લખપતમાં સીએમ ગૌમાતા પોષણ સબસીડી ચાંઉ કાંડ મા ગાંધીનગર કક્ષાએથી તવાઈના ભણકારા : ભ્રષ્ટતત્વોમાં સોંપો
સી.સ.સસસસ..કોઈને કહેતા નહી..!
અગાઉ જિલ્લાકક્ષાની સમીતીના રીપોર્ટને નજર અંદાજ કરી અને તાલુકાકક્ષાની કમટીએ રપ લાખથી વધુની રકમ ચુકવ્યા સબબ ગાંધીનગરની ત્રણ સભ્યોની ટુકડીનો તપાસ અહવાલ સરકાર સમક્ષ પેશ : ગુજરાત ગૌશાળા વિકાસ બોર્ડ દ્વરા ટુંકમાં જ ધાક બેસાડતા પગલા લેવાના વછુટી શકે છે આદેશ
ગાંધીનગરકક્ષાની લખપત આવેલી કમીટીએ પણ અહેવાલ નેગેટીવ જ સોપ્યો હોવાનો વર્તારો : કમિટી સ્પષ્ટ કહ્યુ છે કે, સબંધિત બન્ને પાંજરાપોળ-ગૌશાળાની માન્યતા રદ થવા પાત્ર છે, રીકરવી રકમ વસુલાત કરવી ઘટે અને જેમના રીપોર્ટથી લાખોની રકમ ચુકવાઈ ગઈ, તેવા સરકારી લાપરવાહ બાબુઓ સામે પણ ખાતાકીય તપાસ લેવાની કરાઈ ભલામણ
હવે વરસાદ સારો થઈ ગયો છે, ઢોરો જંગલમાં જ રાખીએ છીએ, ગૌશાળામાં રાખવાની જરૂર નથી, તથા હવે પછીના હપ્તાની મને જરૂર નથી, આવી એકાએક જ સુફીયાણો વાતો કરનારઓ પર લાખોની વસુલાતનો કોરડો વિંજાવવાની તૈયારી : પાંજરાપોળ મંજુર કરી હોય તો તેના નીતી-નિયમો છે, તે ગૌશાળાના ટ્રસ્ટી અનુસાર નિર્ણયો ન લેવાય, વરસાદ પડયો કે નહી,સબસીડીની રકમ લીધી એટલે ઢોરો ગોશાળામાં હોવા જ જોઈએ ફરીજીયાત, ઉપરાંત માળખાગત સુવીધાઓ પણ તે અનુસારની રહેવી જ ઘટે, જે ગાંધીનગરની ટીમની તપાસમાં કંઈ જ જોવા ન મળ્યાની છે ચકચાર
ગાંધીધામ : કચ્છના છેવાડાના લખપત વિસ્તારમાં સીએમ ગૌમાતા પોષણ સબસીડી યોજનામાં કયાંક ને કયાંક ગેરરીતી આચરાઈ હોવાની આશંકાઓ વર્તાવવા પામી રહી હતી તેને હવે ગાંધીનગર પશુપાલન વિભાગના ત્રણ જેટલા ઉચ્ચ અધિકારીઓની ટીમોએ તપાસ રૂબરૂ આવીને કરી જતા પરોક્ષ રીતે ન માત્ર સમર્થન જ મળવા પામી રહ્યુ છે બલ્કે, આ પ્રકરણમાં વધુ ખુલાસાઓ થવાની પણ સંભાવનાઓ સેવાઈ રહી છે.
