અંજારના મોડસર ગામે ગેરકાયદેસર દબાણો તોડ્યા
અંજાર : તાલુકાના મોડસર ગામની સરકારી જમીન પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બૂલડોઝર ફરી વળ્યું હતું. આ પૂર્વે તાલુકા વહિવટીતંત્ર દ્વારા દબાણકાોને તેમના દબાણો સ્વચ્છાએ દૂર કરી લેવા નોટીસ અપાઈ હતી, પરંતુ વગદાર દબાણકારોએ નોટીસને ધ્યાને ન લેતાં આખરે મામલતદારના આદેશથી ગેરકાયદેસરના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. મોડસર ગામમાં થયેલા દબાણો અંગે સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ થયા બાદ મામલતદાર ફરિયાદી થઈ કલમ ૬૧ મુજબ કેસ ચલાવવામાં આવ્યો હતો. ૧૮ જેટલા દબાણકારો દ્વારા કરવામાં આવેલા અલગ અલગ ૧૮ કર્તાઓ પર દંડ કરવામાં આવ્યો હતો. મામલતદાર હુકમ સામે દબાણકારો હાઈકોર્ટમાં ગયા હતા, જેમાં હાઈકોર્ટે મામલતદારનો હુકમ કાયમ રાખી કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો, જે અનુસંધાને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયા હતા.

Comments