Trending News
સ્થાનિક સમાચાર

શિરાચામાં ૧.૧૦ લાખના દારૂ સાથે ત્રગડીના શખ્સની અટકાયત 

31 July


ભુજ : મુંદરા તાલુકાના શિરાચામાં આવેલી કોલોનીની ૮ નંબરની ઓરડીમાં ત્રગડીનો શક્તિસિંહ ભરતસિંહ જાડેજા દારૂ વેચતો હોવાની બાતમીના આધારે એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ત્રગડીના શક્તિસિંહની ધરપકડ કરી ૧.૧૦ લાખની કિંમતનો દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો. અલગ અલગ બ્રાન્ડની દારૂની ૧૬૬ બોટલ કબ્જે કરવામાં આવી હતી. પુછપરછ કરતાં આ દારૂ કાંડાગરાના હરપાલસિંહ ગોહિલે વેચાણ કરવા માટે આપ્યો હોવાની કબૂલાત આપી હતી. મુંદરા  પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 
--

Comments

COMMENT / REPLY FROM