Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ભચાઉ ખાતે કરાશે

01 August




સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આયોજનને લઈને કચ્છ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ભુજ : આગામી ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની કચ્છની જિલ્લાકક્ષાની ઉજવણી ભચાઉ ખાતે કરવામાં આવશે તે બાબતે કચ્છ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું. કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે નાગરિકો મહત્તમ સંખ્યામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થાય અને સમગ્ર કાર્યક્રમ સુચારું રીતે યોજાઈ તે બાબતે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
કલેક્ટર આનંદ પટેલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને અલગ અલગ વિભાગની કામગીરીની સોંપણી કરી હતી. આ ઉપરાંત કલેક્ટરે કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે ભચાઉ ખાતે સ્થળની પસંદગી, શહેરમાં સુશોભન, વૃક્ષારોપણ, સ્ટેજ, મંડપ અને પાણીની વ્યવસ્થા, આમંત્રણ પત્રિકા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશિષ્ટ કામગીરી બદલ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન, પાર્કિંગ વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન, સ્થળ ઉપર તબીબી સુવિધા, જાહેર કચેરીઓ ઉપર રોશની અને રીહર્સલ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, તાલીમી સનદી અધિકારી એમ.ધારીણી, નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિ ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા આયોજન અધિકારી જે.સી.રાવલ, ભચાઉ મામલતદાર મોડસિંગ રાજપૂત, ભચાઉ તાલુકા વિકાસ અધિકારી વજેસિંગ પરમાર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
----------

Comments

COMMENT / REPLY FROM