Trending News
સ્થાનિક સમાચાર

લખપતના મુધાન પાસે માટી ચોરીનો પર્દાફાશ : બે હિટાચી મશીન સિઝ કરાયા

03 August

પશ્ચિમ કચ્છ ખાણખનિજ વિભાગની ટીમનો સપાટો





રોડ બનાવવાના કામમા આસપાસ માથી મોટા પ્રમાણમા સાદી માટીનો આડેધડ કરાઈ ચોરી


બે હિટાચી મશીન સિજ કરાયા છે, સાદી માટી આસપાસમાથી ઉપાડાવી છે, માપણી સહિતની કામગીરી ચાલુમા છે : શ્રી દેવેન્દ્ર બારીયા



ગાંધીધામ : કચ્છના પેટાળામા ખનીજનો મોટો જથ્થો ધરબાયેલો પડયો છે અને તેમાથી સરકારને થવા પાત્ર આવકના પ્રમાણમા અનેકધણી ખનીજચોરી રોયલ્ટી ચોરીને અજામ આપવામા આવી રહ્યો હોવાની ઘટનાઓ બનવા પામી રહી છે. દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર કચ્છના સરહદી છેવાડાના લખપત વિસ્તારમા સાદી માટી ચોરીનો પર્દાફાશ થવા પામી ગયો છે.
આ મામલે મળતી વધુ વિગતો અનુસાર પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગની ટુકડી દ્વારા લખપતના મુધાન વિસ્તારમાં બે રોજ પહેલા બાતમીના આધારે તપાસ કરવામા આવતા ત્યાથી મોટા પ્રમાણમા સાદી રેતી ચોરી કરવામા આવી હોવાનુ સામે આવવા પામી ગયુ છે.
આ અંગે સિનિયર ભુસ્તરશાસ્ત્રી શ્રી દેવેન્દ્ર બારીયાની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, અમારી ટીમે લખપતના મુધાનમા તપાસ કરી હતી અને ત્યાથી રોડ બનાવતી પેઢીએ આસપાસમાથી સાદી માટીની ચોરી કરી હોવાનુ જણાય છે. આ વિસ્તારમા આસપાસમા ખાડાઓ જોવા મળી આવ્યા છે. સ્થળ પર બે મોટા હિટાચી મશીન સિજ કરી લેવાયા છે. આગળની કાર્યવાહી ચાલી રહી છે. માપણી સીટ તૈયાર થયા બાદ કેટલા પ્રમાણમા સાદી માટીની ચોરી કરી છે તે અંગેની વિગતો સામે આવી શકશે તેમ 
જણાવાયુ છે. 




..................

કચ્છમાં રોડ બનાવતી કંપનીઓને ખનીજચોરીની છુટજ છે કે શું? 
જી આર ઈન્ફ્રાના પણ ખુલ્યા છે કાંડ.



ગાંધીધામ : કચ્છમા રોડ રસ્તાઓના કામો મોટા પ્રમાણમા ચાલી રહ્યા છે. સરકાર દ્વારા આ જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે અને ટ્રાન્સપોર્ટેશન સહિતના મામલે શિરમોર બનાવવાના પ્રયાસોહાથ ધરવામા આવી રહ્યા છે ત્યારે આ રોડ રસ્તાઓના કામ કરનારાઓ આસપાસમાથી મોટા પ્રમાણમા ખનીજચોરી આદરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાય છે. અંજારના ભીમાસરથી ભુજ સુધી બની રહેલા રસ્તામા પણ અગાઉ કરોડોની ખનીજચોરી થતા તાજેતરમા જ એકાદ કરોડની ખનીજચોરીની પેનલ્ટીનો કેસ સુનાવણી તબક્કે જ ચાલી રહ્યો છે તે વચ્ચે જ હવે લખપતના મુધાન પાસે પણ રેાડ બનાવનારાઓએ આસપાસમાથી આડેધડ રેતી ઉપાડી 
હોવાનુ ખુલ્યુ છે.

 

Comments

COMMENT / REPLY FROM