Trending News
સ્થાનિક સમાચાર

માંડવીના વાંઢ પટ્ટામાં પોલીસતંત્રની લાલઆંખ : બોકસાઈટ ચોરોમાં ફફડાટ

02 August

પશ્ચિમ કચ્છ એલસીબીની સતર્કતા સરાહનીય


થોડા સમય પહેલા જ એલસીબીએ તે બાદ ખાણખનિજ વિભાગ દ્વારા જયા દરોડો પડાયો હતો તે વાંઢ પટ્ટામાં જ ફરીથી આજ રાજે એલસીબીની ટુકડીએ સરપ્રાઇઝ વિઝિટ કરતા વાહનો-ટ્રેકટર અને ખનીજનો જથ્થો પકડાયો


અમારી ટીમે વાહનો અને ખનીજ પકડયુ છે, તે કાયદેસરનું છે કે નહી તેની તપાસ માટે ખાણખનિજ વિભાગને જાણ કરી છે, એે આવે બાદ આગળની કાર્યવાહી થશે : 
શ્રી જેઠી (એલસીબી પીઆઈ)

પોલીસે જાણ કરી છે, ટીમ પહોચી રહી છે : શ્રી બારીયા(ભુસ્તર શાસ્ત્રી ખાણખનિજ વિભાગ)



ગાંધીધામ : કચ્છમાં અબડાસા અને માંડવી પટ્ટામાં ખનીજચોરો માજા મુકી રહ્યા છે ત્યારે હવે પશ્ચીમ કચ્છ એલસીબીના જાગૃત પીઆઈ શ્રી જેઠીની સતર્કતા ભરી કામગીરી જોવા મળી રહી છે. તેઓની ટીમ દ્વારા આજ રોજ માંડવી પટ્ટાના વાંઢ વિસ્તારમાં આજ રોજ ફરીથી સંભવત બોકસાઈટના જથ્થા સાથે વાહનોને અટકાવીઅ ને તપાસ હાથ ધરી હોવાના એહવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે.આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર પશ્ચીમ કચ્છ એલસીબીએ આજ રોજ સરપ્રાઈઝ તપાસ દરમ્યાન માંડવીના વાંઢ વિસ્તારમાં તપાસ કરતા ત્યાથી એક ડમ્પર, ચારટ્રેકટર અને એકાદ મીશન જેવા મુદામાલને પકડી અને તેમનાથી આધાર પુરાવાઓ માંગ્યા છે. પ્રાથમિક દ્રષ્ટીએ સ્થળ પર બોકસાઈટનું ગેરકાયદેસર ખનન કરવામા આવતુ હોવાની સંભાવનાએ કાર્યવાહી કરવામા આવી છે. આ અંગે પશ્ચીમ કચ્છ એલસીબી પીઆઈ શ્રી જેઠીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અમારી ટીમ ગઈ છે, સ્થળ પર એક મશીન, ચાર ટ્રેકટર અને વાહન ડમ્પર સહિતનાઓને અટકાવ્યુ છે, ખનીજના આધારે તથા રોયલ્ટી પાસ સહિતની તપાસ ચાલી રહી છે. બોકસાઈટના આધારોની ખરાઈ માટે ખાણખનિજની ટીમને અમે જાણ કરી છે જે આવેથી આગળની તે અનુસારની કાર્યવાહી કરવમાા આવશે.અમારી ટીમ ગઈ છે, સ્થળ પર એક મશીન, ચાર ટ્રેકટર અને વાહન ડમ્પર સહિતનાઓને અટકાવ્યુ છે, ખનીજના આધારે તથા રોયલ્ટી પાસ સહિતની તપાસ ચાલી રહી છે. બોકસાઈટના આધારોની ખરાઈ માટે ખાણખનિજની ટીમને અમે જાણ કરી છે જે આવેથી આગળની તે અનુસારની કાર્યવાહી કરવમાા આવશે.ંતો વળી બીજીતરફ આ બાબતે ખાણખનિજ વિભાગના સિનિયર ભુસ્તરશાસ્ત્રી શ્રી બારિયાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, પોલીસને અમને જાણ કરી છે, ટીમ મોકલી છે, ટીમ પહોચે બાદ હકીકત લક્ષી વિગતો વધારે સામે આવી શકે તેમ શ્રી બારીયાએ જણાવ્યુ હતુ. બોકસાઈટ હોય તો તેની મંજુરી તો કઈ રીતે કોઈ ખાનગી લીઝમાં મળી શકે? અહી તે એક મોટો સવાલ થવા પામી રહ્યો છે? પોલીસતંત્ર અને પશ્ચીમ કચ્છ એલસીબીની ટીમની સતર્કતાભરી કાર્યવાહીથી ખનીજચોરોમાં ફફડાટ ફેલાવવા પામ્યો છે.

Comments

COMMENT / REPLY FROM