માંડવીના વાંઢમાં સીઝ જથ્થો પગ થતો હોવાની ગંધ : કચ્છના પૂર્વ IAS અધિકારીનું નામ હતુ ચકચારમાં
બીલાડીને દુધની ચોકી અપાય તો બીજું શું થાય!
ખાણખનિજ વિભાગ અંધારામાં કે પછી કરી રહ્યુ છે આંખમિંચામણા?
પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગ દ્વારા માંડવીના વાંઢમા દરોડો પાડી અને વાહનો-ચાર મશીનો-૧૩૦૦ ટન જેટલા લો ગ્રેડ બોસકઈટ-લેટેરાઈટ સિજ કર્યો હતો, જેમાં વાહનો પેટે ૧૬ લાખનો દંડ કરાવી મુકત કર્યા પરંતુ ખનીજનો જથ્થો સ્થળ પર જ સિઝ કરીને રખાયો હતો, જેના પૃથકરણની રાહ જોવાતી હતી, તે વચ્ચે જ હવે આ સ્થગિત કરાયેલા જથ્થામાંથી ખનીજ ઉપાડાતુ હોવાની ઉઠી છે આશંકા
વાહનો અને લો ગ્રેડ બોકસાઈટના જ્થ્થા પેટે પેનલ્ટી સ્વરૂપે ૧૬ લાખ જેટલો દંડ કરાયો હતો જે ભરી દેવાયો છે, વાહનો રીલીઝ કરી દેવાનો ઓર્ડર કરેલો છે, જથ્થો સેમ્પલ મોકલે હોવાથી સિઝ જ રાખેલો છે, જો તેમાથી માલ ઉપડતો હોય તો એ ગેરકાયદેસર છે, ચોકકસથી તપાસ કરાવીશુ : શ્રી દેવેન્દ્ર બારીયા( સિનિયર ભુસ્તરશાસ્ત્રી, ખાણખનિજ વીભાગ)
ગાંધીધામ : કચ્છમાંખનિજ ચોરી કરનારા ફાટીને ધુમાડે જવા પામી ગયા છે. અનેકવીધ વખત ખનીજમાફીયાઓ પર કાર્યવાહી કરવામા આવતી હોવાનો દાવો થાય છે પરંતુ આ ખનીજ ચોરો સિજ કરાયેલ વાહનો કે જથ્થાઓ પણ એજન્સીઓના હાથમાથી છીનવીને લઈ ગયા હોવાની ફરીયાદો પોલીસ મથકે પહોચી જવા પામી ચૂકી છે. દરમ્યાન જ માંડવીના વાંઢ વિસ્તારમાં પણ તાજેતરમા જ ખાણખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ ખનીજની સામે કાર્યવાહી કરાઈ હતી જેમાં વાહનો-મશીનો અને ૧૩૦૦ ટન જેટલા અંદાજીત લો ગ્રેડ બોકસાઈડનો જથ્થો સ્થળ પર જ પકડી અને સીઝ કરાયો હતો. જેમાં વાહનો-મશીનો પર દંડ કરી અને તેને મુકત કરવાનો ઓર્ડર આપી દેવાયો છે પરંતુ જે ૧૩૦૦ ટન લેટરાઈટ પકડાયો છે તેનું સેમ્પલીંગ કરાયુ હાવાથી સ્થળ પર જ સીઝ કરીને રખાયુ હતુ. પરંતુ જાણકારોમાથી ઉઠતી ચર્ચા અનુસાર અહી સીઝ કરીને રાખવામા આવેલા લો ગ્રેડ બોકસાઈડના જથ્થામાંથી પણ ખનીજ ચોરો માલ ભરવાનુ શરૂ કરી દીધુ છે. અને તંત્રને યા તો તેની ખબર શુદ્ધા જ નથી અથવા તો પછી આંખ આડા કાન કરવામા આવી રહ્યા હોવાનો વર્તારો પણ ઉભો થાય છે. સરકારીતંત્રએ જે જથ્થો સીઝ કરી દીધો છે અને તેને મુકતનો ઓર્ડર નથી આપ્યો તેમ છતા પણ જો માલની હેરફેર તે ઢગલામાંથી કરવામા આવતી જ હોય તો એ કેટલુ શર્મનાક કહેવાય.! બીજીતરફ આ બાબતે પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગના સિનિયર ભુસ્તરશાસ્ત્રી દેવેન્દ્ર બારીયાને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, વાંઢ વાળા કિસ્સામાં વાહનો અને પકડાયેલા જથ્થો પેટે જ પાર્ટીને પેનલ્ટી સાથે દંડ ફટકારાયો હતો અને તે ભરપાઈ કરી દેવાયો છે. લો ગ્રેડ બોકસાઈટ દર્શાવાયુ છે તેને પૃથકરણ માટે મોકલી આપવામા આવયુ છે એટલે એ સેમ્પલનો અહેવાલ ન આવે ત્યા સુધી જથ્થો સીઝ જ રખાયો છે, તેમાથી ખનીજ હેરફેર કરી શકાય નહી, જો આમ થતુ હોય તો તે મામલે ચોકકસથી વિના વીલંબે તપાસ કરાવાવમાં આવશે તેવુ શ્રી બારીયાએ જણાવ્યુ હતુ.

Comments