અમદાવાદના શખ્સોએ અલગ અલગ સ્કિમમાં એક કરોડનું રોકાણ કરાવી ભુજની મહિલાને ચોપડ્યો ચુનો
પાકતી મુદ્દતે ૧.૬૧ કરોડ આપવાના હતા પરંતુ મળ્યા માત્ર ૧૯ લાખ
ભુજ : શેર બજારની સાથે લોકો રોકાણ માટે અલગ અલગ સ્કિમમાં પણ ભાગ લેતા હોય છે પરંતુ તેની વિશ્વનીયતા ચકાસવી જરૂરી બની રહે છે. આવા જ કિસ્સામાં લોકોને રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ બાબતે મળતી વિગતો મુજબ ભુજના એરપોર્ટ રોડ પર દ્વારકા ગ્રીન સોસાયટીમાં રહેતા જયશ્રીબેન રતિલાલભાઈ સીતાપરાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, બનાવની શરૂઆત ર૦રરથી થઈ હતી. આરોપી મૂળ સુરેન્દ્રનગરના હાલે અમદાવાદમાં રહેતા હસમુખભાઈ ડોડિયાએ યુનિક એસએમસીએસ લિમિટેડ અમદાવાદના જનરલ મેનેજર અને અમદાવાદના થલતેજમાં રહેતા રાજકુમાર રાયે પોતાની ઓળખ કંપનીના માલિક તરીકેની આપી હતી અને ફરિયાદીને અલગ અલગ સ્કિમમાં ભાગ લેવા માટે લાલચ આપી ભુજમાં એજન્ટ બનાવ્યા હતા. બાદમાં ફરિયાદીએ તેમના ઓળખીતા, સગા-સંબંધીને અલગ અલગ સ્કિમની માહિતી કુલ ૧,૦૧,૪૩,૧ર૦ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. જેમાં પાકતી મુદ્દતે કુલ ૧,૬૦,૭૬,૯૮૯ રૂપિયા મળવાના હતા. આ પેટે આરોપીએ માત્ર ૧૯,૧૪,૩૯ર રૂપિયા આપ્યા હતા. જોકે બાકી નીકળતા ૧,૪૧,૬ર,પ૯૭ રૂપિયા આપવામાં આવ્યા ન હતા. વારંવાર રજૂઆત કરવા છતાં રૂપિયા પરત ન મળ્યા જેથી છેતરપીંડીની કલમો તળે ભુજ એ-ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments