Trending News
સ્થાનિક સમાચાર

રાપર તાલુકા ના હમીરપર ના વતની આર્મી જવાન નિવૃત્ત થતા રાપર મા સન્માન કરવામાં આવ્યું

02 August


રાપર : વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વસવાટ કરતા વાળંદ સમાજ ના ગૌરવ એવા દિલીપ કુમાર વેલજીભાઈ ભાટીયા  હમીરપર મોટી .રાપર ૨૧ વર્ષ ભારતીય સેના ઈન્ડિયન આર્મી માંથી સેવા નિવૃત થઈને માદરે વતન આવતા શહેર ના નગાસર તળાવ ખાતે ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા વાસુદેવ જોશી અરવિંદ ભાટીયા કાનાભાઈ ગોહીલ હમીરજી સોઢા ભરત રાજપૂત વિનુભાઇ થાનકી સહિત ના આગેવાનો તથા સમસ્ત વાળંદ સમાજ ના ભાઈઓ તથા રાપર શહેર ના આગેવાનો એ લશ્કર મા જોડાયેલા  કરછ અને સૌરાષ્ટ્રના જોબાઝ યુવાનો જામનગર A RO ભારતીય લશ્કર માં ઉત્સાહ પૂર્વક જોડાયા બાદ  ખતરનાક ટ્રેનિંગ પૂર્ણ કરી.પ્રથમ પોસ્ટીંગ ૦૮ ફેબ્રુઆરી ૨૦૦૬ દેશળજી બાપુની જગ્યાની બાજુમાં  પોકરણ ગઢ ની ધરતી માઁ તોપની ફાયરીંગ માટે તૈનાત કરવામાં આવ્યા હતા બીજી પોસ્ટીંગ ડિસેમ્બર ૨૦૦૭ માં 3 વર્ષ ઉરી સેક્ટર જમ્મુ કાશ્મીર મા ત્રીજી પોસ્ટીંગ ડિસેમ્બર ૨૦૧૦ માઁ સિકંદરાબાદ માઁ તેનાત રહયા. રાષ્ટ્રીય રાઈફલ જમ્મુ કાશ્મીર કિરતવાડ સેક્ટર માં આતંકવાદીઓના ગઢ  સુરડવા માં ખડે પગે જવાહર ટનલ એરિયા માં ફરજ બજાવી.પાંચમી પોસ્ટીંગ પાછા સિંકંદરાબાદ માં ૨ વર્ષ ફરજ બજાવી. ઉરી સર્જીકલ સ્ટ્રાઇક સમયે જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર તેનાત રહયા.ફિરોજપુર પંજાલ રાજ્ય માં ફરજ બજાવી હતી આ  પોસ્ટીંગ   આસામ અરુણાચલપ્રદેશ ની પહાડી ઓમાં ચાઇના બોર્ડર ઉપર ફરજ બજાવી હતી એકવીસ વર્ષ ની આર્મી ની નોકરી પુર્ણ કરી સેવા નિવૃત્ત થયા હતાં પ્રથમ આર્મી અધિકારીઓ એ કંપની ખાતે વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ આજરોજ માદરે વતન રાપર ખાતે ભવ્ય શોભાયાત્રા તથા સંગીત ની સુરાવલી સાથે આર્મી મેન નુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું

Comments

COMMENT / REPLY FROM