Trending News
સ્થાનિક સમાચાર

સુપરસ્ટાર આમીરખાન આવતીકાલે કચ્છમાં

31 July


સિતારે જમીન પર ફિલ્મના પ્રમોશન માટે લોકો સાથે કરશે સંવાદ

ભુજ : પહેલી ઓગસ્ટના વિખ્યાત ફિલ્મ અભિનેતા સુપરસ્ટાર આમિર ખાન કચ્છની મુલાકાત લેશે. જ્યાં તેઓ પોતાની નવી ફિલ્મ સીતારે જમીન પરના પ્રમોશન માટે લોકો સાથે સીધો સંવાદ કરશે. આમિર ખાન અભિનિત સિતારે જમીન પર ફિલ્મ થિયેટરમાં અગાઉ જ રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મ કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ પર નથી પરંતુ આ ફિલ્મને આમીર ખાનની યુટ્યુબ ચેનલ પર લોકો માટે મુકવામાં આવી છે. તેથી દુનિયાના દરેક દર્શકો યુટ્યુબના માધ્યમથી આ ફિલ્મનો આનંદ માણી શકશે. સીતારે જમીન પર ફિલ્મમાં આમિર ખાન અને જેનેલિયા દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે, સાથે જ તેમાં ૧૦ એવા કલાકારોને પણ સ્થાન અપાયું છે. જેમને ઇન્ટેલેકચ્યુઅલ ડિસએબિલિટી છે. ફિલ્મએ અત્યાર સુધીમાં ૨૫૦ કરોડથી વધુનો બોક્સ ઓફિસ કલેક્શન કર્યો છે. અત્રે નોધનીય છે કે, આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ લગાનનું શુટીંગ કચ્છના કુનરીયામાં થયું હતું. આ ફિલ્મને ઓસ્કારમાં નોમીનેશન પણ મળ્યું હતું. આ ફિલ્મના શુટીંગ સમયથી જ કચ્છ સાથે આમિર ખાનનો ગાઢ સંબંધ રહ્યો છે. ફિલ્મના ભુજમાં પ્રિમિયર વખતે પણ તેઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિનાશક ભૂકંપ બાદ પણ તેમણે કચ્છની મુલાકાત લીધી હતી. તાજેતરમાં તેમના ગાઢ મિત્ર કોટાયના મહાવીર ચાડનું નિધન થયા બાદ તેમના પરિવારજનોને સાંત્વના આપવા તેઓ ખાસ કચ્છ આવ્યા હતા. 
-----------

Comments

COMMENT / REPLY FROM