મુંદરા કસ્ટમ કમિશ્નર શ્રી શૈની કચરો સાફ કરવાના આક્રમક મુડમાં : હજુ’ય ૬ જેટલાઓના પરવાના જશે?
૮ને ઝટકો તો માત્ર ટ્રેઈલર છે, પિકચર હજુ બાકી છે
કમિશ્નરશ્રીની કડકાઈ ભરી કાર્યવાહીથી વરસો જુના અને પ્રમાણિકતાથી બ્રોકરીંગનું કામ કરનારા સીએચએમાં ફેલા છે ખુશીની લહેર
ગાંધીધામના પાંચેક જેટલા મોટા બનીબેઠેલા સીએચએ સહિત ૮ને લાયસન્સ રદની દેખાડાઈ કાર્યવાહી, હજુય પાંચથી છ જેટલા મિસડીકલેરને અંજામ આપતા કમિશ્નરશ્રીના રડારમાં હોવાની છે ચર્ચા
એમએચઓમાં પંકાઈ ગયેલા અમુક ગાંધીધામના મિસડીકલેરેશન કારોની જુની ફાઈલો પર ખુલવાના વાગી રહ્યા છે ભણકારા : આવા દાણચોર તત્વોને છાવરનારા અધિકારીઓના પણ કમિશ્નરશ્રીએ ઉધડા લઈ લીધા હોવાની છે ચર્ચા
મુંદરાથી કંડલા સુધી ચાર દાયકા જુના પ્રમાણિક સીએચએ કહે છે, આ કડકાઈની જરૂરીયાત હતી, અમુક નવા નિશાળીયાઓ આવી, સીએચએ બની અને આડેધડ કોમેાડીટીમાં મિસડીકલેરેશ કરતા હતા, જેમને શબક જરૂરી હતો : શ્રી શૈનીની લાલઆંખથી દાણચોર લોબીમાં ફેલાયો છે ગભરાટ
ગાંધીધામ : કચ્છના બે બંદરો કંડલા અને મુંદરા પાછલા અમુક સમયથી ચર્ચામાં આવતા રહે છે. મુંદરામાં અમુક મિસડીલેરેશન કારોના ખેલ સતત બહાર આવતા રહે છે. દરમ્યાન જ હવે મુંદરા કસ્ટમના કમિશ્નરશ્રીનિતીન શૈનીએ કાયદાનો ધોક્કો બરાબરનો અચાનક જ પછાડી દીધો હેાવાથી અમુક દાણચોર તત્વો અને છાપેલા કાંટલા જેવી લોબીમાં ભારે ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો હોવાનો વર્તારો જણાય છે. મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી દ્વારા આઠ જેટલા સીએચએ કે જેઓ ઓઈલ સહિતની કોમોડીટીમાં મિસડીકલેરેશનમાં પંકાયેલા હોવાનુ ધ્યાને આવતા તેમનાલાયસન્સ જ સસ્પેન્ડ કરીદીધા હોવાની વાત સામે આવી રહી છે. અને કહેવાય છે કે, મુદરામાં આ રીતે વકરી ગયેલા કચરા અને ભ્રષ્ટ સડ્ડાને સાફ કરવાના જ આક્રમક મુડમાં નવનિયુકિત કમિશ્નરશ્રી જણાઈ રહ્યા છે. જાણકારો કહે છે કે આઠને ઝટકો તો માત્ર ટ્રેઈલર રૂપ છે, પિકચર તો ખરેખર હજુ બાકી છે. જાણકારો કહી રહ્યા છે કે, હજુ પણ પાંચથી છ જેટલા સીએચએ કે જેઓ નવા નિશાળીયા સમાન છે અને આડેધડ નીતનવી કોમોડીટીમાં ગોઠવણી-સેટીગથી મિસડીકલેરેશને અંજામ આપી રહ્યા છે તેઓના પણ પરવાનાઓ ટુંક જ સમયમાં રદ થાય તેવા સમાચારો પણ આવશે. આવા નવા નિશાળીયા સમાન અમુક સીએચએ પણ મુંદરા કસ્ટમ કમિશ્રરશ્રીના રડારમાં આવી જવા પામ્યા છે. જાણકારો કહે છે કે, પાછલા અમુક સમયથી દિલ્હી ડીઆરઆઈ અથવા મુંબઈ ડીઆરઆઈ ેજેવી એજન્સીઓ કેમીકલઓઈલ જેવા કન્સાઈન્મેન્ટમાં ત્રાટકી ગઈ છે જે બાદ સ્થાનિકે તમામ પ્રકાના ભ્રષ્ટ કચરાને સાફ કરવાની આ આંતરીક કાર્યવાહી શરૂ કરવામ આવી છે. સાચા સીએચએ છે, જેઓ વરસોથી પ્રમાણિકતાથી કામ કરી રહ્યા છે તેઓમાં કમિશ્નરશ્રીની કડકાઈભરી કાર્યવાહીથી ખુશી ફરી વળી છે. અને અમુક નવા નીશળીયાઓ કે જે કસટમનુ ડોકયુમેન્ટેશનનુ કામ કરતા કરતા સીએચએ બની ગયા છે તેવા સહિતના દાણચોર તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Comments