Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ED ના દરોડાથી ખળભળાટી : મ્યુચ્યુલફંડ કૌભાંડકારીઓમાં દોડધામ : દુબઈ સુધી રેલો..!

02 August

કયા કયા બ્રોકરોએ એકસિસના ફંડમાં ખેલ પાડયો?


ર૦ર૩માં બહાર આવેલા કેસના કનેકશનમાં ફરી તપાસનો ધમધમાટ : ભાવનગરના હનીફના ભુજમાં સાગરીતો કોણ કોણ છે? એન્ફોર્સમેન્ટ ડીરેકટરની ઉંડી ઓંચિત તપાસથી કઈકમાં ફેલાયો છે ફફડાટ


ભુજ : એન્ફોર્સમેન્ટ ડીરેકટરની ટુકડી દ્વારા ગુજરાતમાં મોટાપાયે દરોડાનો દોર હાથ ધરવામા આવ્યો હોવાની વાત સામે આવી રહી છે અને તેના ભાગરૂપે જ કચ્છના જિલ્લા વડામથક ભુજમાં પણ પડાવ નાખવામા આવતા ખળભળાટી મચી જવા પામી હતી. આંતરીક રીતે સામે આવતી વિગતો અનુસાર ભુજમાં ઈડીની ટુકડીએ મ્યુચ્યુલ ફંડના કૌભાડકારીઓને સાણસામં લેવાની દીશામાં આંતરીક તપાસ હાથ ધરી હતી. જેના પગલે આવા કૌભાંડ આચરનારાઓમાં ભારે ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો હોવાન વર્તારો સામે આવવા પામી ગયો છે. દેશમા અલગ અલગ રાજયોમાં આ પ્રકારના દરોડાનો દોર હાથ ધરવામા આવ્યો હતો અને તે કડીના ભાગરૂપે જ ભુજ ખાતે પણ એક ટુકડી ઉતરી આવી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. ઈડીએ દેશના ઘણા શહેરોમાં એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ ફ્રન્ટ-રનિંગ કૌભાંડમાં મોટા દરોડા 
પાડ્યા હતા. ઈડીની શરૂઆતની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આ ગેરકાયદેસર નાણાં શેલ કંપનીઓ અને નકલી બેંક ખાતાઓ દ્વારા લોન્ડર કરવામાં આવ્યા હતા. આ ખાતાઓ 
આરોપીઓ, તેમના સંબંધીઓ અને નજીકના લોકો સાથે જોડાયેલા છે. ઈડી આ તમામ વ્યવહારો અને નાણાંના ટ્રેલ્સની તપાસ કરી રહી છે. આ નેટવર્કમાં કોણ કોણ સામેલ હતું અને કેટલું નાણું લોન્ડર કરવામાં આવ્યું હતું તે શોધવા માટે તમામ ખૂણાઓની તપાસ કરવામાં આવી રહી છે.હાલતુરંત તો આ બાબતે ઈડી કયા કોની પાસે ગઈ અને શેની તપાસ કરી છે તે વાતો બહાર આવવા પામી શકી નથી પરંતુ ચોકકસથી આ કેસમાં આગામી સમયમાં મોટા ખુલાસા થવાની વકી સેવાઈ રહી છે. 


..........


ડીસે.ર૪માં નોંધાઈ હતી ઈડીમાં ફરીયાદ


ગાંધીધામ : ડિસેમ્બર ૨૦૨૪ માં નોંધાયેલી મુંબઈ પોલીસની એફઆઈઆર બાદ ઈડી એ તપાસ શરૂ કરી હતી. એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડમાં તે સમયે ફંડ મેનેજર રહેલા વિરેશ જોશીએ ગુપ્ત ટ્રેડિંગ માહિતીનો દુરુપયોગ કર્યો હતો અને ફ્રન્ટ-રનિંગ ટ્રેડિંગ કર્યું હતું. આ દ્વારા તેમણે અને કેટલાક અન્ય લોકોએ કરોડો રૂપિયાનો દુરુપયોગ કર્યો હતો.


...................

શું ભુજના કૌભાંડીઓનો છેડો દુબઈ બેઠેલા વિરલ જોષી સાથે છે ખરો?


ગાંધીધામ : ઈડીના જણાવ્યા અનુસાર, આરોપી વિરેશ જોશીએ દુબઈમાં બેઠેલા વ્યક્તિની મદદથી કેટલાક નકલી ખાતાઓ દ્વારા આ 
વેપાર કરાવ્યો હતો. અન્ય બ્રોકર્સે પણ એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ટ્રેડિંગ પહેલાં માહિતીનો દુરુપયોગ કર્યો હતો અને કરોડોનો નફો કમાયો હતો. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આનાથી ૨૦૦ કરોડ 
રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ છે અને આ રકમ વધુ વધી શકે છે.


..........


આ રીતે આચરાયું ફ્રન્ટ રનિંગ પ્રક્રીયા કાંડ.!


ગાંધીધામ : ફ્રન્ટ-રનિંગ એ એક પદ્ધતિ છે જેમાં વેપારીઓ અથવા બ્રોકર્સ મોટી કંપની (જેમ કે મ્યુચ્યુઅલ ફંડ) ના ટ્રેડિંગ પહેલાં પોતાના માટે ખરીદી અને વેચાણ કરે છે. તેઓ જાણે છે કે કંપની કયો સ્ટોક ખરીદશે અથવા વેચશે અને આ માહિતીનો ઉપયોગ તેઓ અગાઉથી લાભ લે છે. આ પદ્ધતિ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને અન્ય રોકાણકારોને નુકસાન પહોંચાડે છે.


......................


ભાવનગરના હનીફના ૧પ૦૦ કરોડના હવાલાકૌભાંડમાં
ભુજમાથી કોણ-કોણ સામેલ? નાણા લેનદેનનું માધ્યમ શું?



ગાંધીધામ : ભાવનગરના હનીફ નામનો શખ્સ ફ્રન્ટ રનીંગ કેસમાં માસ્ટરમાઈન્ડ હોવાનુ હાલ તુરંત દર્શાય છે. તેના દ્વારા અંદાજીત ૧પ૦૦ કરોડના કૌભાંડને અંજામ અપાયો છે ત્યારે ઈડી હવે ભુજમાં પણ ત્રાટકી હોવાથી સવાલ થાય છે કે, આ કૌભાંડમાથી ભુજમાંથી કોણે કોણે અને કેટલા નાણાનું રોકાણ કર્યુ હતુ ? કેટલાના હવાલા દુબઈ સુધી હનીફ મારફતે પડયા? તે ઉપરાંત નાણાની લેનદેનનુ માધ્યમ તેઓ વચ્ચે શુ હતુ? સેબી આ બધી જ તપાસ કરી રહી છે. કહેવાય છે કે, સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડીયા (સેબી) દ્વારા શોધી કાઢવામાં આવેલા ‘પમ્પ એન્ડ ડમ્પ’ કૌભાંડ થકી ૧૫૦૦ કરોડની નાણાકીય હેરફેર કરનાર ભાવનગરના શખ્સના નિવાસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.) દ્વારા 
પોલીસ પ્રોટેકશન સાથે દરોડા પાડવામાં આવ્યા છે.

 

Comments

COMMENT / REPLY FROM