મુંદરામાં કમિશ્નરનું સાફસફાઈ અભિયાન :MHO માં કુખ્યાત ગાંધીધામના શખ્સ ભણી તપાસનો રેલો : કરોડોની પેનલ્ટી આવશે !
MHO માં સેમ્પલ ફેરફારની ગંધ : વડોદરા લેબ સુધી હલચલ
મુંદરામાં દિલ્હી ડીઆરઆઈ સહિતની એજન્સીઓએ ત્રણથી વધુ પાર્ટીઓના જહાજો અટકાવી અને તેના સેમ્પલીંગ કરાવ્યા હતા, આ સેમ્પલોમાં વડોદરામાં સેટીગથી ફેરફારો કરાયાની વાતો નવનિયુકત કમીશ્નરશ્રીના ધ્યાને આવી :
વડોદરામાં સેમ્પલોમાં ફેરફાર કરનાર કસ્ટમનો ભ્રષ્ટ તત્વો એજન્સીના હથ્થે ચડી ગયો, જો તેનું મોઢું સચોટ ખુલ્યુ, અને ગાંધીધામનાકુખ્યાત સીએચએનું નામ ઓકી દીધુ તો કમિશ્નર આ બની બેઠલા સીએચએને ઓછામાં ઓછી પ૦ કરોડની પેનલ્ટી ફટકારે તો નવી નવાઈ નહી
ગાંધીધામ : મુંદરામાં દાણચોર ટોળકીઓના માઠા સમયની શરૂઆત થવા પામી ગઈ છે. અહીના નવનીયુકત કસ્ટમ કમિશ્નરશ્રી નીતન શૈનીએ અહી વકરી ગયેલા ભ્રષ્ટાચાર તથા મિસડીકલેરેશનના માફીયાઓની સામે સાફસફાઈનું અભીયાન હાથ ધર્યુ છે. તાજેતરમા જ તેઓએ આઠ જેટલા આવા જ કેટલાક સીએચએનાપરવાનાઓ રદ કરી દીધા છે તો તેની સાથે જ કસ્ટમના અમુક ભ્રષ્ટ તત્વોની લોબીને પણ કડક સંદેશ વહેતો કરી દીધો છે કે, હવે કોઈ પણ પ્રકારની ગેરરીતીઓ અહી ચાલવા દેવાશે નહી. આ જ કડીમાં જાણકારો કહી રહ્યા છે કે, નવનિયુકત કસ્ટમ કમિશ્નરશ્રીના આ જ સાફસફાઈ અભીયાનની દીશામાં ખાસ કરીને કેમીકલ અને તેમા પણ એમએચઓમાં ગાલમેલ કરી અને પ્યોર ડિજલની દાણચોરી કરનારી મિક્ષ ઓઈલનું નેટવર્ક ધમધમાવતી ટોળકી પણ સાણસામાં આવી ચૂકી છે. તેઓની સામે પણ લાલઆંખ ભરી ધાક બેસાડતી કાર્યવાહી થોડા જ સમયમાં જોવા મળી જાય તો નવી નવાઈ નહી કહેવાય.
