ગાંધીધામમાં એસએમસીની ફરી તવાઈ : દારૂના હવાલાકાંડનો ભાંડાફોળ?
ગત રોજ બે આંગડીયા પેઢી સબંધિત બે શખ્સોને એસએમસી લઈ ગયાની ચર્ચા : લાંબી પુછતાછ બાદ કરાઈ કાર્યવાહી
રાજસ્થાન જોધપુરથી ૧ કરોડનો હવાલો પડયો હોવાનીચર્ચા : ૩ર લાખની રકમ એસએમસી રીકવર કરી લીધી : ફરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો આવી જતા સ્થાનિક ખાખીધારીઓમાં હડકંપની સ્થિતી
ગાંધીધામ : પૂૃર્વ અને પશ્ચીમ કચ્છમાં પાછલા અમુક સમયથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીઓ ત્રાટકી અને સફળ કેસો કરી રહી છે. પશ્ચીમ કચ્છમાં દારૂના મોટા ધંધાર્થીઓ પર દરોડા બોલાવ્યા, માંડવી વીસ્તારમાં જુગાર કલબ પર ત્રાટકી અને પૂર્વ કચ્છમાં સામખીયાળી વિસ્તારમાં દારૂના જથ્થા પર તાજેતરમાં જ તવાઈ બોલાવી ગઈ છે હજુ તો આ અહેવાલો સમ્યા જ નથી ત્યાં ફરીથી ગઈકાલે ગાંધીધામ વિસ્તારમાં એસએમસી ત્રાટકી ગઈ હોવાની ચકચાર સામે આવવા પામી રહી છે. આ અંગે ચર્ચાતી વિગતો અનુસાર ગત રોજ દારૂના એક કરોડના હવાલાકાંડમાં એસએમસીએ લંબાણપૂર્વકની પુછતાછ અને પડાવ નાખ્યા બાદ આંગડીયા પેઢી સલગ્ન બે શખ્સોને વધુ પુછતાછ માટે ઉઠાવી ગઈ હોવાની ચર્ચા સામે આવી રહી છે. રાજસ્થાનના જોધપુરથી એકાદ કરોડનો દારૂ પેટેનો હવાલો પડયો હોવાનુ મનાય છે. એસએમસી દ્વારા ૩ર લાખની રકમ તો રીકવર કરી લેવાઈ છે. એસએમસીના વધી ગયેલા આંટાફેરાથી સ્થાનિક પોલીસમાં હડકંપની સ્થિતી સર્જાયેલી જોવાઈ હી છે.

Comments