Trending News
સ્થાનિક સમાચાર

નલીયામાં વિદેશી કોલસાકાંડમાં રહસ્યના આટ્ટાપટ્ટા : તપાસ થાય તો પૂર્વ કચ્છના કોલસાચોરો થાય બેનકાબ!

03 August



ડ્રાયવરે આપેલી કેફિયત અનુસાર ભુરા નામના શખ્સના કહેવાથી વિદેશી કોલસામાં હેરફેર કરી જ હોય તો આ વાડામાં ત્રાટકો, નામ-ઠામ બધુ જ મળી જશે? જે કંપનીમાં માલ જતો હતો તેને પુછો, કયા ટ્રાન્સપોર્ટરને ઠેકો અપાયેલો હતો? બધુ જ સામે આવી જાય તેમ છે?

ઝડપાયેલા ડ્રાયવરે આપેલી કેફિયત ચોંકાવનારી : ગાંધીધામમાં તેના શેઠ ભુરા રબારીએ વાડામાં લાવી અને કોલસાની હેરફેરનું જણાવ્યાની આપી દીધી છે કબુલાત : ગાંધીધામમાં આ ભુરો કોણ છે? તેની ઉંડાણપુર્વકની કડક છાનબીન હાથ ધરવામા આવશે તો કેવી રીતે, કયાં-કયા, અને અગાઉ કેટકેટલીવાર આ રીતે વિદેશી કોલસાની ગુણવત્તામાં હેરફેર કરાઈ છે તે સહિતના થાય મોટા ખુલાસા : જાણકારોની લાલબત્તી

તપાસ અમને સોપાઈ છે, નોટીસ બજવવા સહિતની કાર્યવાહી કરીશુ, જે કોઈ પણ તેમાં સંડોવાયેલા હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે : શ્રી ઝાલા(પીઆઈ નલીયા)

ખોટલે મોટી ખોટ : વિદેશી કોલસાની હેરફેર દરમ્યાન વાડાઓ બનાવી અને ચોરી કરી લેવાથી મુળ કોલસો મંગાવનાર અને મોકલનાર પાર્ટીની વચ્ચે થાય છે ખોટેખોટા ઘર્ષણ : સેમ્પલ અનુસારનો જ માલ વિદેશથી મોકલાય છે, પરંતુ તે કંડલા બંદરે ઉતર્યા બાદ વાહન મારફતે પરિવહન કરતી વખતે વચ્ચેના માર્ગમાંજ વાડાઓમાં ચોરી કે ગુણવત્તા ફેરફારો કરી દેવાય છે, એટલે મોકલાવનાર અને મંગાવનાર બન્ને સાચા હોવા છતા વચેટીયા કોલસા ચોર તત્વોની ટોળકીના લીધે થતા ડખ્ખાઓથી કંડલા બાજુ વિદેશી કેાલ મંગાવનારા વેપારીઓ હવે મોઢું ફેરવતા થઈ રહ્યા હોવાનો દેખાય છે વર્તારો

ભારતનગરવાસીઓ જાગો, મોટાપેટવાળા બની બેઠેલા અધિકારીઓની સામે ફોજદારી કાર્યવાહી થવા અવાજ ઉઠાવો, નહી તો આગામી ચોમાસા દરમ્યાન હજુય વધારે જળભરાવ-જળબંબાકારની સ્થિતીનો સામનો કરવા રહો તૈયાર : ભારે ઝાપ્ટાસ્વરૂપે વરસાદી હેલીમાં ભારતનગર વરસાદી પાણી અને સમસ્યાઓથી નર્કાગારમાં ફેરવાઈ ગયું છે...

ગાંધીધામ સંકુલમાં રાકેશ-મુકેશ-રોકી-દીપેન-નીખીલ જેવા કોલસાચોરીમાં રહ્યા છે બહુચર્ચિત : અબડાસાકાંડમાં કયાંક આ જ ટોળકીનો હાથ તો નથી ન? : જાણકારોમાથી ઉઠતા સવાલો : પૂર્વ કચ્છમાં એસપીશ્રી સાગર બાગમાર કડક હોવાથી આ ગેગ સુરેન્દ્રનગર-મોરબી પટ્ટામાં નાખ્યો હતો પડાવ, ત્યાં પણ પોલીસે ધોક્કો પછાડતા ફરીથી આ કોલસાચોર ટોળકીએ હવે અબડાસા બાજુ તો ગાપટાનો પ્રયાસ કર્યો અને ઝડપાઈ જવા પામ્યા એવુ તો નથી ને? : થોડા સમય પહેલા જ ભચાઉ-સામખીયાળી હાઈવે પર પણ સ્ટેટ મોનીટરીંગ સેલે કોલસાના વાડા પર સફળ દરોડો પાડયો હતો, તો વળી મોરબીના કોલસાકાંડમાં પણ રોકી-નીખીલ-ગુપ્તાનામના શખ્સ આણી ગેગનું નામ આવ્યું જ હતુ સપાટી પર



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં વિદેશી કોલસાની ભેળસેળનું આયોજનબદ્ધ કૌભાંડ સમયાંતરે ચર્ચામાં આવતુ જ રહેતુ હોય છે દરમ્યાન જ ફરીથી આવુ જ એક વિદેશીકોલસાની હેરફેરનુ પ્રકરણ પશ્ચીમ કચ્છ પોલીસે ઝડપી પાડય છે જેનો રેલો ગાંધીધામ સુધી લંબાતો જોવા મળી આવ્યો હેાવાની ચર્ચાઓ તેજ બની જવા પામી છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો પશ્ચીમ કચ્છ એલસીબીએ તાજેતરમાં જ અબડાસામાંથી વિદેશી કોલસાની હેરફેર સાથે એક વાહન અને ડ્રાયવરને પકડી પાડયો છે. કચ્છ લોકલ ક્રાઈમની ટીમ નલિયા પાસે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે શિવ પેટ્રોલ પંપ પાસે શંકાના આધારે આયાતી કોલસો ભરીને માંડવી બાજુથી આવી રહેલું એક ટ્રેલર અટકાવીને ચેક કરેલું. પ્રાથમિક તબક્કે જ ટ્રેલરમાંથી ઉત્તમ ગુણવત્તાનો ઈમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ તેમાં હલકી ગુણવત્તાનો કોલસો નાખી હેરફેર કરવામાં આવી હોવાનુ સામે આવવા પામ્યુ છે અને હવે આગળની તપાસ ચલાવાઈ રહી છે. ત્યારે આ પ્રકરણમાં રહસ્યમય આટ્ટાપાટ્ટા પણ સર્જાતા હોવાનુ જાણકારો માની રહ્યા છે. કહેવાઈ રહ્યુ છે કે, સમગ્ર પ્રકરણમાં વિવિધ સવાલો ઉભા થવા પામી રહ્યા છે.
 પશ્ચીમ કચ્છ એલસીબીએ કાર્યવાહી કરી અને નલીયાને તપાસ સોપી છે ત્યારે જે ડ્રાયવર પકડાયો છે તે પોતાના શેઠનું નામ અધુરૂ જણાવી રહ્યો છે? તેની પાસે પુરૂ નામ કેમ નથી? તેને સ્થળ અને સરનામા પણ ખબર ન હોવાનુ કહેવાય છે. હવે આ પ્રકરણની તપાસ સમગ્ર કૌભાંડના મુળીયા ઉલેચવાની દીશામાં કઈ રીતે આગળ વધશે? તે જ અહી સવાલ બની રહ્યો છે. અન્ય જિલ્લામાં કાર્યવાહી માટે જવાની મંજુરીઓ મેળવી અને વિના વિલંબે જે વાડામાં ડ્રાયવર વાહન લઈ ગયો હતો ત્યા તપાસનીશોએ પહોચી અને કોના ઈશારે, અગાઉ કેટકેટલી વખત, આ રીતે કોલસાની ગુણવત્તામાં ફેરફારો કરવામા આવ્યા છે, કયાં કયા આ રીતે વિદેશી ઉચ્ચ ગુણવત્તાનો કોલાસે સપ્લાય કરવામા આવી રહ્યો છે, ચોરાઉ કોલસો આ રીતે ખરીદનારા વેપારીઓ કોણ છે? કાચી ભુક્કી અને હલકી ગુણવત્તાનો કોલસો જે ભેળવી દેવાયો તે સંગ્રહ કરવામા કયા આવતો હતો? ડ્રાયવરે પોતાના શેઠ તરીકે દર્શાવેલા ભુરાભાઈ ઉપરાત આ કોલસાચોરી કૌભાંડમાં કોણ કોણ ભળેલા છે? તે સહિતના મામલે ઘનિષ્ઠ તપાસ થાય તે ઈચ્છનીય છે. બીજીતરફ આ બાબતે નલીયા પીઆઈશ્રી ઝાલાની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે એલસીબીએ કાર્યવાહી કરી છે, હવે તપાસ અમને સોપાઈ છે, આગળની જીણવટભરી તપાસ  કરીશુ, 
ડ્રાયવર જેનુ નામ આપી રહ્યો છે તેને નેાટીસ પાઠવવા સહિતની કાર્યવાહી હાથ ધરાશે, સમગ્ર પ્રકરણમાં જે કંઈ સામે આવશે તેમાં કાયદેસરની જ કાર્યવાહી કરવામા 
આવશે તેવુ શ્રી ઝાલાએ જણાવ્યુ હતુ.



..............


ઝડપાયેલા શખ્સના ફોનના કોલ ડીટેલ્સની કરો ચકાસણી


ગાંધીધામ : અબડાસામાં પશ્ચીમ કચ્છ પોલીસ દ્વારા વિદેશી કોલસાની ગેરકાયદેસર હેરફેરનો ખુલાસો કરવામા આવ્યો છે. આ પ્રકરણનો રેલો ગાંધીધામ સુધી લંબાવવા પામ્યો છે. ડ્રાયવરે કબુલ્યુ છે કે તેના શેઠ ભુરાભાઈએ કોલસામા હેરફેર કરવાનુ હોવાથી વાહન વાડામાં લઈ જવાનુ કહ્યુ છે. હવે આ ડ્રાયવરને માલિકનુ નામ પુરૂ ખબર ન હોવાની વાત સપાટી પર આવવા પામી રહી છે. તેને સરનામુ પણ ખબર નથી તેવુ પ્રાથમીક સમયે બહાર આવ્યુ છે. આવામાં તજજ્ઞો કહી રહયા છે કે, ઝડપાયેલા શખ્સના ફોન કોલ્સ ડીટેઈલની ચકાસણી કરો, તેણે કોની કોની સાથે વાતચીત કરી છે, તેના સીજીઆર ડેટા મેળવો અને તેમાં ભુરાભાઈના કયા કયા દીશા નિર્દેશો અપાયેલા છે? અથવા તો એ સિવાય કોની કોની સાથે શું વાતચીત થવા પામી છે? તે માહીતીઓ અંકે કરવામા આવશે તો પણ ઘણું બધુ બહાર આવી શકે તેમ મનાય છે. 

Comments

COMMENT / REPLY FROM