીને તેનાં પૂજા અભિષેક જીતુભાઈ મહારાજ દ્વારા પૂજા કરવામાં આવી હતી. પુજારી રમણિકગિરિ ગોસ્વામી દ્વારા પૌરાણીક રુદ્ર અભિષેક, ૧૧ શ્લોકનાં અગિયાર પાઠ કરવામાં આવ્યા હતા. આ પાઠ કરવાથી એક રુદ્રીનું ફળ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારત યુધ્ધ વખતે અર્જુનને બતાવેલ અને બંનેએ સાથે કરેલ. સંતાન માટે ચોખાથી, ધન માટે બિલ્વપત્રથી, કન્યા માટે ડાંગરથી, દીર્ધાયુષ્ય માટે દુર્વાથી, વૈભવ માટે ઘીથી અને વિજય માટે દર્ભથી આ અગિયાર શ્લોક બોલી અભિષેક કરવાથી મનોકામના પૂરી થતી હોઇ બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો દ્વારા પાર્થિવ શિવલિંગનું પૂજન અર્ચન કરાયું હતું. ત્યારબાદ નાગમતી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોપાલભાઈ ગઢવી (બલરામ), હિતેશભાઈ ગોહિલ, રાજગોર સમાજનાં પ્રમુખ પ્રકાશભાઈ ગોર તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂજામાં બેસનાર ભાવિક ભક્તો તરફથી છ હજાર એક સૌ રૂપિયા ભુજપુર પાંગળાપોળ માં ગૌમાતાનાં ઘાસચારા માટે દાન કરવામાં આવ્યું હતું. પાર્થિવ શિવલિંગ અરવિંદભાઈ તથા રમણભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ કાર્યને સફળતા પૂર્વક પાર પાડવામાં કિરીટસિંહ શીવાભાઈ (જીંદાલ), અરવિંદભાઈ, રમણભાઈ, જાડેજા,પ્રતાપસિંહ સોઢા,જટુભા વાઘેલા તેમજ સંસ્થાના કર્મચારીઓ રહ્યા હતા.
---------

Comments