Trending News
સ્થાનિક સમાચાર

- તો ગાંધીધામ સમીપે ખાનગી  CSF માં ખજુર-રોકસોલ્ટના ૧૦ વધુ કન્ટેઈનરમાં કન્ટ્રી ઓફ ઓરીજીનનું કૌભાંડ ઝડપાશે.!

04 August

કસ્ટમ DRI  સહિતની એજન્સી સંકલનભરી કરે જીણવટભરી તપાસ



જો ઓપરેશન સિંદુરના સમયકાળ બાદ આ કન્ટેઈનર કન્ટ્રી ઓફ ઓરીજીનના કૌભાંડ આચરીને આવ્યા હોય તો તો આ કેસમાં દેશદ્રોહનો જ લગાડવો જેાઈએ ગુનો, કારણ કે પુલવામાં હુમલા બાદ ડાયરેકટર ટ્રેડ ભારતે પાકીસ્તાનથી બંધ કરી દીધો હતો, પરંતુ ઓપેરશન સિંદુર બાદ તો ઈનડાયરેકટર ટ્રેડ પણ બંધ કરી દીધો હોવાનુ જગજાહેર છે, તેમ છતા આ કન્ટેઈનરો ભારતમાં ગાંધીધામ સુધી પહોચી આવ્યા છે, એટલે તેના પાછળના સુત્રધારોને શોધી અને રાષ્ટ્રદ્રોહની જ કલમો તળે તેમાં કરવી જોઈએ લાલઆંખ

દુબઈ બેઠેલ મનિષ જૈન ફરી મિસડીકલેરેશન કૌભાંડો આદરવા લાગ્યો : મુંદરા-કંડલા સહિતના બંદરો પર દુબઈમાં બેઠા બેઠા જ ડયુટીચોરી યુકત આઈટમો મોકલતા મનીશનો ગાંધીધામનો કયો જુનો સાગરીત ફરી આવ્યો મેદાનમાં? કાળા મરી વખતે મનીષની સાથે સંકળાયેલ જુનો જોગી પુનઃ હથકંડાઓ અજમાવતો નથી ને?

પાકીસ્તાનથી રવાના થયેલ ખજુર-રોકસોલ્ટને દુબઈથી મોકલ્યાનું દર્શાવી અને ૧પ૦ ટકાથી વધુની ડયુટીનો ભારત સરકારને ધુમ્બો ફટકારનાર ટોળકી પર અત્યારથી જ કસો કમર : આઠથી દસ કન્ટેઈનરો અટકાવાય તો પાઈપલાઈનમાં રહેલા આપોઆપ અન્યત્ર ડાયવર્ટ થઈ જશે : પ૦થી વધુ કન્ટેઈનરો ખજુર-રોકસોલ્ટના મનીષ જૈને રવાના કરી દીધા હોવાની છે ચર્ચા


’
ગાંધીધામ : કચ્છના કંડલા અને મુંદરા બંદરો પાછલા કેટલાક સમયથી સતત ચર્ચાઓમાં રહે છે અને તેમાં પણ અહી આવી રહેલી વસ્તુઓમાં મિસડીકલેરેશન અવિરત રીતે ઝડપાઈ રહ્યા હોવાથી સતત ચર્ચાઓ થવા પામી જ રહી છે. દરમ્યાન જ જાણવા મળતી અને અંતરંગ વર્તુળામાં થતી ચર્ચાઓ મુજબ ગાંધીધામ સંકુલ સમીપે એક ખાનગી સીએફએસમાં ફરીથી રોકસોલ્ટ અને ખજુર ડ્રાય ડેટસના કન્ટેઈનરો મિસડીકલેર તો નહી પણ કનટ્રી ઓફ ઓરીજીનના કૌભાંડ આચરીને લાવેલા છે અને તે કન્ટેઈનર પાછલા અમુક સમયથી ત્યા જ પડયા હોવાની વાત સામે આવી રહી છે. 
જાણકારોની વાત માનીએ તો પાકીસ્તાન પર ભારે ડયુટીનો ભારે ભરખમ હથોડો જીંકી દીધો હોવાથી ત્યાંથી આવતી વસ્તુઓને અન્ય દેશમાંથી આયાત કરેલી દર્શાવી અને ડયુટીની મોટી ચોરી અમુક તત્વો કરતા રહેતા હોય છે. તે પૈકીનો એક મનીષ જૈન નામનો શખ્સ પણ છે જે દુબઈ બેઠો છે. કચ્છમાં ખાસ કરીને ગાંધીધમામાં આ મનીષ જૈનના અફઘાનીસ્તાનથી કાળા મરી રવાના કર્યાનો કેસ ખુબજ હોટાટોપીક બની જવા પામ્યો હતો. હવે ફરીથી મનીષ જૈન દ્વારા જ ખજુબ અને રોકસોલ્ટના કન્ટેઈનરોને કન્ટ્રી ઓફ ઓરીજીન ખોટા દેખાડીને ઘુસાડાવાના પ્રયાસો થયા હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, ખરેખર પાકીસ્તાનથી રવાના થયેલા ખજુર અને રોકસોલ્ટને દુબઈથી નીકળ્યાનુ દર્શાવી અને ડયુટીફેરનો તગડો લાભ ચાંઉ કરી ને દાણચોરીયુકત આ કન્ટેઈનરગાંધીધામ સમીપે એક ખાનગી સીએફસમાં પડયા છે. આઠથી દસ જેટલા કન્ટેઈનરો એકાદ માસથી અહી પડયા હોવાનુ મનાઈ રહ્યું છે. 
જાણકારો કહી રહ્યા છે કે, પુલવામાં હુમલા બાદ  ભારત સરકાર દ્વારા પાકીસ્તાન સાથે ડાયરેકટર ટ્રેડ રદ કરી દેવાયો હતો અને પાકીસ્તાનથી આવતી વસ્તુઓ પર ર૦૦ ટકા જેવી અધધ ડયુટી લગાડી દીધી હતી એટલે તેની આર્થિક કમર ભાંગી શકે, પરંતુ ઓપેરેશન સિંદુર બાદ તો ભારત દ્વારા પાકીસ્તાનની સાથે ઈન્ડાયરેકટર ટ્રેડ પણ અટકાવી જ દેવાયો છે અને તે સૌ કોઈ જાણી રહ્યુ છે. તેમ છતા પણ આ કન્ટેઈનરો ગાંધીધામમાં પાકીસ્તાનથી નીકળી અને ખાનગી સીએફએસ સુધી પહોચી ગયા હોય તો આ પ્રકરણની પાછળ જે કોઈ પણની ભુમિકાઓ સામે આવે તેમની સામે રાષ્ટ્રદ્રોહની કલમ તળે જ ગુનો દાખલ કરી અને ધાક બેસાડતી લાલઆંખ કરવી જોઈએ. જો કે જાણકારો દ્વારા સવાલ એ પણ થાય છે કે, દુબઈ બેઠેલા મનીષ જૈનને ગાંધીધામ-કચ્છમાં બધુ સંભાળી લેનારો સાગરીત કોણ મળી ગયો? શું કાળા મરીમાં બહુચર્ચિત રહેલ મનીષ જૈનનો ગાંધીધામનો સાગરીત ફરીથી આ જ બધા કાંડો રચવામાં સક્રીય બની ગયો છે કે કેમ? તેવા સવાલો પણ ઉભા થવા પામી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM