ગુજરાતના ૧૧૮ પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશંસનીય સેવા માટે મેડલ એનાયત
ગાંધીનગર કરાઇ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ યોજાયો : કચ્છ એસીબી ડીવાયએસપી અને રાજકોટ એકમના ઈન્ચાર્જ ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ ગોહિલ ચંદ્રકથી નવાજવામાં આવ્યા
ગાંધીધામ : રાજ્યના ૧૧૮ પોલીસ અધિકારી, કર્મચારીઓને તેમની પ્રશંસનીય સેવા માટે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં કચ્છ એસીબીના ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર કરાઇ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની સુરક્ષા કરતા કર્મીઓને સાહસિક સેવાનો સમુચિત સન્માન કરવાના ગૌરવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અને ગુજરાત પોલીસના જાંબાઝ ફરજનિષ્ઠ કર્મયોગીને ગુજરાતનું શૌર્ય ગણાવ્યું હતું તેમજ રાજયમાં શાંતિ અને સલામતીના વાતાવરણનો યશ પોલીસ તંત્રને ફાળે જાય છે. સમૃધ્ધ ગુજરાત, સુરક્ષિત ગુજરાત નિર્માણમાં ગુજરાત પોલીસની ભૂમિકા રહેલી છે.
કચ્છ એસીબી ડીવાયએસપી અને રાજકોટ એકમના ઈન્ચાર્જ ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ ગોહિલને તેઓની કામગીરીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ગુજરાત રાજ્ય પોલીસ વડા સહિતનાઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામા ંઆવ્યો હતો.
----

Comments