પૂર્વ-પશ્ચિમ કચ્છમાં દારૂ કેટલો વેંચાય છે.? એસએમસી સ્થાનિકના કાપે છે નાક : પોલમપોલનો થાય છે પર્દાફાશ
સ્ટેટ મોનીટરીંગ સેલનો હવે પૂર્વ કચ્છમાં સપાટો.!
ભચાઉમાં કટીંગ થવાનુ હતું? માલ મંગાવનાર કોણ? શું કચ્છમાં પણ સાજણ આહીર જેવા ખાખીના ભ્રષ્ટ વહીવટદારોની જ છે બલિહારી? અડધાકરોડનો દારૂ કુખ્યાત બુટલેગરોનો ઠલવાતો હોય તો ખાખીથી સેટીંગ કરીને જ ઠલવાયો હશે? એસએમસીના દરોડા બાદ એકાદ-બેની બદલીઓ માત્ર કરી દેવાથી દારૂ આવતો અટકી નહી જાય, મુળ વહીવટદારનો સટ્ટો વકરી ગયો છે તેને શોધી શોધીને સરહદો દેખાડવાની જરૂર છે? તેમને સસ્પેન્ડ નહી ડીસમીશ જ કરવાના ધાક બેસાડતા પગલા લેવા જોઈએ
અનીલ ઉર્ફે પંડયા સાથે પુના-રામા-અનોપ-નવઘણ જેવાઓ સામે પણ ગુજસીટોકનહી થાય ત્યા સુધી કચ્છમાં દારૂ અટકાવવો અસંભવ છે
અનિલ ઉર્ફ પંડયા, પવનસિંહ, પુનો કેટલા ફાટીને ફુલેકે ગયેલા છે જુઓ તો ખરા? અનિલ વોન્ટેડ છે છતા પણ દારૂની રેલમછેલ કરાવતો ફરી રહ્યો છે, પુનો જેલમાં હોવા ઉપરાંત પણ કચ્છમાં દારૂની હેરફેર -નેટવર્ક અને સામ્રાજય ધમધમાવી રહ્યો છે?
એસએમસી પશ્ચીમ કચ્છમાં કેરા-માંડવી ત્રગડી-તલવાણા પટ્ટામાં ત્રાટકી કરોડના દારૂના જથ્થા પકડી પાડયા બાદ હવે પૂર્વ કચ્છમાં સામખીયાળી વિસ્તારમાં સફળ દરોડો પાડી દીધો : એસપીશ્રીની ખાસ શાખાઓ કેમ રહી જાય છે અંધારામાં? આવા દરોડાઓ પડે છે તો એલસીબી શું કરી રહી છે? અડધાકરોડથી વધુના શરાબનો જથ્થો આવતો હોય અને તેની સ્થાનિક ખાખીધારીઓને ખબર ન હોય તે કેમ બની શકે?
ગાંધીધામ : એકતરફ ગુજરાતમાં દારૂબંધીની અમલવારી કરાવવા માટે રાજય સરકાર કડક કાયદાઓ નવા નવા અમલી બનાવી રહ્યા છે, ગૃહમત્રીશ્રી પણ ખુદ નશા અને માદક પદાર્થોને ગુજરાતમાં વકરતા ડામવા માટે ચિંતિત છે અને ગંભીરતાથી તેની સામે જંગ છેડી ચુકયા છે ત્યારે બીજીતરફ આ જ દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની બદી વકરવા પામી ગઈ હોય અને તેમાં પણ અનિલ પંડયા તથા પવનસિંહ જેવા મોટા મોટા બુટલેગરો ફાટીને ધુમાડે ગયા હોય તેવી રીતે તેમના દારૂની હેરફેરના કારનામાઓનો સતત પર્દાફાશ થવા પામી રહ્યો છે. સરહદી એવા કચ્છ જિલ્લામાં પણ પશ્ચીમ હોય કે પૂર્વ વિસ્તાર દારૂની બેફામ ધુમ રેલમછેલ થવા પામીરહી હોવાની સ્થિતી સર્જાઈ હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે. હજુ તો પશ્ચીમ કચ્છમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીઓ દ્વારા માંડવીના ત્રગડી વીસ્તારમાથી સવા કરોડનો, તે બાદ કેરા પટ્ટામાથી પણ ૮૦ લાખનો ભારતીય બનાવટનો ઈંગ્લીશદારૂનો જથ્થો કટીંગ થતી વેળાએ જ પકડી પાડયો હતો અને તે બાદ સ્થાનિક પોલીસે પણ આબરૂ જાળવવા માટે કેરામાંથી અને તલવાણા વિસ્તારમાથી પણ તગડો દારૂનો જથ્થો પકડી પાડયો છે. જે બાદ પશ્ચીમ કચ્છમાં દારૂ પર આંશીક પકકડ આવી હોવાનો વર્તારો દર્શાયો હતો ત્યાં તો ગણતરીના સમયમાં જ હવે સામખીયાળી વિસ્તારમા એસએમસીએ સફળ સપાટો બોલાવી અને અડધાકરોડથી વધુ જેટલા દારૂના જથ્થાને ઝડપી લીધો છે. આઘટનાઓ પરથી સવાલ થઈ રહયો છેકે,પૂર્વ અને પશ્ચીમ કચ્છમાં કેટલો દારૂ વેંચાય છે જુઓ તો ખરા..! એસએમસી સ્થાનીકના છાશવારે નાક કાપી રહી છે પરંતુ બુટલેગરોની સામે કોઈ જ ધાક બેસાડતી કાર્યવાહી થવા પામતી જ ન હોવાથી અહી બુટલેગરો છાકટા બની જવા પામ્યા હોય તેમ તેમનામાં હિમંત આવી રહી છે અને આ અસામાજીક બદીને પુરજોશમાં વકરાવી રહ્યા છે.