વાત સહેજ ફોડ પાડીને કરીએ તો મુંદરાના કસ્ટમ કમિશ્નરશ્રીએ અહી એચએચઓની દાણચોરીમાં પંકાયેલા ગાંધીધામના એક કુખ્યાત બની બેઠેલા સીએચએ કે જે ખુબજ હવામાં ઉડતો ફરી રહ્યો છે તેને ભોંય ભેગો કરી દેવાની તૈયારીઓ આદરી દીધી છે. થોડા સમય પહેલા જ આ બની બેઠેલા સીએચએના કન્સાઈનમેન્ટ મુદરામાં દિલ્હી ડીઆરઆઈએ અટકાવ્યા હતા અને તેમાથી સેમ્પલીંગ કરાવ્યા હતા પરંતુ આ મહાશય દ્વારા વડોદરા લેબમાં સેમ્પલ ચેન્જ કરાવી નાખ્યા હોવાની ચર્ચાઓ તેજ બની હતી. હવે આ શખ્સની બધી જ ફાઈલો મંગાવાઈ રહી છે અને તેના પગલે વડોદરામાં પણ લેબમાં તેના સાગરીત કસ્ટમના ભ્રષ્ટ બાબુ કે જેને સેમ્પલ ચેન્જીંગમાં મદદગારી કરી હતી તેને પણ ઉચ્ચ કક્ષાએથી ડીઆઆઈ સ્તરની એજન્સીએ ઉઠાવી અને આકરી પુછતાછ શરૂ કરી દીધી હોવાનુ ચર્ચાય છે. જો આ કસ્ટમના લેબવાળા ગાંધીધામના એ સીએએચનું નામ ઓકી દેશે અને તેના કહેવાથી અથવા તો રૂપીયા લઈને સેમ્પલો બદલ્યા હતા તેવુ પુરવાર થશે તો ગાંધીધામના બની બેઠલા આ સીએચએને પ૦ કરોડથી વધુની રકમની પેનલ્ટીની ફટકાર લાગી શકે તેવી ભીતી પણ જાણકારોમાથી સેવાઈ રહી છે.
......................
MHO ના ગાંધીધામના સુત્રધારો સાથે કડીમાં નામે આવ્યા ચર્ચામાં
પૂર્વ-પશ્ચિમ કચ્છમાં બાયોડિજલના ગુપ્તપોઈન્ટ વાળા
ખાખીના અમુક અધિકારીઓ પણ ચડશે ઝપ્ટે!
ગુપ્તચર શાખાના કયા અધિકારીઓ ઓઈલના ધંધામાં કરી રહ્યા છે કાળી કમાણી? ગાંધીધામથી માંડી ભુજ સુધીના આવા ખાખીધારીઓ સુધી તપાસ વાવાજોેડું આવવાની વકી
ગાંધીધામ : સરહદી કચ્છ જિલ્લાની આતંરીક અને બાહ્ય સુરક્ષાઓ વધારે સારી રીતે રહી શકે તે માટે કચ્છમાં નિમેલા કેટલાક અધીકારીઓ ગુપ્ત માહીતીઓ એકત્રીત કરી સમયસર સરકાર સુધી પહોચાડવાના ફરજને કોરાણે મુકી અને જિલ્લામાં વકરી ગયેલા બાયોડીઝલ-ઓઈલના કાળા કારોબારમાં લીપ્ત બન્યા હોવાની ચર્ચાઓ સમયાંતરે આવતી જ રહેતી હોય છે. દરમ્યાન જ હવે મુંદરામાં જયારે આ બાબતે કમીશ્નરશ્રી નીતીન શૈનીએ ધોક્કો પછાડી દીધો છે અને ચમરબંધી સમાન કેમીકલ ચોરોને પણ કાયદાનુ ભાન કરાવ્યુ છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, એમઅચઓમાં ગાંધીધામના બની બેઠેલા કુખ્યાત સીએચએની સામે કાર્યવાહી મોટી અને ઐતીહાસીક થવાની તૈયારીઓ દર્શાય છે આવામાં ખરેખર જો તે કુખ્યાતની સામે કાર્યવાહી થઈ તો તેની સાથે જ ભુજ-અંજાર અને ગાંધીધામમાં બોાયોડીઝલ કે મિક્ષ ઓઈલના આવા ગુપ્ત-પોઈન્ટની વ્યવસ્થાઓ સંભાળનારા ખાખીના અમુક બની બેઠલ અધિકારીઓ પણ ઝપ્ટે ચડી જાય તેવી વકી સેવાઈ રહી છે. આ રીતે તેલચોરીના ગુપ્ત પોઈન્ટ ચલાવનારા એ ગુપ્ત અધિકારીઓ કોણ-કોણ છે? તેને લઈને પણ આંતરીક રીતે ચર્ચાઓ તેજ બની જવા પામી છે.

Comments