લખપતમાં ઓવરલોડ બેન્ટોનાઈટ પરિવહન મામલે પ.૩૬ લાખનો દંડ
તાજેતરમાં એલસીબી દ્વારા ૪ વાહનો કબ્જે કરાયા હતા
ભુજ : લખપત તાલુકામાં દયાપર પોલીસ સ્ટેશનની હદમાં ભુજ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ઓવરલોડ બેન્ટોનાઈટ ખનિજ ભરેલા ચાર ડમ્પર મળી આવ્યા હતા. ટ્રક નંબર એન.એલ. ૦૬ એ ૬૪૪રમાં પ.૭ ટન, એનએલ ૦૬ એ ૬૪૪પમાં ૬.૪ ટન, જી.જે. ૧ર બીઝેડ ૯૮૧૦માં ૮.ર ટન અને જી.જે. ૧ર બીઝેડ પ૦૧૩માં કુલ ૧૪ ટન બેન્ટોનાઈટ ખનિજ ઓવરલોડ હોવાનું સામે આવ્યું હતું. ગત ર૬મી તારીખે એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે ચાલકોએ રોયલ્ટી રજૂ કરી હતી. પણ રોયલ્ટી કરતાં વધારે ઓવરલોડ ખનિજ પરિવહન કરવામાં આવતું હોવાથી તમામ ચાર વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા. આ વાહનો ડિટેઈન કરી દયાપર પોલીસ સ્ટેશને રખાવી ખાણ ખનિજ વિભાગને જાણ કરવામાં આવી હતી. ખનિજ વિભાગ દ્વારા તપાસ કરીને પ,૩પ,૭૮૮ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
----

Comments