Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની વિશ્વ પ્રસિદ્ધ હાથ વણાટકલાની જીઆઈ નકલ અટકાવવા કલેક્ટરને આવેદન 

31 July



ભુજ : કચ્છની હાથવણાટ કલા વિશ્વ વિખ્યાત છે, જેમાં કરછની શાલ સહિત અનેક આઇટમોનો સમાવેશ થાય છે. આ હાથવણાટ કલા દ્વારા ઉત્પાદિત આઇટમોની દેશ વિદેશમાં ભારે માંગ છે. વળી આ હાથ વણાટ કલાને ભારત સરકારના કમ્પિટન્ટ ઓથોરિટી ઓફ જીઆઈ-૧૭૪ દ્વારા રક્ષિત કરવામાં આવેલ છે. જેથી તેની કોઈ નકલ ના કરી શકે. પણ હાલ જાણવા મળતી વિગતો મુજબ પાવરલૂમ નામની સાલ કચ્છની જગ પ્રસિદ્ધ શાલને મળેલ જીઆઈ- ૧૭૪ ની મોટીફની આબેહૂબ નકલ કરી કચ્છના પાટનગર ભુજ સહિત દેશના અન્ય શહેરમાં ખુબજ મોટા પ્રમાણમાં નકલી શાલનું માર્કેટમાં વેચાણ કરી રહી છે. જેથી તેની સીધી અસર કચ્છના વણાટકામના કારીગરો ઉપર પડે છે તો આ ક્ષેત્રના વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો બેકારીમાં ધકેલાઈ જાય તેવી ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે.
 કચ્છના હાથ વણાટ કારીગરોની કલાની ડુપ્લીકેટ પ્રોડક્ટ અટકાવવા અને તેને રોકવા માટે કચ્છ વણકર એસોસિએશન, વણકર બંધુઓએ ભુજની કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા આનંદ પટેલને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. કલેકટરશ્રીએ વણાટકારીગરોના હિતમાં આ દિશામાં યોગ્ય કરવા બાહેંધરી આપી હતી. આવેદન પત્ર વેળાએ કચ્છ વણકર એસોસિએશનના પ્રમુખ બેચરભાઈ વણકર, મહામંત્રી ગોવિંદ મારવાડા, પૂર્વ પ્રમુખ મેઘજીભાઈ વણકર અને મારવાડા વણકર વિકાસ સંઘના પ્રમુખ પચાણભાઈ સંજોટ સાથે જોડાયા હતા.
-------------

Comments

COMMENT / REPLY FROM