...............
ગાંધીધામ-કંડલા સંકુલમા : પોઈન્ટ બંધ કરવાના ધડાધડ આદેશ
ગાંધીધામ : સામખીયાળી વિસ્તારમાં સ્ટેટમોનીટરીંગ સેલ દ્વારા લાખોનો દારૂ પકડી પાડવામ આવતા તેની અસર ગાંધીધામ-કંડલા સહિતના પટ્ટામાં તરત જ પડવા પામી ગઈ હોવાની ચર્ચા જાગી છે. કહેવાય છે કે, આ દરેડા બાદ ઠેર-ઠેર ધમધમતા દારૂના પોઈન્ટ તાબોડતોડ બંધ કરી દેવાની સુચનાઓના આદેશો વછુટી ગયા હતા. ગઈકાલ સાંજથી મોટાભાગના પોઈન્ટ સંકુલમાં બંધ થઈ ગયા હાવેાની ચર્ચા છે અને દારૂ મળવો મુશ્કેલી બની ગયો છે.
................
પૂર્વ્ કચ્છમાં હવે કોનો તપેલો ચડશે?
ગાંધીધામ : સામખીયાળી વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા સફળતાથી પાડવામા આવ્યો છે અને પ૬ લાખનો દારૂનો જથ્થો પકડાયો છે તેમાં કેટલાક નામો પણ સામો આવી રહ્યા છે. આ દારૂના જથ્થાને લઈને કચ્છમાં સ્થાનિક ખાખીધારીઓ તો અંધારામાં રહી જ ગયા હોય તેમ દર્શાય છે અને તેથી જ હવે જાણકારોમાં સવાલો થવા પામી રહ્યા છે કે, પૂર્વ કચ્છમાથી હવે કોનો તપેલુ ચડી જવા પામશે?
..................
સામખિયાળી ટોલનાકા પાસે એસએમસીએ પ૭ લાખનો દારૂ પકડ્યો
ટેન્કર સહિત ૮ર લાખનો મુદ્દામાલ કબજે કરાયો : ફરી એકવાર લાખોનો દારૂ ઝડપાતા ચકચાર
ગાંધીધામ ઃ જિલ્લાના પ્રવેશદ્વાર સમાન સામખિયાળીના ટોલ નાકા નજીક ટેન્કરમાં ચોરખાનું બનાવી કચ્છમાં ઘુસાડાતો પ૭ લાખનો દારૂ ઝડપાયો હતો. એસએમસી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં મોટા ગજાના બુટલેગરોના નામ સામે આવ્યા હતા.
છેલ્લા બે મહિના દરમિયાન એસએમસી કચ્છમાં સક્રીય બની છે. અગાઉ મે મહિનામાં ત્રગડી ગામે ૮૩ લાખનો બાદમાં જુન મહિનામાં કેરામાં સવા કરોડનો અને હવે જુલાઈમાં સામખિયાળીમાં પ૭ લાખનો દારૂ એસએમસી દ્વારા કબજે કરવામાં આવ્યો છે. બાતમીના આધારે સામખિયાળી ટોલ નાકા પાસેથી પસાર થનાર ઈનોક્સ એર પ્રોડકટ્સ અને પાછળ ઓક્સિજન લિક્વીડ લખેલા ટેન્કરને અટકાવવામાં આવ્યું હતું. આ ટેન્કરની પાછળની ભાગે તપાસ કરાતા પાછળ ગુપ્તખાનું બનાવાયું હોવાનું બહાર આવ્યું હતું. આ ખાનાનું ઢાંકણું ખોલી તપાસ કરતા શરાબની પેટીઓ મળી હતી. ચાલક બાડમેર સિંધરી રાજસ્થાનના વિંજારામ લચ્છારામ સિયાગ (જાટ)ને ઝડપી લેવામાં આવ્યો હતો. ટેન્કર નંબર જીજે- ૦૬- એઝેડ-૫૯૧૬ માંથી રૂ.૫૬, ૮૫, ૧૨૦ના ૨૪,૧૯૨ બીયરના ટીન જપ્ત કરવામાં આવ્યા હતા. પકડાયેલા વિંજારામ પાસેથી બે મોબાઈલ, ઓકસીજન સીલીન્ડર, વાહન મળી કુલ રૂ.૮૨,૦૫,૩૬૦નો મુદામાલ કબજે કરાયો હતો. પુછપરછ દરમ્યાન આ માલ રાજસ્થાનના સીક ફતેહપુરના અનિલકુમાર ઉર્ફે પંડયા જગદીશ પ્રસાદ જાટ નામના શખ્સે મોકલ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ હેરાફેરીમાં તેનોે માણસ અર્જુન (રહે. અમદાવાદ) પણ સામેલ હતો. સામખીયાળી ખાતે માલ મંગાવનાર શખ્સનું નામ બહાર આવ્યું નહોતું. પકડાયેલા વિંજારામને રાજસ્થાનના પીંડવાડા ખાતે અજાણ્યા શખ્સે દારૂ ભરેલું ટેન્કર આપ્યું હતું. બનાવ બાબતે એસએમસી દ્વારા સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા ડ્રાઈવર સહિત ૬ જણા સામે ફરિયાદ આપવામાં આવી હતી. આ કાર્યવાહીમાં એસએમસીના પીઆઈ જી.આર. રબારી અને પીએસઆઈ એસ.વી. ગલચર અને ટીમ
જોડાઈ હતી.

Comments