વાત સહેજ વિગતે કરીએ તો લખપતમાં બે જેટલી ગૌશાળાઓને આ યોજનાનો લાભ આપવા પાત્ર થતો નથી તેવો અહેવાલ ફેબ્રુઆરીમાં જિલ્લા કક્ષાની કમીટી દ્વારા આપવામા આવ્યો હતો, તેમ છતા પણ તાલુકા કક્ષાની કમીટીએ આ ગૌશાળાઓને અગાઉના રીપોર્ટને નજરઅંદાજ કરીને રપ લાખથી વધુની સબસીડીની રકમ ચુકવી દીધી હોવાની વાત સપાટી પર આવતા જાગૃત લોકોએ આ બાબતે સ્થાનિકે તંત્રને ધ્યાન દોર્યુ હતુ, સથાનિકે આ રીતની કાર્યવાહીની કોઈ જ સચોટ પ્રતિક્રીયાઓ આપવાના બદલે ખુદ જિલ્લાકક્ષાએથી સ્થળ નિરિક્ષણ કર્યુ છે તેવુ દર્શાવવા માટે લખપત દોડી ગયા અને ત્યાં તાલપત્રીના હંગામી શેડ ઉભા કરી અને બધુ જ હયાત હોવાનુ દર્શાવી દીધુ હતુ પરંતુ મજાની અને ચોંકાવનારી વાત એ બની કે, આ ફરીયાદ ગાંધીનગર પશુપાલન મંત્રી રાઘવજીભાઈના વિભાગ સુધી પહોચતા તેઓએ ક્ષણવારનો પણ વિલંબ કર્યા વિના ત્રણ ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવી અને ગુપચુપ આ ટીમોને કચ્છના લખપતમાં સ્થળ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, અને આ કમીટીના ત્રણ અધિકારીઓએ પણ જયારે લખપતની સરપ્રાઇજ મુલાકાત જિલ્લાની ટુકડીના બે દીવસ બાદ જ લીધી તો તેઓને સ્થળ પર ન તો ઢોર જોવા મળ્યા, ન કોઈ માળખુ દેખાવવા પામયુ..! એટલે સ્થાનિકે સીએમ ગૌમાતા પોષણ યોજનાની સબસીડીમાં કયાંક ને કયાંક જવાબદારો પણ ભ્રષ્ટ ઉદાશીનતા દાખવતા હોય તેવુ ચિત્ર ઉપસી આવ્યુ હોવાનુ સામે આવી રહ્યુ છે. કહેવાય છે કે, આ ત્રણ સભ્યોની સમીતીએ ગાંધીનગરમાં ગુજરાત ગૌશાળા વિકાસ બોર્ડ સમક્ષ અહેવાલ રજુ કરી દીધો છે અને તેમાં આ સબંધિત
ગૌશાળાઓની માન્યતાઓ રદ કરવી, તથા ચુકવાયેલી સબસીડી મામેલે પણ ધોરણસરની કાર્યવાહી થવાની ભલામણ કરતો અહેવાલ આપ્યો હોવાનુ ચર્ચાય છે. હવે આ સબબ કોઈ પણ સમયે કચ્છના પ્રશાસન પર કાર્યવાહી થવાનો આદેશ સરકાર તબક્કેથી વછુટી શકે તેમ પણ મનાઈ રહ્યુ છે. ગાંધીનગર કક્ષાની સમીતીના અહેવાલ બાદ જિલ્લાકક્ષાએ આ રીતે સબસીડીના ચુકવણા કરનારાઓ તથા તેને સીધા કે પરોક્ષ રીતે છાવરનારા તત્વો પણ કયાંક ને કયાંક બચાવ માટે દાડેધામ કરી રહ્યા છે. જો કે, આ રીતે ગૌમાતા પોષણ યોજનાની સબસીડીમાં તો ગૌશાળાની માન્યતા રદ કરવી, ચૂકવાયેલી રકમ પેનલ્ટીની રકમ સાથે વસુલાત કરવી તથા સરકારીરાહે પણ બેદરકારી દાખવનારા અને જેમના રીપોર્ટ અહેવાલથી આ પ્રકારની લાખોની સહાય ચુકાઈ જવા પામી છે તેમની સામે પણ ધોરણસરના ખાતાકીય પગલાઓ લેવા સહિતના આદેશો વછુટી જાય તો પણ હવે નવી નવાઈ નહી કહેવાય.

Comments