અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના દ્વારા આયોજિત લોહાણા સમાજ ગરબા ક્લાસનો શુભારંભ
ભુજ : લોહાણા મહાજનના સાનિધ્યમાં અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના તથા ભુજ લોહાણા યુવા મંડળ દ્વારા આયોજિત નવરાત - ૨૦૨૫ને અનુલક્ષીને અખિલ સૌરાષ્ટ્ર - કચ્છ રઘુવીર સેના દ્વારા કચ્છના પ્રસિદ્ધ કોરિયોગ્રાફર જતીન યાદવના સથવારે લોહાણા સમાજ માટે "નિઃશુલ્ક ગરબા ક્લાસ" નું ભુજ લોહાણાના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચદે, હરેશભાઈ કતિરા, શશીકાંતભાઈ ઠક્કર, અવનિશભાઈ ઠક્કર, મહિલાશ્રમ પ્રમુખ હર્ષદભાઈ ઠક્કર, યુવા મંડળ પ્રમુખ નિલભાઈ સચદે, મહિલા મંડળ પ્રમુખ મમતાબેન ઠકકર, બિંદીયાબેન ઠક્કર, પાયલબેન ઠક્કર, હરેશભાઈ તન્ના, કમલભાઈ કારીયા, સંજયભાઈ ઠક્કર, દિનેશભાઈ દૈયા, દિલીપભાઈ ઠક્કર, નરેશભાઈ સોમૈયા, હર્ષદભાઈ ભીંડે, પરેશભાઈ ઠક્કર, રતિલાલ ઠક્કર, રિશીભાઈ ઠક્કર, ધવલભાઈ ઠક્કર, જીગરભાઈ કોટક, અંકિતભાઈ રાયમંગીયા, ધીરજભાઈ ઠક્કર, જયેશભાઈ ઠક્કર, ભાવેશભાઈ ઠક્કર, મયંકભાઈ રૂપારેલ, દિનેશભાઈ ઠક્કર સહિતના મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યું હતું. રઘુવીર સેનાના સુપ્રિમો ગીરીશભાઈ કોટેચાએ શુભેચ્છાઓ પાઠવી અને બિરદાવ્યું હતું.મુખ્યદાતા તરીકે મુકેશભાઈ મહેન્દ્રભાઈ ઠક્કર તેમજ સહયોગી દાતા તરીકે ડો. મુકેશભાઈ ચંદે, સુરેશભાઈ ઠક્કર, ચેતનભાઈ બારૂ, તુષારભાઈ આઇયા, નિતિનભાઈ સોમૈયા, મયુરભાઈ ઠક્કર, નિશાંતભાઈ ઠક્કર, અમિતભાઈ ચંદે, ભાવેશભાઈ સોમૈયા, નરેનભાઈ મીરાણી, ધાર્મિક જોબનપુત્રા, ડિંકેશભાઈ ઠક્કર, નિમેષભાઈ ઠક્કર વગેરેએ સહયોગ આપેલ છે. ગરબા ક્લાસમાં ૧૩૦૦થી વધુ જ્ઞાતિજનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગરબા ક્લાસ નવરાત્રી સુધી ચાલશે. લોહાણા સમાજના લોકો આ ગરબા ક્લાસમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. જતીન યાદવ તથા તેમની ટીમ દ્વારા સૌ લોકોને ગરબા શિખવાડવામાં આવી રહ્યા છે. પ્રોજેક્ટ ચેરમેન નિખિલ ઠક્કર તથા માહિર કોટકએ વ્યવસ્થાની જવાબદારીઓ સંભાળી છે.
આયોજનને સફળ બનાવવા રઘુવીર સેના પ્રમુખ મયંકભાઈ રૂપારેલ, મિતભાઈ ઠક્કર, મેહુલભાઈ કોટક, દિનેશભાઈ ઠક્કર, ભાવેશભાઈ સોમૈયા, નમન ઠક્કર, સ્મિત નરમ, જય ઠક્કર, હિરેન ઠક્કર, અખિલ ઠક્કર, માનવ પુજારા, પુજન ઠક્કર, ઉજાસ ઠક્કર સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન જીતેનભાઈ ઠક્કરે કર્યું હતું.
-----------

Comments