Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ચાઈનાકલે એસોસીએશન દ્વારા ઉદ્યોગને સંબંધીત પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજુઆત

31 July



ભુજ : સરહદી જિલ્લા કચ્છ એ ધમધમતા ઉધોગોના સહકારથી વિકાસની હરણફાળ ભરી છે ત્યારે કચ્છના મહત્વના ચાઈનાકલે ઉધોગમાં કેટલાક પ્રશ્નો અને વહીવટી સરળતાના હેતુ સાથે કચ્છ જિલ્લા ચાઈનાક્લે એશોશીએસન દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વિસ્તૃત પ્રશ્નોની ચર્ચા અને તેમના નિરાકરણ માટેની રજુઆત કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લા ભાજપના અઘ્યક્ષ દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ આચાર્ય સાથે રહી એશોશીએસનના પ્રમુખ ગોકુલભાઈ ડાંગરની આગેવાનીમાં હોદેદારોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ચાઈનાકલે ઉધોગમાં ખાણની મંજુરી માટે મહત્વની જરૂરીયાત ઈ.સી.ની વહીવટી પ્રક્રિયા સરળ કરવા એટલે કે કલ્સ્ટરની પ્રક્રિયા દુર કરી ઝડપથી ઈ.સી. મળે તે માટેની વિસ્તૃત રજુઆત કરવામાં આવી હતી તથા ચાઈનાકલેની બાયપ્રોડક્ટ કહી શકાય તેવી સીલીકા સેન્ડનો હાલમાં એચ.એસ.એન. કોડ ન હોતા સીલીકાની નિકાસ થઈ શકતી નથી. જેને કારણે સીલીકાનો યોગ્ય ભાવ પણ મળતો નથી જેથી વેસ્ટરૂપે ફેકવી પડે છે. નિકાસ માટેના એચ.એસ.એન. કોડ મળે તો મોટા પ્રમાણમાં ઉધોગમાં ઝડપ લાવી શકાય તેમ છે અને વેસ્ટ સીલીકાનો મોટો ઉપયોગ થઈ શકે તેમ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ રજુઆતની સરકારમાં નિરાકરણ માટેની ખાતરી આપી હતી અને એચ.એસ.એન. કોડ માટે કેન્દ્ર લેવલે પણ ભલામણ કરી પ્રશ્નોનો નિકાલ લાવવા બાંહેધરી આપી હતી. 
મુખ્યમંત્રી સાથે મુલાકાત કર્યા બાદ ખાણ ખનીજને સંલગ્ન વિભાગના અધિકારીઓ, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની ટેલીફોનીક ચર્ચા બાદ તેમના માર્ગદર્શન હેઠળ તમામ અધિકારીઓ અને પદાધિકરીઓ સાથે કચ્છ જિલ્લા ચાઈનાકલે એશોશીએસનના પ્રમુખ ગોકુલભાઈ ડાંગર, ઉપપ્રમુખ શામજીભાઈ ઢીલા, શીવજીભાઈ બરાડીયા, ભરતભાઈ ડાંગર, સહમંત્રી દિપક ડાંગર, આગેવાનો પુનમભાઈ મકવાણા, અરજણભાઈ છાંગા, શીવજીભાઈ પટેલ, કાનજીભાઈ જાટીયા, મહેશભાઈ ઠકકર વગેરેએ રજુઆત કરવા મુલાકાત કરી હતી. 
ખાણ ખનીજના કમીશનર ધવલ પટેલને વહીવટમાં ઝડપ થાય અને સીલીકાના એચ.એસ.એન. કોડ મળે તે માટે રજુઆત કરી હતી અને તેમના દ્વારા હકારાત્મક અભીગમ અપનાવાશે તેવી ખાતરી અપાઈ હતી. ખાણ ખનીજ વિભાગના મુખ્ય સચિવ મમતા વર્માને રજુઆત કરતા જણાવ્યુ હતું કે ખાતાકીય મંજુરી પ્રક્રિયા માટે અરજી કરવામાં આવે છે. તેમાં ઝડપથી થાય તો નવી ખાણો શરૂ થવાથી ઉદ્યોગમાં વિકાસ થાય અને કચ્છના લોકોને વધુ રોજગારી મળી રહે ત્યારે મમતા વર્માએ પણ ખુબ જ હકારાત્મક પ્રતિભાવ આપી કચ્છના લોકોને પ્રક્રિયામાં હેરાનગતી ન થાય તે માટેની પ્રક્રિયામાં ઝડપ લાવવા ખાતરી આપી હતી. 
ચાઈનાક્લે ઉધોગ ૮૫૦ ચોરસ કીલોમીટરમાં ફેલાયલો છે અને ૯૯ જેટલા ફીડરો છે અને મોટા પ્રમાણમાં વીજ કનેકશન છે. તો જયારે વિજ પ્રવાહમાં ખામી સર્જાય છે ત્યારે ઉધોગ માટે અલગથી મેઈન્ટેનન્સ ટીમ ફાળવવામાં આવે તે માટે ગુજરાત રાજયના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને વિગતવાર રજુઆત કરી હતી. ત્યારે તેમના દ્વારા રાજકોટ ઓફીસ ખાતે પીજીવીસીએલના એમડીને ટેલીફોનીક જાણ કરી તાત્કાલીક આ વિસ્તારને ટીમ ફાળવવા માટે સુચના આપી હતી. ઉધોગ માટે પર્યાવરણને લગતા મહત્વના મુદા ઈ.સી. લેવલે ફરજીયાત છે ત્યારે રાજયના પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને ઈ.સી. આપવામાં ઝડપ થાય તેવી રજુઆત કરવામાં આવી હતી. તદઉપરાંત જી.પી.સી.બી. અધિકારીઓને પ્રક્રિયામાં ઝડપ લાવવા રજુઆત કરાઈ હતી અને ખાણ ખનીજ વિભાગને ચાઈનાકલે ઉધોગના વોશીંગ પ્લાન્ટમાં ટ્રાન્જેકશન પાસ (ટી.સી.) ના કારણે મોટી હેરાનગતી થાય છે, જે માત્ર ચાઈનાકલે માટે જ છે. જયારે અન્ય ઉદ્યોગમા નથી તેને નાબુદ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. તેવું સહમંત્રી દિપક ડાંગરની યાદીમાં જણાવ્યું હતું. 
-----------------------------

Comments

COMMENT / REPLY FROM