Trending News
સ્થાનિક સમાચાર

વડાલાની કંપનીમાં ભઠ્ઠીમાંથી સળગતા કોલસા મજૂર પર પડતાં મોત 

03 August


શિણાયમાં યુવાને આપઘાત કરી લીધો 

ભુજ : મુંદરા તાલુકાના વડાલામાં આવેલી કંપનીમાં કરૂણ બનાવ સામે આવ્યો હતો, જેમાં ભઠ્ઠીમાંથી સળગતા કોલસા મજૂર પર પડતાં મોત થયું હતું. જયારે શિણાયમાં યુવાને આપઘાત કરી લીધો હતો. આ બાબતે મુંદરા મરીન પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગત રરમી જુલાઈના આ બનાવ સામે આવ્યો હતો. વડાલા ખાતે આવેલ નિલકંઠ કંપનીમાં બનાવ બન્યો હતો. મૂળ બિહાર અને કંપનીની લેબર કોલોનીમાં રહેતા ૩૬ વર્ષિય પિન્ટુકુમાર છોટેલાલ રિખીયાસન કંપનીમાં કામ કરતા હતા. તેઓ ભઠ્ઠીમાં કોલસો નાખવાનું કામ કરતા હતા, ત્યારે ભઠ્ઠીમાંથી છુટા છવાયા ગરમ પદાર્થો શરીરના પાછળના ભાગે પડતાં આકસ્મિક રીતે દાઝી જવાથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર દરમિયાના એક ઓગસ્ટના મોત થયું હતું. જેથી મુંદરા મરીન પોલીસે એડી દાખલ કરી હતી. આ તરફ ગાંધીધામ તાલુકાના શિણાય ગામની સીમમાં સુનિલભાઈ સોરઠિયાની વાડીમાં ૩૭ વર્ષિય ગોવિંદભાઈ મેઘાભાઈ મકવાણાએ કોઈ અગમ્ય કારણોસર વાડીના મકાનમાં આવેલી ઓરડીમાં લોખંડની એંગલમાં ફાંસો ખાઈને મોતને વ્હાલુ કરી લેતાં આદિપુર પોલીસે એડી દાખલ કરી હતી. 

 

Comments

COMMENT / REPLY FROM