Trending News
સ્થાનિક સમાચાર

હવે ખેડોઈની હોટલમાં હેરોઈન વેચાણની પ્રવૃતિ પકડાઈ : ૭.૧પ લાખના ડ્રગ્સ સાથે સંચાલક ઝડપાયો

03 August



હેરોઈનનું કનેકશન તરનતારન જિલ્લા સાથે જોડાયું : હોટલમાં ભોજનની આડમાં વેચાતા માદક પદાર્થ સામે પોલીસની વધુ એક કાર્યવાહી 


ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં આવેલી હાઈવે હોટલોમાં ખાસ કરીને પંજાબથી એમ.ડી, હેરોઈન, કોકેઈન સહિતના ડ્રગ્સ સપ્લાય થતા હોવાના મામલા સામે આવે છે. જયારે ઝુપડપટી અને શ્રમિક વિસ્તારોમાં ઓરિસ્સા અને બિહાર કનેકશનથી ગાંજો આવતો હોવાનું અગાઉ પોલીસે કરેલી કાર્યવાહી પરથી સ્પષ્ટ થઈ ચુકયું છે. ખેડોઈ હાઈવે પર આવેલી હોટલમાં હેરોઈન વેચાતું હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ૭.૧પ લાખનું હેરોઈન ઝડપાયું હતું. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડા સાગર બાગમાર દ્વારા જિલ્લામાં ડ્રગ્સ નાબુદી માટેની આપવામાં આવેલી ઝુબેશ અંતર્ગત એસઓજીએ બાતમીના આધારે મુંદરાથી અંજાર જતા હાઈવે રોડ પર ખેડોઈ સીમમાં આવેલી માન કંપની સામે મઝૈલ ૩૮ વાલે નામની હોટલમાં દરોડો પાડ્યો હતો. જેમાં સંચાલક પંજાબના તરનતારણ જિલ્લાનો સમસેરસિંઘ ઉર્ફે લવપ્રીતસિંઘ બવાસિંઘ ઉર્ફે કવલસિંઘ જાટ પકડાયો હતો. તેના કબ્જામાંથી ૭.૧પ લાખની કિંમતનું ૧૪.૩૦ ગ્રામ હેરોઈન પકડાયું હતું. આ ઉપરાંત રપ હજારના ત્રણ મોબાઈલ, રોકડા રૂપિયા અને વજન કાંટા સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પુછપરછ દરમિયાન તરનતારન જિલ્લાના શેરાવીર નામના શખ્સ પાસેથી માલ લીધો હોવાની કબૂલાત આપવામાં આવી હતી. હાલ અંજાર પોલીસમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઈ ડી.ડી. ઝાલા અને એસઓજીનો સ્ટાફ જોડાયો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM