અણુવ્રતી જીવનમૂલ્યોના પ્રેરણાદાયી જ્ઞાનવર્ધક કેલેન્ડર વિતરણ કરાયા
ભુજ : અણુવ્રત આંદોલન અંતર્ગત અણુવ્રત સમિતિ ભુજ દ્વારા ઈન્દ્રાબાઈ ગલ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળ માટે પ્રેરણાદાયી જ્ઞાનવર્ધક કેલેન્ડર વિતરિત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું કે, અણુવ્રત જીવનશૈલીમાં નૈતિકતા, અહિંસા,વ્યસનમુક્તિ અને સાદગી જેવા મૂલ્યોને પ્રાથમિકતા આપવામાં આવે છે.
આ પ્રસંગે શાળાને ભેટરૂપે અણુવ્રતના ૧૧ નિયમોને પિક્ચર સ્વરૂપે સમજાવતું કેલેન્ડર આપવામાં આવ્યું હતું, જેમાં અણુવ્રતના અગિયાર નિયમો સરળ ભાષામાં તેમજ ચિત્રસહિત રજૂ કરાયેલા છે. સમિતિના ઉપાધ્યક્ષા ભારતીબહેન શાહે કહ્યું હતું કે, આંદોલન સફળ ત્યારે જ બને જ્યારે સંસ્કાર બાળકપણથી જ આપવામાં આવે. આજે જે વિદ્યાર્થી નૈતિક મૂલ્યો પ્રાપ્ત કરશે, તે આવતીકાલે સજાગ નાગરિક બનશે.
આ કાર્યક્રમમાં ધારા રૂતુલ શાહ, ખુશાલી વિકાસ શાહ, ભૂમી ધરણ કુબડીયા સહિત અણુવ્રત સમિતિના સભ્યોએ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યાએે કેલેન્ડરનો સ્વીકાર કર્યો હતો. શાળાના પ્રિન્સિપાલ ભૂમિકાબેન ગઢવી અને શિક્ષકમંડળે સમિતિના કાર્યક્રમની સરાહના કરી તથા આવાં કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
---------

Comments